Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

rahul gandhi pov kejriwal

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને કોગ્રેંસ અધ્યક્ષ રાહુલ ગાંધી બન્ને નેતાઓએ પોતાની પૂરી તાકાત હોમી દીધી હતી. કોગ્રેંસ તરફથી સોનિયા ગાંધીએ પણ લાંબા સમય બાદ કર્ણાટકનાં મતદારોને લલચાવવાના પ્રયાસો કર્યા. ત્યાં ભાજપે પણ એવો દાવો કર્યો છે કે કર્ણાટક ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં નામનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. જે આજ ચૂંટણી પરિણામમાં જોવા મળી રહ્યું છે. પ્રચાર વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે આકરા વાક્પ્રહારો જોવા મળ્યા છે. જ્યાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને સંસદમાં 15 મિનિટ બોલવાનો પડકાર ફેંક્યો ત્યાં જ મોદીએ રાહુલ ગાંધીને કાગળમાં જોયા વગર જ 15 મિનિટ બોલવાનો પડકાર ફેંક્યો.

Read More
garmi

સમગ્ર રાજ્યમાં મેં મહિનો ગરમીનાં કારણે અતિશય આકરો બની રહ્યો છે. ત્યારે ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયા બાદ ગરમીની જન જીવનને માઠી અસર પડી રહી છે અને ગરમીથી છુટકારો મળે તેવા હજુ સુધી કોઈ પણ પ્રકારનાં અણસાર મળી રહ્યાં નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. એકા એક જ પવનની દિશા બદલાતા ગુજરાતનાં તાપમાનમાં ભારે વધારો થયો છે. જેથી રાજ્યમાં ગરમીનું તાપમાન યથાવત્ જ રહેશે. આ સાથે જ આગામી ત્રણ દિવસ સુધી 42થી 43 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ગરમી વધવાની શક્યતા પણ દર્શાવી છે. મહત્વનું છે કે શહેરમાં…

Read More
11fa171f75816190e307a1ea5cc96acd

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું કાઉન્ટડાઉન્ટ શરૂ થઈ ચૂક્યું છે. આગામી ૨૩ મેથી ૨૮ મે સુધીમાં બોર્ડ દ્વારા ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરી દેવાશે, જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૦ મે સુધીમાં જાહેર કરાશે. ગત વર્ષે અમદાવાદ શહેરનું ૭૧.૫૨ ટકા અને અમદાવાદ ગ્રામ્યનું ૭૦.૧૩ ટકા પરિણામ આવ્યું હતું. સમગ્ર રાજ્યમાંથી ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓને માર્કશીટ પણ પરિણામના દિવસે જ મળી જાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરાઈ છે. ગત વર્ષે પરિણામમાં ૭૯.૨૭ ટકા સાથે સુરત જિલ્લો અગ્રેસર રહ્યો હતો. ૨૯ મે-સોમવારે વર્ષ ૨૦૧૭નું પરિણામ જાહેર કરાયું…

Read More
1 1526370606

કર્ણાટક વિધાનસભાની 222 બેઠકો પરની મતગણતરીના શરૂઆતના વલણમાં ભાજપ બહુમત નજીક જોવા મળી રહી છે. પહેલા અડધા કલાકમાં કોંગ્રેસે આગળ હતું. પરંતુ જેમજેમ મતગણતરી આગળ વધતી ગઈ તેમતેમ ભાજપને ઉજવણી કરવા માટે પ્રબળ કરતી ગઈ. કર્ણાટકના પરિણામોની અસર ગુજરાતમાં જોવા મળી હતી. કમલમ્ ખાતે ભાજપના કાર્યકરોએ હિંચ લીધી હતી અને રાસની રમઝટ બોલાવી હતી.

Read More
03ebe747b100ccde87262ecea8744709

મજયેષ્ઠ કૃષ્ણ અમાસે ઉજવાતુ વડ સાવિત્રી વ્રત આજે છે. આ દિવસે આખા ઉત્તર ભારતમાં સુહાગનો 16 શ્રૃંગાર કરી વડની ચારે બાજુ ફેરા લગાવી પોતાના પતિના દિર્ધાયુ માટે પ્રાર્થના કરે છે. પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણથી થતુ આ વ્રત સચ્ચાઈ અને પવિત્ર પ્રેમની કહાણી દર્શાવે છે. એવી માન્યતા છે કે આ દિવસે માતા સાવિત્રીએ યમરાજના ફંદાથી પોતાના પતિ સત્યવાનના પ્રાણની રક્ષા કરી હતી. ભારતીય ધર્મમાં વડ સાવિત્રીની પૂજા સ્ત્રીઓ માટે ખૂબ અગત્યની છે. જેને કરવાથી હંમેશા અખંડ સૌભાગ્યવતી રહેવાના આશિષ પ્રાપ્ત થાય છે. કથામાં ઉલ્લેખ છે કે જ્યારે યમરાજ સત્યવાનના પ્રાણ લઈ જવા લાગ્યા ત્યારે સાવિત્રી પણ યમરાજની પાછળ પાછળ જવા લાગી.…

Read More
9c3e7f87816c165dbc2a01535c07f77a

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. આ વખતે રાજ્યમાં સરકારની રચના કરવામાં આવશે, તે થોડા કલાકો પછી ખબર પડી જશે. આ વિધાનસભા ઈલેક્શનમાં બધી જ રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા પાણી માફક પૈસા વાપરવામાં આવ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ કર્ણાટક ઈલેક્શન અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઈલેક્શન રહ્યું છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડી સર્વે અનુસાર કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 દેશમાં આયોજિત સૌથી મોંઘુ ઈલેક્શન રહ્યું છે.સર્વે કરનાર ગેર સરકારી સંસ્થા ઘ્વારા કર્ણાટક ઈલેક્શનને સૌથી વધુ પૈસા ખર્ચ કરનાર ઈલેક્શન ગણાવ્યું છે. આ ઈલેક્શનમાં અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓ ઘ્વારા તેમના ઉમેદવારો ઘ્વારા લગભગ 9500 થી 10500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચમાં…

Read More
0649d2469c50ae13ee599a3a9564ba86 1

કર્ણાટક વિધાનસભાની 224માંથી 222 સીટ પર પરિણામ આજે જાહેર થશે. મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી વલણમાં ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ બીજા નંબરે તો જેડીએસ ત્રીજા નંબરે છે. કર્ણાટકમાં કોની બનશે સરકાર તેનો અંદાજ તો લગભગ બપોર સુધીમાં આવી જશે. ભાજપ માટે આ ચૂંટણી દક્ષિણમાં ફરી એકવખત પોતાની નવી શરૂઆત કરવા માટે મહત્વની છે તો કોંગ્રેસ માટે તેના અસ્તિત્વની લડાઈ. કર્ણાટકને છોડીને કોંગ્રેસની સરકાર પંજાબ, મિઝોરમ અને પુડ્ડુચેરીમાં બચી છે. તો ભાજપ 31 રાજ્યોમાંથી 20માં સત્તા પર છે. કર્ણાટક રાજ્યની સ્થાપનાના 46 વર્ષ બાદ આ વર્ષે સૌથી વધુ 72.13% મતદાન થયું હતું. અત્યાર સુધીમાંં બીજેપી 22 સીટ,…

Read More
atira nid

વાયુ પ્રદૂષણની હાનિકારક અસરથી બચવા માટે અમદાવાદ ટેક્સટાઈલ રિસર્ચ અસોસિએશન(ATIRA)એ નેનો-ફાયબરની મદદથી સ્પેશિયલ માસ્ક તૈયાર કર્યા છે. આ ટેક્નોલોજી ATIRA દ્વારા ડેવલોપ કરવામાં આવી છે જ્યારે માસ્કની ડિઝાઈન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન(NID), અમદાવાદના વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે. ATIRAના ડેપ્યુટી ડિરેક્ટર સી.આર.પ્રયાગ જણાવે છે કે, માસ્ક બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી નેનો વેબ-બેઝ્ડ ટેક્નોલોજીની મદદથી બેક્ટેરિયા અને વાયરસ ફિલ્ટર થઈ જશે. ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રદૂષણભર્યા વાતાવરણમાં આખો દિવસ ઉભું રહેવાનું હોવાને કારણે આ માસ્ક તેમના માટે ખાસ મદદરુપ સાબિત થશે. તેમણે આગળ જણાવ્યું કે, નેનો ફાયબર ટેક્નોલોજીની મદદથી બેક્ટેરિયા અને વાયરસ સહિતના જર્મ્સ તેમજ 2.5 માઈક્રોન્સ સુધીના PM(Particulate matter) ફિલ્ટર થઈ શકે…

Read More
th 5

માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની હવે માત્ર કાપડ મંત્રાલય સંભાળશે. રાજ્યવર્ધન રાઠોરને માહિતી પ્રસારણનો સ્વતંત્ર ચાર્જ અપાયો છે. નાણાપ્રધાન અરુણ જેટલી સંપૂર્ણ સ્વસ્થ્ય થાય ત્યાં સુધી રેલવે પ્રધાન પિયુષ ગોયલ નાણા મંત્રાલય અને કોર્પોરેટ અફેર્સ વિભાગનો વધારાનો હવાલો સંભાળશે. જ્યારે એસ.એસ. આહલુવાલિયા ઇલેક્ટ્રોનિક વિભાગ સંભાળશે. સ્મૃતિ ઇરાની સાથે 3 મુખ્ય વિવાદ સંકળાયેલા છે. નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનો 70થી વધુ વિજેતાઓએ વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિના હાથે માત્ર 11ને એવોર્ડ અપાવાયા તેની સામે નારાજગી હતી. જો કે રાષ્ટ્રપતિ ભવને સ્પષ્ટ કર્યું હતું કે ઘણા સમય પહેલાં મંત્રાલયને આ અંગે જાણ કરાઈ હતી કે રાષ્ટ્રપતિ માત્ર 1 કલાક રોકાશે. વિજેતાઓને છેલ્લી ઘડીએ આ…

Read More
0b0ed5a99dadc940c612f74ba29e9075 1

મેષ દિવસની શરૂઆતમાં નવા કાર્યનો આરંભ કરવા માટે તમે ઉત્સાહિત રહેશો. શરીર અને મનની સ્વસ્થતા પણ તમારો ઉત્સાહ બમણો કરી દેશે. વહાલા મિત્રો તથા સ્વજનો સાથે સ્નેહમિલન સમારંભમાં જઈ શકો છો. વૃષભ ઘરના સભ્યો સાથે તમે જરૂરી ચર્ચા કરશો. ઘરની સાજસજાવટમાં અને અન્ય વિષયોમાં પરિવર્તન કરવામાં તમારી રુચિ વધશે. માતાની સાથે સંબંધો સારા રહેશો. કાર્યાલયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો સુધરશે. મિથુન પારિવારિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારો દિવસ સારી રીતે પસાર થશે. કાર્યભાર વધવાથી સ્વાસ્થ્યમાં નરમાશ આવશે, પરંતુ મધ્યાહન બાદ તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. કર્ક આજે તમારો વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. ક્રોધનું પ્રમાણ વધુ રહેશે. જે ક્ષેત્રોમાં તમે…

Read More