Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

0f6235717f76e20af486055c0268a73d 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના નેપાળ પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓએ મુક્તિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી. ત્યારબાદ તેઓ પશુપતિનાથ મંદિર પણ જશે. શુક્રવારના રોજ મોદીએ જનકપુરમાં માતા સીતાની પૂજા કરી હતી. પીએમ મોદી મુક્તિનાથ મંદિર કાળા ચશ્મા પહેરીને પહોચ્યા હતા. જ્યારે ગઇકાલે પીએમ મોદી સીતાજીની પિયર જનકપુર પહોંચી માતા જાનકીના દર્શન કર્યા હતા અને અહીં એક સંબોધન પણ કર્યું હતું. નેપાળના મસ્તાંગ જિલ્લાની થોરાંગ લા પર્વતોની વચ્ચે મુક્તિનાથ ધામ 3710 મીટરની ઊંચાઇપર આવેલ છે. મુક્તિનાથ ધામને તમામ પાપોનો નાશ કરનાર તીર્થ મનાય છે. અહીં ભગવાન વિષ્ણુએ પણ વૃંદાને શ્રાપથી મુક્તિ મળી હતી. જલંધર દૈત્યના મૃત્યુ માટે વિષ્ણુએ તેની પત્ની વૃંદાના…

Read More
a0a75af44fd4218e8f18684c08bec2cb

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો. વૃષભ :નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. મિથુન :યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. કર્ક :અંગત રૂપે વધુ સાવચેતી રાખવી પડશે. ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થઈ શક્શે. નોકરીમાં અધિકારી આપના મહત્વને સ્વીકાર કરશે. સિંહ :અટકેલા કામ થશે. નિશ્ચિંતતાથી કાર્ય કરવું. પ્રગતિવર્ધક સમાચાર મળશે. આરોગ્ય સંબંધી સમસ્યાનો ઉકેલ મળશે. કન્યા :પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ…

Read More
ac52c21963f079374c80568f1afd1b0f

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં તિજોરીનું મુખ હોવાથી ધનમાં વૃદ્ધિ થાય છે, દક્ષિણ દિશામાં હોય તો તમારું ધન બહુ ખર્ચાય છે. ઘરમાં ટપકતો નળ આર્થિક નબળાઇની નિશાની હોવાથી તેને તાત્કાલિક ઠીક કરાવો. ઈશાન દિશાની ઉત્તરી કે પૂર્વીય દિવાલ પર તિરાડ હોય તો તિરાડ પર અરીસો લગાવી દો. લાંબા સમયથી તમારા ઘરમાં કચરો હોય તો તુરંત ફેંકી દો. ડાઈનિંગ ટેબલને પશ્ચિમ દિશામાં લગાવો.

Read More
73714c9a6fd8023fedc1ee22d957cc83

બોલિવુડ સિંગર મ્યુઝીક ડિરેક્ટર અને એક્ટર હિમેશ રેશમિયા ફરીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. હિમેશ રેશમિયા એ સોનમ કપૂર સાથે મેરેજ કર્યા છે. સોનિયા એક ટીવી એક્ટ્રેસ છે. તમને જણાવી દઈએ કે, હિમેશ રેશમિયાના બીજા મેરેજ છે. હિમેશે વર્ષ ૨૦૧૬ માં તેની પ્રથમ પત્ની કોમલને તલાક આપ્યો હતો. હિમેશ અને સોનિયાએ મુંબઈમાં મેરેજ કર્યા છે. આ મેરેજ હિમેશના એપાર્ટમેન્ટના ટેરેસમાં થયા હતા. મેરેજમાં ફક્ત ફેમિલી મેમ્બર્સ અને ખાસ ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, બે દિવસ પહેલા મહેંદી સેરેમની થઇ હતી. બીજી તરફ, આજે સાંજે વેડિંગ રિસેપ્શન છે. સોનિયા અને હિમેશ ઘણા વર્ષોથી લિવઇનમાં રહે છે. તેની પહેલા હિમેશ અને તેની…

Read More
0e02ca08fa7985742d0e43c46b6b0b13

બોલિવુડ એક્ટ્રેસ Sridevi ની મોતની તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી કરનારે Sridevi ની મોતની પરિસ્થિતિઓને શંકાસ્પદ જણાવતા તપાસની માંગણી કરી હતી. અરજી એક ફિલ્મના ડિરેક્ટર સુનીલ સિંહે દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જે પરિસ્થિતિઓમાં શ્રીદેવીનું મોત થયું છેતેની તપાસ થવી જોઈએ. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટ પણ આ અરજી ફગાવી ચૂક્યું છે. અરજીકર્તાનો દાવો છે કે, શ્રીદેવીના નામે ઓમાનમાં ૨૪૦ કરોડ રૂપિયામાં ઇન્શ્યોરન્સ પોલિસી જારી થઇ હતી, જેનો લાભ ફક્ત દુબઈમાં મોત થવા પર મળવાનો હતો. આ કારણે શ્રીદેવીની મોતની સ્થિતિ શંકાસ્પદ છે. આ સિવાય અરજીકર્તાએ એવી પણ દલીલ કરી છે કે, ૫ ફૂટ ૭…

Read More
download 4 1

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અને ઉત્તરી કોરિયાના સાશક કીમ જોંગ ઉન પહેલી વખત એક બીજાને મળવાના છે. ૧૨ જુને ડોનાલ્ડ ટ્રંપે અને કીમ જોંગ ઉનની મુલાકાત સિંગાપુરમાં થશે. વાસ્તવમાં માર્ચમાં જ આ ખબર આવી હતી કે, ડોનાલ્ડ ટ્રંપ ઉત્તરી કોરિયાઈ તાનાશાહ કીમ જોંગ ઉનને મળવા માટે તૈયાર થઇ ગયા છે. ત્યાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી ઘોષણા કરી કે તેઓ કોરિયામાં પરમાણું નિઃશસ્ત્રીકરણના મુદ્દા પર ચર્ચા માટે ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઉન સાથે ૧૨ જુને સિંગાપુરમાં મળશે. ટ્રંપે ટ્વીટર પર લખ્યું કે, ‘કીમ જોંગ ઉન અને મારી વચ્ચે થનારી બહુપ્રતિક્ષિત બેઠક ૧૨ જુને સિંગાપુરમાં થશે. અમે બન્ને…

Read More
download 3 1

હવે અંગ્રેજીની સાથે સાથે હિંદી માધ્યમમાં પણ એન્જિનિયરિંગનો અભ્યાસ થઇ શકશે. ટેકનિકલ સંસ્થાઓને તેની સાથે જોડાયેલા કોર્સ હવે હિંદી માધ્યમમાં ભણાવવાની સ્વતંત્રતા મળશે. સરકારે તેને લઇને ટેકનિકલ સંસ્થાઓને આ સગવડ આપી છે. સાથે સાથે તેને પ્રોત્સાહિત કરવા માટે એન્જિનિયરિંગ સાથે જોડાયેલા પુસ્તકોને હિંદીમાં તૈયાર કરવાની પહેલ પણ કરી છે. સરકારનું માનવું છે કે તેનાથી વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગમાં રસ વધશે. કેમ કે અત્યારે ભાષાની સમસ્યાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાથી પાછા પડે છે. એન્જિનિયરિંગનો અભ્યાસ હિંદી માધ્યમમાં કરાવવાની આ પહેલ એઆઇસીટીઇઅે કરી છે. તાજેતરમાં સરકારે તેને મંજૂરી આપી છે. જોકે સંસ્થાઓ પર તેને જબરદસ્તીથી થોપવામાં નહીં આવે. તેઓ પોતાની મરજીથી…

Read More
download 2

ડિરેક્ટર મેઘના ગુલઝારે ‘ફિલહાલ’ અને કેટલાક વર્ષ પહેલા આરુષી તલવાર મર્ડર મિસ્ટ્રી પર આધારિત ફિલ્મ ‘તલવાર’ બનાવી હતી. જેની ખૂબ પ્રશંસા થઇ હતી. હવે મેઘનાએ ફિલ્મ ‘Raazi’ ની સાથે વાસ્તવિક જીવન પર આધારિત ભારતીય જાસૂસની સ્ટોરી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આવો જાણીએ ફિલ્મના રીવ્યુ વિશે. ફિલ્મની સ્ટોરી કાશ્મીરના રહેવાસી હિદાયત ખાન (રજીત કપૂર) અને તેમની બેગમ તેજી (સોની રાજદાન) થી શરુ થાય છે, જેની પુત્રી સહમત (આલિયા ભટ્ટ) દિલ્હીમાં અભ્યાસ કરે છે. ભારતના જાસૂસી ટ્રેનિંગના હેડ ખાલીદ મીર (જયદીપ અહલાવત) હિદાયતના સારા ફ્રેન્ડ હોય છે. હિદાયતનું કામ ગુપ્ત માહિતી યોગ્ય સમય પર દેશની સુરક્ષા માટે યોગ્ય જગ્યાએ પહોચાડવાનું છે.…

Read More
download 1 1

ગોધરાકાંડ બાદ થયેલા આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડ મામલે નીચલી કોર્ટે સજા ફટકાર્યા બાદ આરોપીઓએ સજાને પડકારી અરજી બાબતે આજે ગુજરાત હાઈકોર્ટ ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ઓડ હત્યા કાંડ મામલે ચાર આરોપીની સજા રદ્દ કરી છે. જ્યારે 14 આરોપીની આજીવન કારાવાસની સજા કાયમ રાખી છે. આ પહેલા નીચલી કોર્ટે 18 આરોપીઓને જન્મટીપની સજા ફટકારી હતી. જેમાંથી ગુજરાત હાઈકોર્ટે 14ની સજા કાયમ રાખીને ત્રણની સજા રદ્દ કરી જ્યારે એક આરોપી(હરિષ પટેલ)નું મોત થઈ ગયું છે. નિર્દોષ જાહેર થયેલા 3 આરોપીઓમાં દિલીપ,પુનમ અને નથુ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ આરોપીઓની સાત વર્ષની સજા કાયમ રાખી છે.

Read More
download 1

ગુજરાતભરમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉપર જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. મતલબ કે, આગામી બે દિવસ સુધી તાપમાન 43 ડિગ્રીની પણ ઉપર પહોંચશે. તેમાંય રાજ્યના કેટલાક ભાગોમાં તો ગરમી 45 ડિગ્રીને પણ આંબી જાય તેવી શક્યતા છે. ગુજરાત પરથી વાતા પવનની દિશા બદલાતા છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુરુવારે અમદાવાદમાં તાપમાન 43.3 ડિગ્રીએ પહોંચતા 10 મેનો દિવસ સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. જોકે, આગામી દિવસોમાં ગરમી તેનાથી પણ વધે તેવી શક્યતા છે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદમાં તો જાણે બપોર થતાં જ સ્વયંભૂ કર્ફ્યુ જેવો…

Read More