Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

modi 1

ફોર્બ્સ મેગેઝિન દ્વારા 2018ના સૌથી શક્તિશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે.ફોર્બ્ઝ મેગેઝિને 75 શક્તિશાળી લોકોનાં નામો જાહેર કર્યા છે. આ  યાદીમાં ચાઇનાના પ્રમુખ શી જિનપિંગ ટોચ પર છે અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટીન બીજા નંબર પર છે. અગાઉ પુટિન 4 વર્ષ સુધી નંબર 1 રહ્યા હતા. આ વર્ષે તેઓ નંબર 2 પર પહોંચી ગયા છે. યુ.એસ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને યાદીમાં ત્રીજો સ્થાન આપવામાં આવ્યો છે.જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ નંબર 4 પર છે.એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ આ યાદીમાં નંબર 5 પર છે. પોપ ફ્રાન્સિસ (ધર્મગુરુ, રોમન કેથોલિક ચર્ચ),  નંબર 6 પર છે.  બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટના સ્થાપક) નંબર 7 પર છે.મોહમદ બિન સલમાન અલ (ક્રાઉન…

Read More
iball slide penbook copy

iBall CompBook Premio v2.0ને ફેબ્રુઆરીમાં  રજૂ કર્યા પછી, સ્થાનિક ટેક્નોલોજી કંપનીએ હવે તેની Merit G9 CompBook ભારતમાં રજૂ કરી છે.આ લેપટોપમાં Intel Celeron N3350  પ્રોસેસર છે અને વિન્ડોઝ 10 પર ચાલે છે.કંપનીએ તેની કિમત 13,999 રૂપિયા રાખી છે. કંપનીએ જણાવ્યું છે કે આ લેપટોપનું વજન 1.1 કિલો છે અને ગ્રાહકો માટે આ લેપટોપ કોબાલ્ટ બ્લુ રંગ વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે.વિન્ડોઝ 10 નું લેપટોપ 11.6 ઇંચનું HD (1366×768 પિક્સલ) ડિસ્પ્લે મલ્ટી ટચ ફંક્શન અને ટચપેડ ધરાવે છે.તેમાં 2 ગીગાહર્ટ્ઝ ડીડીઆર 3 રેમ સાથે 2.4GHz ઇન્ટેલ સેલેરોન N335 પ્રોસેસર છે.આ લેપટોપની આંતરિક મેમરી 32 GB છે, જે કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.આ ઉપરાંત,…

Read More
fc7f0e28d877346c16623f78c122a657

સોનમ કપૂર અને આનંદ આહૂજાની મચઅવેટેડ વેડિંગ મંગળવારે અંતે હસી ખુશીથી સંપન્ન થયા છે. મેરેજ બાદ સોનમ કપૂરના પરિવાર તરફથી મુંબઈની હોટલ લીલામાં ગ્રાંડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. રિસેપ્શનમાં બોલિવુડ અને રાજનીતિની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી. રિસેપ્શન દરમિયાન જ્યારે સોનમ કપૂર અને આનંદ આહૂજાની એન્ટ્રી થઇ તો લોકો બસ ન્યૂલી વેડેડ આ કપલને સાથે જોતા રહી ગયા. સોનમ કપૂર અને આનંદ આહૂજાએ સાથે ઘણા ફોટોઝ પણ ક્લિક કરાવ્યા છે. તે દરમિયાન આ બંનેની જોડી વધારે રોમેન્ટિક લાગી રહી હતી. સોનમ કપૂરના મેરેજનો કાર્યક્રમ ૩ દિવસ સુધી ચાલ્યો અને આ ત્રણ દિવસ બોલિવુડ સેલેબ્સ સોનમના મેરેજમાં ખૂબ વ્યસ્ત રહ્યા…

Read More
cd93f3739af268bdfa77f4f1b3ce5f92

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ ૧૦મેના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ.૧૨ની સાથે તાજેતરમાં લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૯ વાગ્યે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાશે ત્યાર બાદ સ્કૂલોને ધોરણ.૧૨ અને ગુજકેટની માર્કશીટ મોકલી આપવામાં આવશે. છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા ઉપર બોર્ડની પરીક્ષાનુ પરિણામ જાહેર થવાની ખોટી તારીખો વાયરલ થઈ હતી. જોકે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાનીની સત્તાવાર તારીખ જાહેર કરી છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયે ધોરણ.૧૨ સાયન્સમાં ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોધાયા હતા જેમાં એ ગ્રુપના ૫૭,૭૬૪, બી ગ્રુપના…

Read More
CM

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સર્વાંગી વિકાસ માટે ગુજરાત રાજ્યની પાલિકાઓને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાં પ્રાથમિક સુવિધાઓ તેમજ લોકોની સુખાકારી માટે રાજય સરકાર દ્વારા વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજરોજ હળવદ નગરપાલિકાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ર૫ લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હળવદ નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ, શહેર પ્રમુખ અજય રાવલ, ઉપ પ્રમુખ જયેશ પટેલ, ચીફ ઓફિસર સાગર રાડીયા તેમજ પાલીકાના સદસ્યગણ ઉપસ્થિત રહ્યા હતા.

Read More
AAG MORBI

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમ વિસ્તારમાં આવેલ ખેડૂતની વાડીએ આજે ચાર વાગ્યાની આસપાસ ભારે પવન ફુંકાવાના કારણે બે જીવતા વીજ વાયર ભેગા થઈ જતાં તેના તીખારા ખેડૂતની ઓરડી પર પડતા આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં બાંધેલ એક ગાય અને ત્રણ વાછરડાં આગની ઝપટે આવી ગયા હતા અને ગાયનું મોત નીપજ્યું હતુ. જ્યારે ત્રણ વાછરડાને પશુ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે જયારે ઓરડીમાં પડેલ ૧૦૦ મળ મગફળી અને ૨૦૦ મળ જેટલું લસળ બળીને ખાખ થઈ ગયું હતું. જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના સુંદરીભવાની…

Read More
MORBI

મોરબી : થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે સામાન્ય જીવન જીવવું કપરું હોય છે. લોહી ન મળે તો તેઓનું જીવન જોખમમાં મુકાઈ છે. ત્યારે મોરબીના એક પિતા પોતાના પુત્રની સ્મૃતિમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી પુરૂ પાડવા માટે છેલ્લા સાત વર્ષથી રક્તદાન કેમ્પ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ ૮૦૦ બોટલ રક્ત એકત્ર કર્યું છે. મોરબીના શનાળા રોડ પર આવેલા ચિત્રાનગર સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ બળવંતભાઈ દફ્તરી (ઉ.વ.૫૧) થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. તેમના બે પુત્રમાંથી સૌથી મોટો પુત્ર કાર્તિક થેલેસેમિયાગ્રસ્ત હતો. દર ૧૫ દિવસે તેમના પુત્રને લોહીની જરૂર પડતી હતી. એવામાં ગત તા.૧૧ /૦૬/૨૦૧૧ના રોજ કાર્તિકનું અકસ્માતમાં નિધન થયું હતું. પુત્રની અણધારી વિદાયથી…

Read More
car

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અનવરપુરા પાસે થી દારૂ ભરેલ જઇ રહેલ કાર પલ્ટીખાઇ જતાં દારૂ રસિકો ને ધી કેળા થઇ ગયાં અને લોકો ઠંડાપીણાની બોટલોની જેમ સોવકોઇ લઇ જતા પોલીસ આવતાં ખાલી પુઠા અને ગાડી નો કાટમાળ મળ્યો . પ્રાંતિજ ના નેશનલ હાઈવે પાસે આવેલ અનવપુરા પાસે થી રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ ફુલ ફાસ્ટ જતી કાર GJ-1-AR 3396 મા  વગર પાસ પરમીટે ભરી ને ફુલ ફાસ્ટ જતી  કાર અચાનક અનવરપુરા પાસે રોડ ઉપર ત્રણ- ચાર પલ્ટી ખાઇ જતાં કુચડો થઇ બાજુમાં આવેલ ખેતરમાં પડી હતી તો ત્યાથી પ્રસાર થતા લોકો ઠંડા પીણાની બોટલ ની જેમ દારૂ ની બોટલો ઉઠાવી ગયાહતા.…

Read More
army4

અમદાવાદ આર્મી જવાન વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. મેસ કોલોનીમાં રહેતા જવાને યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ. અવારનવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હોવાની વાત આવી સામે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

Read More
132207l

કઠુઆ ગેંગરેપ મામલાની સુનાવણીને સુપ્રીમ કોર્ટએ પંજાબ ટ્રાન્સફર કરી દીધી છે. જો કે સુપ્રીમે આ મામલે સીબીઆઈ તપાસની માંગને ફગાવી દિધી છે, કોર્ટે ફેસલો સંભળાવતા કહ્યું કે આ મામલાની સુનાવણી રોજ થશે.હવે આ મામલાની આગળની સુનાવણી 9 જુલાઈના રોજ હાથ ધરાશે, સોમવારે કોર્ટે કઠુઆ ગેંગ રેપની સુનાવણી પઠાણકોટમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે સીબીઆઈ તપાસની માંગનાં આગ્રહથી જોડાયેલી વિભિન્ન પિટીશનોને પણ સુપ્રિમે ફગાવી દીધી છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ નિર્ણય લીધો છે.

Read More