ડિફેન્ડીંગ ચેમ્પિયન રાફેલ નડાલે વિક્રમી 12માં ફ્રેન્ચ ઓપન ટાઇટલ માટે સોમવારે અહીં પોતાના અભિયાનની વિજય સાથે જારદાર શરૂઆત કરી હતી., તો મહિલા સિંગલ્સમાં માજી વર્લ્ડ નંબર વન કેરોલિના વોઝ્નીયાંકી અને અમેરિકાની વિનસ વિલિયમ્સ પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ હતી. વિનસને હરાવીને ઍલિના સ્વીતોલિનાઍ આગેકૂચ કરી હતી, તેની સાથે જ કિકી બર્ટન્સ અને ઍશલી બાર્ટીઍ પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. નડાલે પહેલા રાઉન્ડમાં જર્મનીના ક્વોલિફાયર યાનિક હામ્પમેનને સરળતાથી 6-2, 6-1, 6-3થી હરાવ્યો હતો. હવે તે આગલા રાઉન્ડમાં અન્ય ઍક જર્મન ક્વોલિફાયર યાનિક માડેન સામે રમશે. ફ્રેન્ચ ઓપનમાં નડાલનો રેકોર્ડ હવે 87-2 થયો છે. આ તરફ મહિલા સિંગલ્સમાં વોઝ્નીયાંકીને…
કવિ: Sports Desk
અહીં રમાયેલી વોર્મ અપ મેચમાં ઇંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 38.4 ઓવરમાં જ 160 રને ઓલઆઉટ થઇ હતી, તે પછી ઇંગ્લેન્ડે જેસન રોયની ધમાકેદાર ઇનિંગથી માત્ર 17.3ઓવરમાં જ લક્ષ્યાંક 1 વિકેટના ભોગે કબજે કરી લઇ મેચ જીતી લીધી હતી. અફધાનિસ્તાનના દાવની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર 25 રન હતા ત્યારે જ તેમણે હઝરતુલ્લાહ ઝઝેઇ અમને રહમત શાહની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી નુર અલી ઝરદાને 30 જ્યારે હસમતુલ્લાહ શાહિદીઍ 19 રન કરીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. મહમદ નબીઍ 42 બોલમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 44…
આજે અહી રમાયેલી વર્લ્ડ કપની વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયાઍ ઉસ્માન ખ્વાજાની જોરદાર ઇનિંગની મદદથી શ્રીલંકાને 5 વિકેટે હરાવી હતી. શ્રીલંકાઍ પ્રથમ દાવ લઇને 8 વિકેટના ભોગે 239 રન બનાવ્યા હતા. જેની સામે ઓસ્ટ્રેલિયાઍ ખ્વાજાની 89 રનની જારદાર ઇનિંગની મદદથી 44.5 ઓવરમાં 5 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને જીત મેળવી હતી. શ્રીલંકાઍ પ્રથમ દાવ લેતા કેપ્ટન કુમારરત્ને અને થિરિમાનેઍ 44 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. જો કે આ સ્કોર પર કરુણારત્ને અંગત 16 રન કરીને આઉટ થયો હતો. તે પછી શ્રીલંકાઍ 71 રનના સ્કોર પર કુસલ પરેરાની અને 110ના સ્કોર પર થિરિમાનેની વિકેટ ગુમાવી હતી. તે પછી કુસલ મેન્ડિસ…
અહીં ચાલી રહેલા આઇઍસઍસઍફ વર્લ્ડ કપમાં ભારતની સ્ટાર મહિલા શૂટર અપૂર્વી ચંદેલાઍ રવિવારે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નેશનલ રાઇફલ ઍસોસિઍશન ઓફ ઇન્ડિયા (ઍનઆરઍઆઇ)ઍ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી હતી. વર્લ્ડ નંબર વન અપૂર્વીઍ 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં આ સાથે વર્ષનો બીજા ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં 10 મીટર ઍર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અપૂર્વીઍ ફાઇનલમાં 251.0ના સ્કોર સાથેગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનની વાંગ લુયાઓઍ 250.8 પોઇન્ટના સ્કોર સાથે સિલ્વર જ્યારે તેના જ દેશની જૂ હોંગે 229.4ન સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની ઍલવેનિલ વલારિયન 208.3ના સ્કોર સાથે ચોથા ક્રમે રહી હતી.…
પાકિસ્તાનના માજી કેપ્ટન અને હાલના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકને ઍવો વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ ૧૬મી જૂને ભારતીય ટીમ સામે જ્યારે રમવા ઉતરશે ત્યારે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સામે 5 વર્લ્ડકપથી હારતા રહેવાનો સિલસિલો તોડી નાખશે. પાકિસ્તાન અત્યાર સુધી વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવી શક્યુ નથી ત્યારે આ માજી કેપ્ટનને આ વખતે તેની ટીમ જીતશે ઍવો વિશ્વાસ છે. ઇન્ઝમામે કહ્યું હતું કે લોકો ભારત-પાકિસ્તાનની મેચને ઘણી ગંભીરતાથી લે છે અને કેટલાક તો ઍવું કહે છે કે જા પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવી દેશે તો અમને ખુશી થશે. તેણે કહ્યું હતું કે આ વખતે મને ઍવું લાગે છે…
ભારતીય બેડમિન્ટન ખેલાડી સૌરભ વર્માઍ દિલ્હીથી કોપનહેગેનના પ્રવાસ દરમિયાન તેના સામાનને નુકસાન પહોંચાડવા માટે રવિવારે ઍર ઇન્ડિયાની આકરી ટીકા કરી હતી. વર્માઍ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે છેલ્લા અઠવાડિયાઓમાં ઍર ઇન્ડિયાઍ જે સેવા આપી છે તેનાથી હું ઘણો નિરાશ થયો છું. દિલ્હીથી કોપનહેગનના મારા પ્રવાસ દરમિયાન મારા સામાનને નુકસાન કરાયાનું મને જણાયું હતું. મેં આ બાબતે ઍર ઇન્ડિયાના સ્ટાફને ફરિયાદ કરી હતી. 26 વર્ષિય આ શટલરે કહ્યું હતું કે મારા સામાનને નુકસાન થયાની ફરિયાદ આપી હોવા છતાં મને તેનું કોઇ વળતર મળ્યું નથી. તેણે કહ્યું હતું કે મેં આ બાબતે ઇમેલ પણ કર્યો હતો અને તેની સાથે ફરિયાદની…
વર્લ્ડ કપ પુર્વેની વોર્મ અપ મેચમાં રવિવારે બંને મેચ વરસાદે ધોઇ નાંખી હતી, જો કે ઍકતરફ પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ટોસ સુદ્ધા ઉછાળી શકાયો નહોતો, જ્યારે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની મેચમાં તો દક્ષિણ આફ્રિકાઍ 12.4 ઓવરમાં વિના વિકેટે 95 રન બનાવી લીધા પછી મેચ પડતી મુકવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા- વેસ્ટઇન્ડિઝ વચ્ચેની પ્રેકિટસ મેચ વરસાદને કારણે મેચ પડતી મુકાઇ ત્યારે અમલાના 51 અને ડિ કોકના 37 રનની મદદથી દક્ષિણ આફ્રિકાઍ વિના વિકેટે 95 રન કર્યા હતા ટોસ જીતીને વેસ્ટઇન્ડિઝે ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી ત્રણ વાર વરસાદે વિઘ્ન નાંખ્યું હતું. પહેલા 8.2 ઓવર નખાઇ હતી ત્યારે વરસાદે પડતા મેચ અટકી…
શનિવારે અહીં રમાયેલી વર્લ્ડ કપ પહેલાની વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયાઍ સ્મીથની સદી પછી બોલરોની નિયંત્રીત બોલિંગને કારણે ઇંગ્લેન્ડને 12 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાઍ પહેલા બેટિંગ કરીને સ્મીથની સદી ઉપરાંત વોર્નરની 43 રનની ઇનિંગની મદદથી 9 વિકેટે 297 રન કર્યા હતા, જેની સામે ઇંગ્લેન્ડની ટીમ 49.3 ઓવરમાં 285 રને તંબુભેગી થઇ હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી અને ફિન્ચ માત્ર 14 રન કરીને આઉટ થયો હતો, જો કે તે પછી વોર્નરે શોન માર્શ સાથે મળીને અર્ધશતકીય ભાગીદારી કરી હતી. વોર્નર 43 રન કરીને જ્યારે માર્શ 30 રન કરીને આઉટ થયા પછી સ્મીથે 116 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત ઉસ્માન ખ્વાજાઍ 31…
આજથી શરૂ થયેલી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ ફ્રેન્ચ ઓપનમાં જર્મનીની પાંચમી ક્રમાંકિત અને હાલની વિમ્બલ્ડન ચેમ્પિયન ઍન્જેલિક કર્બરને રવિવારે અહીં રોલા ગેરાંમાં રશિયાની 18 વર્ષિય ઍનાસ્તાસિયા પોટાપોવાઍ પોતાની ફ્રેન્ચ ઓપન ડેબ્યુ મેચમાં હરાવીને મોટો અપસેટ કર્યો હતો. કર્બરને પોટાપોવાઍ સાવ સરળતાથી 6-4, 6-2થી હરાવીને અપસેટ કરી હતી. આ સાથે કર્બર ફ્રેન્ચ ઓપનમાં છઠ્ઠીવાર પહેલા રાઉન્ડમાં જ હારી છે. આ પહેલા સ્પેનની મહિલા ખેલાડી ગર્બાઇન મુગુરુઝા, પુરૂષ ખેલાડી રોજર ફેડરર, સ્ટેફાનોસ સિતસિપાસ, મારિન સિલિચ, ગ્રિગોર દિમિત્રોવ, કેઇ નિશિકોરી સહિતના ખેલાડીઓ પોતપોતાની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશી ગયા છે. જ્યારે મહિલા સિંગલ્સમાં સ્વેતલાના કુઝનેત્સોવા અને મેગ્દેલિના રિબારીકોવા જેવી ખેલાડીઓ હારીને બહાર થઇ…
ઇંગ્લેન્ડની ટીમના માજી સ્પિનર મોન્ટી પાનેસરે ઇંગ્લેન્ડની ટીમ પણ બોલ ટેમ્પરિંગ કરતી હોવાનો ધડાકો કર્યો છે. મોન્ટીએ પોતાના પુસ્તક ‘ધ ફુલ મોન્ટી’માં પોતાના ક્રિકેટના અનુભવોને બેધડક અંદાજમાં લખ્યા છે. પોતાના પુસ્તકમાં તેણે બોલ ટેમ્પરિંગની વાત પણ કબુલી અને એ પણ જણાવ્યું છે કે ટીમના સાથી ખેલાડીઓ અને તે ખુદ તેમના મુખ્ય સ્ટ્રાઇક બોલર જેમ્સ એન્ડરસનની મદ માટે બોલ ટેમ્પર કરતાં હતા. ઇંગ્લેન્ડ માટે 2006થી 2013 સુધી 50 ટેસ્ટ રમનારા આ સ્ટાર ડાબોડી સ્પિનરે જણાવ્યું હતું કે કેવી કેવી પદ્ધતિ અને તરકીબોથી તેની ટીમ બોલ ટેમ્પરિંગ કરતી હતી. મોન્ટીના આ પુસ્તકના કેટલાક અંશ ઇંગ્લેન્ડની ન્યૂઝ વેબસાઇટ ‘ડેઇલી મેલ”માં પ્રકાશિત કરવામાં આવ્યા…