Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

th 3

રાજસ્થાન રોયલ્સે જોશ બટલરના અણનમ ૯૪ રનની મદદથી ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપી પ્લેઓફ માટે પોતાની દાવેદારી મજબૂત કરી હતી જ્યારે આ હારને કારણે મુંબઈની પ્લેઓફમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની ગઈ છે. મુંબઈના ૧૨ મેચમાં ૧૦ પોઇન્ટ છે અને તે પોતાની બાકીની બંને મેચ જીતે તો પણ ૧૪ પોઇન્ટ થાય. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૧૬૮ રન બનાવ્યા હતા. ૧૬૯ રનના લક્ષ્‍યાંક સામે નવ રનના સ્કોરે ડાર્શી શોર્ટની વિકેટ ગુમાવ્યા બાદ જોશ બટલરે રહાણે સાથે ૯૫ રન અને સેમસન સાથે ૬૧ રનની ભાગીદારી નોંધાવી ૧૮મી ઓવરમાં વિજય અપાવ્યો હતો. બટલરની આ સતત…

Read More
0b0ed5a99dadc940c612f74ba29e9075

મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. વૃષભ વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના સહયોગથી નવા કાર્યોમાં સફળતા મળવાનો યોગ છે. મિથુન :આજીવિકા ક્ષેત્રે પ્રગતિની સંભાવના છે. સંતાન પર ધ્યાન આપવું. જીવનમાં સ્થાયિત્વનો અનુભવ થશે. કર્ક :વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે. સિંહ :અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ભૂમિ, મકાન વગેરે ખરીદનો યોગ બનશે. શિક્ષાર્થીઓએ નવીન ભાવુકતા ત્યાગવી, નહીં તો હાનિ થઈ શકે છે. કન્યા :જમીન સંબંધી કાર્ય બનવાનાં યોગ છે. નવી યોજનાઓ પ્રારંભ…

Read More
2018 05 13 1526229520 152

દેશના ઉત્તરમાં હિમાચલથી લઇને દક્ષિણમાં તમિલનાડુ અને પૂર્વમાં પશ્ચિમ બંગાળ સુધી રવિવારે આંધી-તોફાન સાથે વરસાદ થયો, જે દરમિયાન વિવિધ દુર્ઘટનાઓમાં 48 લોકોનાં મોત થયાં. ઘણા સ્થળે ઘરોને નુકસાન પહોંચ્યું છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં રવિવારે સાંજે વાવાઝોડું આવ્યું. દિલ્હીમાં 109 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં ઘણા સ્થળે વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ અને રેલ ટ્રાફિક અસરગ્રસ્ત થયો. 12 ટ્રેન પ્રભાવિત થઇ જ્યારે 40 ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી અને 24 ફ્લાઇટ મોડી પડી. ઘણા સ્થળે સાંજે 5 વાગ્યા બાદ બે કલાક સુધી મેટ્રો સેવા અવરોધાઇ. ઓખલા-જસોલા વચ્ચે વૃક્ષ ધરાશાયી થતાં મેટ્રોની લાઇન તૂટવાથી એક કલાક…

Read More
lagn

મહારાષ્ટ્રમાં સાંઇનાથ ઉરેકર નામના વ્યકતિ સાથે સગી બે બહેનોના લગ્ન કરાવવામાં આવ્યા છે. બેનોના નામ ધુરપતા અને રાજશ્રી શિરગિરે 8 દિવસ પહેલા 5 મે ના રોજ કરવામમાં આવી હતી. આ કારણ થી કોટગ્યાલ ગામ ચર્ચાનો વિષય બન્યો છે. પરિવારના લોકોને હવે ડર છે. કે તેમનુ લગ્ન જીવન શરૂ થતા પહેલા જ ખત્મ ના થઇ જાય કેમકે સેમની ઘરે ઘણા લોકો જઇ છે પુછપરછ કરે છે. તેમના એક સંબંધીએ કહ્યુ કે પરવારના લોકોને ખબર ન હતી કે એક છોકરા સાથે બે બહેનોના લગ્ન કરવા એ કાયદા વિરૂધ્ધ છે. છોકરો અને છોકરી પહેલાથીજ સંબંધી છે. સાંઇનાથનું કહેવુ છે કે તેમણે જ આ…

Read More
pitru dosh

પિતૃદોષના કારણે આપણા સાંસારિક જીવનમાં અનેક અવરોધ ઉભા થાય છે. જ્યોતિષ અને પુરાણોમાં પણ પિતૃદોષના સંબંધમાં જુદી જુદી ધારણા છે પણ એ ચોક્કસ છે કે આ આપણા પૂર્વજ અને કુલ પરિવારના લોકો સાથે જોડાયેલ દોષ છે. પિતૃદોષને કારણે આપણે આધ્યાત્મિક સાધનામાં પણ સફળતા મેળવી શકતા નથી. તેથી તમે પણ પિતૃદોષથી પરેશાન છો તો આ 8 સરળ ઉપાય તમારે માટે ખૂબ લાભદાયી સાબિત થશે. રોજ હનુમાન ચાલીસા વાંચવી, માથા પર શુદ્ધ જળનુ તિલક લગાવો, દરેક ચતુર્દશી, અમાસ અને પૂનમ તેમજ પિતૃપક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ કરવુ, સંતાન ઉત્પન્ન કરીને તેને ધાર્મિક સંસ્કાર આપવા, તેરસ, ચૌદસ, અમાસ અને પૂનમના દિવસે ગોળ-ઘીની ધૂપ આપવી,…

Read More
102 not out

ફિલ્મ ‘102 Not Out’ ની. આ ફિલ્મની કમાણી ધીરે ધીરે બોક્સ ઓફિસ પર વધી રહી છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી ૩૨ કરોડ થઇ છે. હજુ પણ તેની કમાણી વધી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે શુક્રવારે ૩.૫૨ કરોડ, બીજા દિવસે શનિવારે ૫.૫૩ કરોડ અને ત્રીજા દિવસે રવિવારે ૭.૬૦ કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મનું ફર્સ્ટ વિકેન્ડનું કુલ કલેક્શન ૧૬.૬૫ કરોડ રૂપિયા હતું. ઓહ માય ગોડ, ઓલ ઈઝ વેલ જેવી ફિલ્મોના ડિરેક્ટર ઉમેશ શુક્લાએ ફેમસ ગુજરાતી નાટક પર આધારિત ફિલ્મ ‘૧૦૨ નોટ આઉટ’ બનાવી છે. ફિલ્મની સ્ટોરી સૌમ્ય જોશીએ લખી છે. અમિતાભ બચ્ચન…

Read More
sunny

સની લિયોન આજે 37 વર્ષની થઇ ગઈ. કરનજીત વોહરા એટલે કે સની લિયોન આજે બોલિવૂડમાં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે.નસની લિયોન આજે 37 વર્ષની થઇ ગઈ. કરનજીત વોહરા એટલે કે સની લિયોન આજે બોલિવૂડમાં એવું નામ બની ચુક્યું છે કે જેને બધા જ ઓળખે છે. બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે. સની લિયોનના આત્મવિશ્વાસ અને તેની વિનમ્રતાના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. સની લિયોન વિશે મિડિયા ગમે તેટલું લખી દે કે ગમે તેટલું બોલી નાખે…

Read More
himachal bus

સિરમૌર જિલ્લાના સનૌરા પાસે એક ખાનગી બસ સોલનના પુલહલ કોડપરથી ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે. એક બાળકનું હોસ્પિટલ લઈ જતી વખતે જ મોત નિપજ્યુ હતુ. ઘટના લગભગ સવારના 8.45 વાગ્યાની છે. જાણકારી પ્રમાણે લગભગ 15 જેટલા ઘાયલ લોકોને સોલનની સ્થાનિક હોસ્પિટમમાં ભરતી કરવામાં આવ્યા છે.બસમાં 25 થી 30 જેટલા લોકો સવાર હતા. બસ મનવાથી ધમ્મલા-સોલન સુધી જઈ રહી હતી. એસડીએમ રાજગઢ નરેશ વર્મા પોલીસદળ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવકાર્ય શરૂ કર્યુ હતુ. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ સોલન લઈ જતી વખતે એક બાળકે અને હોસ્પિટલ પહોંચ્યા બાદ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો…

Read More
sale 1

ફ્લિપકાર્ટ અને અમેઝોન પર સેલની શરૂઆત થઈ ચૂકી છે. ફ્લિપકાર્ટના ‘બિગ શોપિંગ ડેઝ’ અને અમેઝોનનો ‘સમર સેલ’ 13-16 મે સુધી ચાલશે. બંને ઈ-કોમર્સ કંપનીઓ મોબાઈલ, ટીવી, કપડાં, જૂતા, પર્સનલ ગ્રુમિંગની વસ્તુઓ પર ભારે ડિસ્કાઉંટ મળશે. એમેઝોન કપડાં પર 50-80 ટકા ડિસ્કાઉંટ આપી રહ્યું છે. ફ્લિપકાર્ટ પણ આટલી જ છૂટ સાથે ગ્રાહકોને ફાયદો કરાવી રહ્યું છે. ફ્લિપકાર્ટના મતે કપડાંની શરૂઆતની કિંમત માત્ર 99 રૂપિયા છે. અમેઝોન પર બ્રાંડડે જૂતાં પર 40-80 ટકા ડિસ્કાઉંટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ પણ અમુક બ્રાંડ પર 40-80 ટકા ડિસ્કાઉંટ આપી રહ્યું છે. પૂમા, લોટો વગેરે પર 60-80 ટકા ડિસ્કાઉંટ મળી રહ્યું છે. અમેઝોન ટાઈટન, કેસિઓ, ફાસ્ટ્રેક…

Read More
a454fbaf70331b89a8f00a0f0e54ffaa 1

આત્મઘાતી હુમલાખોરોએ ઇન્ડોનેશિયાના બીજા સૌથી મોટા શહેર સુરાબાયાના ત્રણ ચર્ચો પર કરેલા હુમલામાં નવ લોકો મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ હુમલા એકબીજાથી થોડી મિનિટોના અંતરે કરવામાં આવ્યા હતા. હજી સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. ટીવી પર એક ચર્ચના પ્રવેશ દ્વારા પાસે જ બોમ્બ વિસ્ફોટને કારણે વિખેરાયેલા કાટમાળના દૃશ્યો જોવા મળતા હતા. ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે. અહીં છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઇસ્લામિક ઉગ્રવાદ ફરીથી માથું ઉચકી રહેલો જોવા મળી રહ્યો છે. ઇન્ડોનેશિયામાં સ્થાનિક સમય અનુસાર સવારે સાડા સાત વાગ્યે (ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે) આ…

Read More