વર્લ્ડકપ ઇતિહાસના ૪૪ વર્ષ પછી ક્રિકેટના જનક ઍવા ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ટીમને ટ્રોફી અપાયા પછી વિજેતા ટીમની સામુહિક તસવીર લેવાઇ રહી હોય અને તેમાં શેમ્પેનની છોળ ન ઉડે તો જ નવાઇ, જા કે ઇંગ્લેન્ડના ખેલાડીઅોઍ વિજયની ખુશીમાં જેવી શેમ્પેનની બોટલ ખોલીને ઉજવણી માટે તેની છોળ ઉડાડવાનું શરૂ કર્યુ કે તરત જ ટીમના બે મુસ્લિમ ક્રિકેટર ત્યાંથી ભાગ્યા હતા. મોઇન અલી અને આદિલ રાશિદ ટીમની ઉજવણીમાં સામેલ હતા અને શેમ્પેનની બોટલ ખોલીને જેવી છોળ ઉડાડવામાં આવી કે તરત બંને ત્યાંથી ભાગ્યા હતા અને ઍ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં રહેતા અને કટ્ટરપંથીઓને હંમેશા જવાબ આપતા…
કવિ: Sports Desk
રવિવારે રમાયેલી વર્લ્ડકપની ફાઇનલમાં સુપર અોવર પણ ટાઇ થઇ તે પછી બાઉન્ડરીના આધારે વિજેતા નક્કી કરવાના આઇસીસીના નિયમની વિશ્વ ક્રિકેટના હાલના અને માજી ખેલાડીઅોઍ મજાક ઉડાવીને આઇસીસીના આ નિયમને હાસ્યાસ્પદ ગણાવીને તેની ટીકા કરી હતી. ફાઇનલમાં ઇંગ્લેન્ડે ૨૨ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડે માત્ર ૧૬ ચોગ્ગા ફટકાર્યા હતા. આ બાબતે ભારતીય ટીમના અોપનર અને વાઇસ કેપ્ટન રોહિત શર્માઍ ટ્વિટ કર્યુ હતું કે ક્રિકેટના કેટલાક નિયમો અંગે ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે. માજી ક્રિકેટર અને હાલના સાંસદ ગૌતમ ગંભીરે ટ્વિટ કર્યુ હતું કે મને ઍ નથી સમજાતું કે વર્લ્ડકપ ફાઇનલ જેવી મેચમાં વિજેતા ચોગ્ગા અને છગ્ગાના આધારે કઇ…
ઇંગ્લેન્ડમાં યોજાયેલો વર્લ્ડકપ પુરો થતાની સાથે જ આઇસીસી દ્વારા નવા વનડે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભારતના વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહે અનુક્રમે બેટ્સમેન અને બોલર્સ રેન્કિંગમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ રેન્કિંગમાં જો કે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના ખેલાડીઅોને સારો ફાયદો થયો છે. વર્લ્ડકપમાં પ્લેયર અોફ ટુર્નામેન્ટ જાહેર થયેલા કેન વિલિયમ્સન 796 પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે, જ્યારે રોસ ટેલર પાંચમા ક્રમે છે. આ તરફ ઇંગ્લેન્ડનો અોપનર જેસન રોય પહેલીવાર ટોપ ટેનમાં ઍન્ટ્રી કરીને 10માં ક્રમે પહોંચ્યો છે. જ્યારે બોલર્સ રેન્કિંગમાં ક્રિસ વોક્સે 7માં ક્રમે ઍન્ટ્રી કરી છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડના બોલર મેટ હેનરીઍ પણ ટોપ ટેનમાં…
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની રોમાંચક ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે, ત્યારે આઇસીસી દ્વારા આ ટુર્નામેન્ટને ધ્યાને લઇને ઍક ટીમ અોફ ધ ટુર્નામેન્ટ બનાવી છે. આ ટીમની ખાસ વાત ઍ છે કે તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન અપાયું નથી. Your #CWC19 Team of the Tournament! pic.twitter.com/6Y474dQiqZ — ICC (@ICC) July 15, 2019 આઇસીસી દ્વારા પસંદ કરાયેલી આ ટીમમાં ઇંગ્લેન્ડના 4 ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતના 2-2 તેમજ બાંગ્લાદેશના ઍક ખેલાડીનો સમાવેશ કરાયો છે. જ્યારે ન્યુઝીલેન્ડના ત્રીજા ખેલાડી ટ્રેન્ટ બોલ્ટને 12મો ખેલાડી બનાવાયો છે. ભારતના રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. જ્યારે ઇંગ્લેન્ડના જેસન રોય, જો રૂટ,…
ભારતીય ક્રિકેટ ટીમ 2019ના વર્લ્ડકપની સેમી ફાઇનલમાં હારી ગઇ તેનાથી એક વાતની ચર્ચા એ શરૂ થઇ છે કે ભારતીય ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્મા પર વધુ પડતી નિર્ભર બની ગઇ છે અને સાથે જ એક એવી પણ ચર્ચા ઉઠી છે કે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના રૂપમાં બે જૂથ બની ગયા છે, હવે જ્યારે ટીમમા ભાગલાં પડવાની વાતો શરૂ થઇ છે ત્યારે બીસીસીઆઇએ પણ ભાગલાંવાદી નીતિ અપનાવવાનો નિર્ણય કરીને ટીમના સુકાનીપદમાં ભાગલાં પાડી દેવાનું નક્કી કર્યું છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે આગામી સિરીઝ પહેલા એ વાતની ચર્ચા કરવામાં આવશે કે શું રોહિતને વનડે ટીમનું સુકાન સોંપી…
વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમનો પરાજય થયો તેની સાથે જ માજી કેપ્ટન અને ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ઇન્ટરનેશનલ કેરિયરનો પણ અંત આવી ગયો હોવાનું નક્કી મનાઇ રહ્યું છે. પસંદગીકારોએ એ વાતનો આકરો સંદેશ આપી દીધો છે કે જો ટીમ ઇન્ડિયાને 2011માં ચેમ્પિયન બનાવનાર ધોની નિવૃત્તિ નહીં લે તો કદાચ જ તે હવે ટીમ ઇન્ડિયા માટે રમી શકશે. આ બાબતે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ ટૂંકમાં જ ધોની સાથે વાત કરશે. વિશ્વસનીય સૂત્રો એવું કહે છે કે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ ટૂંકમાં જ ધોની સાથે વાત કરશે., પણ એવું ત્યારે જ થશે જ્યારે ધોની પહેલાથી પોતાના નિર્ણય અગે…
ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપની ફાઇનલ આમ જોવા જઇઍ તો ઘણી રોમાંચક રહી પણ ઍ મામલે હવે વિવાદો ઉઠવાના શરૂ થયા છે. ઍકતરફ સુપર ઓવર પણ ટાઇ થઇ તે પછી બાઉન્ડરીના આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવા મામલે વિવાદ ઉઠ્યો છે. ત્યારે બીજો વિવાદ માર્ટિન ગપ્તિલના ઓવર થ્રો પર ઇંગ્લેન્ડને મળેલા 6 રન મામલે ઉઠ્યો છે. માજી અમ્પાયર સાઇમન ટફેલ અને હરિહરને ઍવું કહ્યું છે કે હકીકતમાં નિયમોનુસાર આ ઓવર થ્રો પર ઇંગ્લેન્ડને 5 રન મળવા જોઇતા હતા પણ તેને બદલે તેને 6 રન અપાયા અને તેથી તે આ મેચ ટાઇ કરાવી શક્યું. જા કે આઇસીસીઍ આ મામલે કોઇ ટીપ્પણી…
ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સતત ટીકા અને તેની નિવૃત્તિની ઊઠતી માગ વચ્ચે માજી ભારતીય ખેલાડી ચેતન ચૌહાણે કહ્યું હતું કે આ ચેમ્પિયન ખેલાડી પર પ્રેશર ઊભું કરવાને બદલે ભારતીય ક્રિકેટમાં કરેલા યોગદાનને માન આપીને તેને જાતે જ ઍ નિર્ણય લેવા દો. ઉત્તર પ્રદેશના રમત મંત્રી ચેતન ચૌહાણે રવિવારે કહ્યું હતું કે વર્લ્ડકપમાં અપેક્ષા અનુસારનું પ્રદર્શન ન કરી શકવાને કારણે ધોનીની ટીકા કરનારાઓઍ ઍ ન ભુલવું જોઇઍ કે ભારતીય ક્રિકેટમાં તેણે શું ફાળો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ઍ સાચી વાત છે કે વર્લ્ડકપમાં ધોનીનું પ્રદર્શન અપેક્ષા અનુસારનું રહ્યું નથી પણ તેના કારણે તેના પર નિવૃત્તિનું…
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમની સેમી ફાઇનલમાં હાર થઇ તે પછી હજુ પણ ટીમના ચોથા ક્રમના બેટ્સમેન મામલે ચર્ચાઓ ચાલુ જ છે. આ ક્રમે યોગ્ય બેટ્સમેનની પસંદગી ન કરવાને કારણે ટીમ ઇન્ડિયા પર હજુ પણ ટીકાઓનો મારો ચાલી રહ્યો છે. માજી પસંદગીકાર સંજય જગદાલે દ્વારા આ મામલે ટીકા કરાયા પછી હવે ભારતીય ટીમના માજી ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ આ બાબતે ટીમ ઇન્ડિયાની ટીકા કરી છે. યુવરાજે ક્હ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે ચોથા ક્રમ માટે કોઇને તૈયાર કરવો જોઇતો હતો. જો ચોથા ક્રમનો બેટ્સમેન ન ચાલી રહ્યો હોય તો તે ખેલાડીને કહેવાનું હતું કે તારે વર્લ્ડકપ રમવાનો છે. તેણે કહ્યું હતું…
ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં રવિવારે અહીં જોફ્રા આર્ચરે મેટ હેનરીની વિકેટ ઉપાડીને હાલના વર્લ્ડકપમાં પોતાની વિકેટનો આંકડો 20 પર પહોંચાડીને ઇતિહાસ રચ્યો હતો. આર્ચર વર્લ્ડકપની ઍક ઍડિશમમાં ઇંગ્લેન્ડ વતી સર્વાધિક વિકેટ ઉપાડનારો બોલર બન્યો હતો. આર્ચરે આ ટુર્નામેન્ટમાં ૧૧ મેચમાં 461 રન આપીને કુલ 20 વિકેટ ઉપાડી હતી. આ પહેલા તેણે જ્યારે વર્લ્ડકપની પોતાની 17મી વિકેટ ઉપાડી હતી ત્યારે 1992ના વર્લ્ડકપમાં ૧૬ વિકેટ ઉપાડીને ઍક વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઉપાડવાનો રેકોર્ડ કરનારા ઇયાન બોથમનો 27 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. હાલના વર્લ્ડકપમાં તેના સિવાય ઇંગ્લેન્ડના અન્ય બોલર માર્ક વુડે 18 અને ક્રિસ વોક્સે 16 વિકેટ ઉપાડી છે. ઍક વર્લ્ડકપમાં સર્વાધિક વિકેટ ઉપાડનારા…