હંગેરીના ક્રિસ્ટોફ મિલાકે વિશ્વ પ્રસિદ્ધ સ્વીમર માઇકલ ફેલપ્સનો 200 મીટર બટરફલાયનો વર્લ્ડ રેકોર્ડ તોડીને બુધવારે સનસનાટી મચાવી દીધી હતી. દક્ષિણ કોરિયામાં ચાલી રહેલી ફિના વર્લ્ડ સ્વીમિંગ ચેમ્પિયનશિપમાં મિલાકે 1:50.70નો નવો રેકોર્ડ બનાવ્યો હતો, જે ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ માઇકલ ફેલપ્સના રેકોર્ડ 1:51.51 કરતાં 23 ગણો વધુ સારો રહ્યો હતો. New 200m butterfly WR by Kristof Milak ?? 1:50.73 ! He has just smashed one previosly owned by Michael Phelps! Amazing performance ??????? pic.twitter.com/B8YxGwM1pG — Fina_Development_Centre_Kazan (@FinaKazan) July 24, 2019 મિલાક છેલ્લી બે સિઝનથી આ રેકોર્ડ ભણી આગળ વધતો રહ્યો છે. બુડાપેસ્ટના આ રહીશે જ્યારે તેના પોતાના શહેરમાં 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઇ…
કવિ: Sports Desk
દેશના પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિહંના નામની ભલામણ કરતી પંજાબ સરકારની અરજી રમત મંત્રાલય દ્વારા નકારી કાઢવામાં આવી છે. આ ઉપરાંત દેશની સ્ટાર સ્પ્રિન્ટર દૂતી ચંદનના નામની આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી નથી. તેના સિવાય એશિયન ગેમ્સ ચેમ્પિયન દોડવીર મનજીત સિંહને પણ આ વર્ષે અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો નથી. રમત મંત્રાલય એ એથ્લીટોના નામની યાદી બનાવવામાં વ્યસ્ત છે, જેમના નામ ટૂંકમાં જ બનનારી ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ સમિતિને મોકલવામાં આવશે. તે પછી પસંદ કરાયેલા નામોને કેન્દ્રિય રમત મંત્રી કિરણ રિજિજૂના અંતિમ નિર્ણય માટે તેમની પાસે મોકલવામાં આવશે.…
ભારતીય ટીમનો માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઍક નવા વિવાદમાં ફસાયો છે. આ વખતે વિવાદ ક્રિકેટની ફિલ્ડને લગતો નથી પણ તેની ઍન્ડોર્સમેન્ટ કંપની સંબંધેનો છે. આમ્રપાલી ગ્રુપ સાથે જાડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટ ફોરેન્સિક ઓડિટર્સ દ્વારા ઍક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસાથી મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સામે આંગળી ચીંધવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર આમ્રપાલીના બાયર્સના પૈસા સીધા ધોની અને સાક્ષીની કંપનીને ગયા હોવાનું કહેવાયું છે. આમ્રપાલી હોમ બાયર્સ કેસમાં મંગળવારે ફોરેન્સિક ઓડિટર્સ પવન કુમાર અગ્રવાલ અને રવિન્દ્ર ભાટિયાઍ સુપ્રીમ કોર્ટમાં ઍક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે આમ્રપાલી ગ્રુપે ઘર ખરીદનારા લોકોના પૈસા ખોટી…
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરનારા રમત જગતના ટોપ ટેન ખેલાડીઅોમાં તે ઍકમાત્ર ખેલાડી છે. આ યાદીમાં વિરાટ 9માં ક્રમે છે. જ્યારે ટોચના સ્થાને પોર્ટુગલનો ફુટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો છે. ટોપ ટેનની યાદીમાં ટોચના 3 સ્થાન પર ફૂટબોલરોઍ કબજા જમાવ્યો છે. ટોચના સ્થાને રોનાલ્ડો પછી બીજા ક્રમે બ્રાઝિલનો નેમાર છે અને તે પછી ત્રીજા ક્રમે આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસીનો નંબર આવે છે. હોપરઍચક્યૂ.કોમ (ઇન્સ્ટાગ્રામ શેડયુલ ટૂલ)ના જણાવ્યા અનુસાર કોહલીને આ સોશિયલ મીડિયા પર પોતાની ઍક પોસ્ટ વડે 158,000 પાઉન્ડની કમાણી કરી છે. જ્યારે પહેલા ક્રમે બેઠેલો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો એક પોસ્ટના ૭૮૪૦૦૦ પાઉન્ડની કમાણી કરે છે. ઇન્સ્ટાગ્રામ પર…
ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી દિવિજ શરણે આ અઠવાડિયે બ્રિટનની સ્ટાર ટેનિસ ખેલાડી સામંથા મરે સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે માજી ટેનિસ ખેલાડી સ્ટીફન અમૃતરાજે પણ અમેરિકાની ખેલાડી ઍલિસન રિસ્કે સાથે લગ્ન કર્યા હતા, આમ બે દિવસમાં બે વિદેશી મહિલા ટેનિસ ખેલાડી ભારતની વહુ બની હતી. My best partner @SamMurray87 #SamAndDivHitched #PerfectMatch #SamWedsDivijPart1 pic.twitter.com/iVyrlSpTie — Divij Sharan (@divijsharan) July 20, 2019 33 વર્ષિય દિવિજે પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર લગ્નનો ફોટો શેર કરીને લખ્યું મારી બેસ્ટ પાર્ટનર. તો સામંથાઍ ટ્વિટર પર ફોટો શેર કરતાં લખ્યું હતું પરફેક્ટ મેચ. Best day of my life to marry the woman of my dreams…
ભારતના સ્ટાર શટલરમાના ઍક ઍવા કિદામ્બી શ્રીકાંતનું ખરાબ ફોર્મ અહીં જાપાન ઓપન દરમિયાન પણ જળવાયેલું રહ્નહ્યું હતું અને તે બુધવારે પહેલા રાઉન્ડમાં જ પોતાના જ દેશના ઍચઍસ પ્રણોય સામે હારીને સ્પર્ધા બહાર ફેંકાયો હતો. આ ઉપરાંત સમીર વર્મા પણ પહેલા રાઉન્ડમાં જ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયો છે, મહિલા સિંગલ્સમાં પીવી સિંધુઍ બિન ક્રમાંકિત ચાઇનીઝ ખેલાડી હાન યુઍને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. હાન યુઍને 21-9, 21-17થી હરાવવા માટે સિંધુઍ માત્ર 37 મિનીટનો સમય લીધો હતો. હવે તે જાપાનની આયા ઓહોરી સામે રમશે. ઍચઍસ પ્રણોય અને કિદામ્બી શ્રીકાંત વચ્ચેની મેચ 3 ગેમ સુધી ચાલી હતી. જેમાં અંતે પ્રણોયે…
ક્રિકેટના મક્કા તરીકે ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર 10 દિવસ પહેલા વન-ડે વર્લ્ડકપ જીતનારી ઇંગ્લેન્ડની ટીમ ઉર્દુ ઉક્તિ ‘અર્શ સે ફર્શ’ પર મતલબ કે આકાશ પરથી ધરતી પર આવી ગઇ હતી. બુધવારે આયરલેન્ડ સામેની ઍકમાત્ર ટેસ્ટમાં 23.4 ઓવરમાં જ ઇંગ્લેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઇ હતી અને તેના 8 ખેલાડી બે આંકડે પણ ન પહોંચ્યા નહોતા, જ્યારે તેમાંથી 3 તો ખાતું પણ ન ખોલાવી શક્યા નહોતા. ઇંગ્લેન્ડના 85 રનના સ્કોર સામે પહેલા દિવસે આયરલેન્ડની ટીમ 207 રને ઓલઆઉટ થઇ હતી અને તેઓએ પહેલા દાવની 122 રનની સરસાઇ મેળવી હતી. આયરેલેન્ડ વતી ઍન્ડી બાલબર્નીએ 55 રનની ઇનિંગ રમી હતી. જ્યારે પોલ…
શ્રીલંકાના ઝડપી બોલર નુવાન કુલાસેકરાઍ બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. બાંગ્લાદેશ સામેની પહેલી વન ડે પછી નિવૃત્ત થવાની લસિથ મલિંગાના નિર્ણય પછી કુલાસેકરા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ઍક સમયે આઇસીસી વન ડે રેન્કિંગમાં નંબર વન બોલર રહી ચુકેલો કુલાસેકરા શ્રીલંકાનો પાંચમો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેણે 184 વન ડેમાં 199 વિકેટ લીધી છે. કુલાસેકરાઍ વન ડેમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાન્યુઆરી 2013માં ગાબાના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે કર્યુ હતું, ઍ મેચમાં તેણે 22 રન આપીને 5ચ વિકેટ ઉપાડી હતી. 21 વર્ષની વયે ઇંગ્લેન્ડ સામે પોતાનું વન ડે પદાર્પણ કરનારા કુલાસેકરાઍ પોતાની અંતિમ વન ડે 2017માં…
સિમોના હાલેપ સામે વિમ્બલ્ડનની ફાઇનલમાં પરાજીત થયેલી સેરેના વિલિયમ્સનો ઍક વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ બન્યો છે. આ વીડિયોમાં સેરેનાની સામે પાંચ પુરૂષો હાથમાં ટેનિસ રેકેટ લઇને કોર્ટમાં ઉતરે છે, પણ તેમાંથી ઍકપણ સેરેના દ્વારા કરાતી સર્વિસ સુદ્ધા રિટર્ન કરી શકતો નથી. To all the non-tennis-playing men who think they can win a point against Serena, watch this… ???? pic.twitter.com/GEDQb76KHt — EBC (@ItsBlackCulture) July 19, 2019 સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ લોકોઍ નિહાળેલા આ વીડિયોમાં પહેલા ઍક પુરૂષ ઊભો રહે છે, તે પછી ઍક ઍક કરતાં કુલ 5 પુરૂષો સામે છેડે ઊભા રહે છે, પણ તેઓ…
ભારતીય ક્રિકેટનું સંચાલન કરી રહેલી વહીવટદારોની કમિટીઍ મુંબઇ ક્રિકેટ ઍસોસિઍશન (ઍમસીઍ)ને ઍવી સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે તેઓ બંધારણની પોતાની અનિયમિતતાને યોગ્ય કરી લે અથવા તો ૨૨ ઓક્ટોબરે થનારી બીસીસીઆઇની ચૂંટણીથી દૂર થવા માટેની તૈયારી કરી લે. મુંબઇ ક્રિકેટ ઍસોસિઍશન દેશના સૌથી જુના ક્રિકેટ ઍસોસિઍશનમાંથી ઍક છે અને 70થી વધુ ઇન્ટરનેશનલ ક્રિકેટર તેમણે આપ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોઢા કમિટીની ભલામણો હેઠળ ઍમસીઍ દ્વારા નવું બંધારણ લાગુ કરાયુ હતું પણ સીઓઍને તેમાં અનિયમિતતા જણાઇ હતી. સીઓઍ દ્વારા ૧૯ જુલાઇઍ ઍમસીઍને લખેલા પત્રમાં કહ્યું હતું કે 17મી જુલાઇ 2019ના રોજ મોકલાયેલા ઇમેલ સંબંધે તમારું ધ્યાન ખેંચુ છું, જે ઍમસીઍના બંધારણની…