Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

bharatsolanki11

ગુજરાતમાં ૨૨ વર્ષ પછી ફરીથી બેઠી થઈ રહેલી કોંગ્રસના નેતા અહેમદ પટેલ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આક્ષેપ કર્યા અને એના પછી હવે કોંગ્રસ સામે એન.આર.આઈ મેદાનમાં ઉતરી પડયા છે. અમેરિકાના જ્યોર્જીયામા રહેતા નવીન પટેલે હવે સીધુ સીધુ ભરત સિહ સોલંકી પર નીશાન સાધ્યું છે. નવીન પટેલે અમેરિકાથી શુટબુટ માં તૈયાર થઈને ભરત સિહ રંગીન મીજાજના હોવાનો આરોપ કર્યો છે. એમણે એવો પણ આરોપ કર્યો છે કે, ભરત સિહ સોલંકી થોડા સમય પહેલાં અમેરિકા આવ્યા હતા અને અમેરિકામાં એ એમના વેવાઈને ઘરે બોરસદની એક છોકરીને લઈને આવ્યા હતા અને મોજમજા કરી રહ્યા હોવાનો પણ આરોપ કર્યો છે. નવીન પટેલ કહેછે કે…

Read More
HMG electionsymbols

ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોની જાહેરાત થઇ ચુકી છે અને ગુજરાતમાં આચાર સંહિતાનો પણ અમલ થઇ ચુક્યો છે પરંતુ હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઇપણ પક્ષ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શક્યો નથી. વર્ષો પહેલા પરિસ્થિતિ એવી હતી કે પક્ષના નામે નહિ પરંતુ ઉમેદવારના નામે ચુંટણી લડવામાં આવતી હતી. સ્થાનિક સ્વરાજ્યથી માંડીને લોક સભા સુધીની ચુંટણીની ઉમેદવારીમાં મહિનાઓ પહેલા ઉમેદવારના નામો જાહેર થઇ જતા હતા. મતદારો ખુદ પણ આવા દાવેદાર ઉમેદવારોના નામોને આગળ કરતા અને અનુમાનો પણ કરતા કે જો આમને ટીકીટ મળશે તો જ આ પક્ષ આ બેઠક જીતી શકશે અને આમની સામે જો ઉમેદવાર મુકાશે તો આ નહિ…

Read More
images 1

ખુદ બંને પાર્ટીના કાર્યકર્તાઓ જ જણાવી રહ્યા છે કે, ચુંટણીનો રંગ હજુ બરાબર જામતો નથી. અને વાતમાં તથ્ય પણ છે. હાલ ટીવી પર કે અખબારોમાં ચુંટણીના મુદ્દાઓની ચર્ચાઓ અને ભાજપ-કોંગ્રેસ ની એકબીજા તરફી આક્ષેપ-પ્રતિ આક્ષેપની ચર્ચાઓને બદલે પાટીદારો વચ્ચેનો જંગ છેડાઈ ચુક્યો છે. અને એટલે જ ફરી એકવાર લોકોને પણ ઇવન લાગી રહ્યું છે કે, આ તો ચુંટણીનો જંગ છે કે, પાટીદારોની આંતરીક લડાઈ. અને વાતાવરણ જ કૈક એવું જામ્યું છે કે,  હાર્દિક પટેલથી ચાલુ થયેલ પાટીદાર અનામત અંદોલન આજે એની દશા અને દિશા બદલી ચુક્યું છે. હાર્દિક બાદ નરેન્દ્ર  પટેલ અને પાસના અન્ય કન્વીનારોમાં  રેશમા પટેલ અને વરુણ પટેલે…

Read More
rahul modi 660 111813063721 120513120631

કોંગ્રેસ પાર્ટીમાં પાછલા કેટલાક  સમયથી રાહુલ  ગાંધીને અધ્યક્ષ બનાવવની માંગ ઉઠી છે. અને એમાં પણ ગુજરાતમાં એમને શરુ કરેલ ચુંટણી પ્રચાર અને લોકોના કોંગ્રેસ તરફી જુકાવ બાદ કોન્ગીઓ ગેલમાં આવી ગયા હતા. અને એમાં પણ લોકઆંદોલનના ત્રણેય નેતાઓના સમર્થન બાદ કોંગ્રેસને એમ લાગવા લાગ્યું હતું કે, હવે બાજી ફરી એકવાર કોંગ્રેસના હાથમાં આવી ગઈ છે. જો કે, અસલમાં રાજ્યસભાની ચુટણીમાં ભાજપના લાખ પ્રયત્ન છતાં અહમદ પટેલની જીત બાદથી જ કોંગ્રેસની સ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો હતો. અને એમાં પણ તાલુકા પંચાયતની ચુંટણીઓમાં મળેલ જીત બાદ  કોંગ્રેસનો વિશ્વાસ વધ્યો હતો.  આ ચુંટણીઓમાં અમરેલી જીલ્લા પંચાયતની , મોતાભ્ગની તાલુકા પંચાયત, પાલિકા પર કોંગ્રેસના…

Read More

બાયો ડેટા કેટલા પાનાનો હોય.. એક ઉમેદવારે ૧૦૦ પાનાનો બાયોડેટા આપ્યો. સામાન્ય રીતે નોકરી માટેનો બાયોડેટા બે ત્રણ પાનાનો હોય અને ચૂટણીમાં ઉમેદવારી માટેનો બાયો ડેટા તેનાથી વધારે તો ચાર કે છ પાનાનો હોય. જેમાં જે તે વ્યક્તિ કોણ છે તેને કેવા કર્યા  છે, ક્યાં ફિલ્ડમાં કામ કર્યું છે અને તેટલા પાનાઓમાં પોતાની તમામ બાબતોને તેને ઉજાગર કરી હોય. ટૂંકમાં જે તે વ્યક્તિના વ્યક્તિત્વની ટૂંકમાં રજૂઆત- એટલે બાયોડેટા. પરંતુ નવાઈ પમાડે તેવી બાબત એ છે કે કોંગ્રેસના એક ઉમેદવાર દ્વારા સો પાનાનો બાયો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે, જો કે આને બાયોડેટા કહેવા કરતા સો પાનાની એક નાનકડી પુસ્તિકા જ…

Read More
Reshma Patel solo 2

પાટીદાર આંદોલન પછી છવાઈ ગયેલી રેશ્મા પટેલ હવે ભાજપની આંગળી પકડ્યા પછી પટેલોની ભારે નારાજગી વ્હોરી રહી છે. રેશ્મા પટેલને હવે પટેલોએ બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે ચૂંટણી લડવાના મૂડમાં આવેલી રેશ્મા પટેલના પગતળેથી જમીન સરકી રહી છે. ભાજપમાં પટેલ નેતાના નામે વિધાનસભાની ટિકિટ લેવા માંગતી રેશ્મા પટેલ સામે હવે પાટીદારોએ બાંયો ચડાવી છે, પાટીદારોએ રેશ્મા પટેલને ધીમે ધીમે પટેલોના ગ્રુપમાંથી બહાર કાઢવા લાગતાં હવે રેશ્મા પટેલ બઘવાઈ ગઈ છે. પટેલોના નામે ભાજપની નાવ ચલાવવાની ગુલબંગો મારતી રેશ્માના હલેસા હવે પટેલો પાંછા  ખેંચી રહ્યા છે અને સોશિયલ મીડિયાના તમામ ગ્રુપમાંથી હાંકી કાઢી છે. જેના કારણે બઘવાયેલી રેશ્મા પટેલ…

Read More
nirmala

ગુજરાતમાં ભાજપ માટે વિધાનસભાની ટિકિટની ફાળવણી હવે માથાનો દુઃખાવો બની ગે છે. ગુજરાત ભાઅસન્તોષ હવે માથું ઊંચકી રહ્યો છે. આજે ભાજપના સંખ્યાબંધ કાર્યકર્તાઓ નરોડામાં ઉમેદવારની પસંદગી માટે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં હતા. નરોડામાં વર્ષોથી ભાજપ દ્વારા સીધી ઉમેદવારને અપાતી ટિકિટ સામે ભાજપમાંજ વિરોધનો વંટોળ ઉભો થયો છે. નરોડાના સંખ્યાબંધ કાર્યકર્તાઓએ ભાજપના સિંધી ધારાસભ્ય પ્રધાન વાઘવાણીની ટિકિટ કાપવાની માંગણી કરી દેખાવો કર્યા હતા. એમણે આજે ભાજપના કમલમ ખાતે ઉગ્ર દેખાવો શરુ કરતાં ભાજપનું મોવડીમંડળ મુંઝવણમાં મુકાયું છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શિસ્તના લીરેલીરા ઉડાવવામાં આવતા હવે ભાજપે નવો નિર્ણય લીધો છે. પત્રકારો આવા અંસતોષથી દૂર રહે એ માટે તાત્કાલિક ધોરણે ભાજપ…

Read More
1ppof501

થોડા સમય પહેલા ઓપોએ પોતાનો લેટેસ્ટ સેલ્ફી એક્સપર્ટ સ્માર્ટ ફોન  ઓપો f 5 ફિલિપીન્સમાં લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયત 18:9 રેસિયો વાળી ફૂલ એચડી ડિસ્પ્લે છે. આ સાથેજ આ સ્માર્ટ ફોનમાં 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા મળશે  ઓપો f 5 સ્માર્ટ ફોનમાં યુનિબૉડી મેટલ ડિઝાઇન મળી રહી છે. ભારતમાં આ ફોન 2 નવેમ્બરે લોન્ચ થશે. ઓપો f 5 6 ઈંચ ફૂલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ વાળો  ફોન છે. ઓપો ફોન તેના કેમેરા માટે જાણીતો છે. માર્કેટમાં કેમેરાના લીધે તેના દરેક મોડેલ ખુબ સફળ રહ્યા છે, તેની ખાસિયત છે. ઓપો f 5માં ફ્લેસની સાથે 16 મેગાફીક્સલનું સેન્સર લગાવવામાં આવ્યું છે. ભારતમાં 2 નવેમ્બરે લોન્ચ થશે ઓપો f…

Read More
whatsapp

વોટ્સએપે નવું ફીચર ‘ડીલિટ ફોર એવરીવન’નું ઓફિશ્યિલ લોન્ચિંગ કર્યું છે. ગત દિવસોમાં એવી ચર્ચા હતી કે વોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચરને વોટ્સએપે એન્ડ્રોઇડ, આઇઓએસ, વિન્ડોઝ યુઝર્સ માટે શરૂ કર્યું છે. આ ફીચર એ માટે શરૂ કરવામાં આવ્યું છે કે ભૂલથી મોકલાયેલા મેસેજને તમે ડીલિટ કરી શકો. જેમાં યુઝર્સને મેસેજ મોકલ્યા પછી સાત મિનિટ સુધી તેને ડીલિટ કરવાની પણ સુવિધા આપવામાં આવશે. આ ફીચર માત્ર ટેક્સ્ટ મેસેજ માટે જ નથી. યુઝર્સ ફોટોઝ, વીડિયો, જીઆઇએફ, કોન્ટેક્ટ વગેરે ડીલિટ કરી શકશે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ ફીચરનો લાભ લેવા માટે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન સ્માર્ટફોનમાં હોવું જોઇએ. ‘ડીલિટ ફોર એવરીવન’ ફિચર…

Read More
THJC POLLBANNER

અમદાવાદઃ અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતી અનુસાર રાજ્યમાં ચૂંટણી જાહેર થયાના 2 કલાકની અંદર જ 58 હજાર કરતા વધારે પબ્લિસીટી મટિરીયલ રાજ્યભરના રોડ-રસ્તાઓ પરથી હટાવી લેવાયા છે. નોંધનીય છે કે આ મટિરીયલ્સમાં સત્તાપક્ષના નેતાઓના ફોટોવાળા બેનર્સ, પોસ્ટર્સ. બીજા પક્ષો દ્વારા કરાયેલી જાહેરાતો અને દાવાઓના પબ્લિસીટી મટિરીયલ્સનો સમાવેશ થાય છે. ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું હતું કે, ‘42,475 પબ્લિસીટી મટિરીયલ અમદાવાદ જિલ્લામાંથી જ દૂર કરવામાં આવ્યા છે. દિવાલો પરના  પેઈન્ટિંગ્સ પણ દૂર કરી દેવામાં આવ્યાં છે.  તેમ છતાં નેતાઓની તસવીરવાળા બેનરો અને હોર્ડિગ્સ હજુ સુધી કેટલાંક વિસ્તારોમાં દેખાય છે.’ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વૈને જણાવ્યું હતું કે, ‘નેતાઓના નામ અને તસવીરો સરકારી…

Read More