Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

bjp 2

કોંગ્રેસ અને ભાજપ માટે માથાનો દુઃખાવો બની શકે એવો પ્રશ્ન જ પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો હોય છે. કેમ કે, એકવાર સત્તાનો સ્વાદ ચાખી ગયેલા મુરતિયાઓ એમ આસાનીથી એમનો હક જતો કરે તેવા નથી હોતા, અને એટલે જ રાજકારણમાં વંશવાદ જોર પકડે છે. જેમાં  કહેવાય છે કે, કોંગ્રેસમાં એકવાર ઉમેદવારોની પસંદગી થઇ ગઈ પછી એને બહારના દુશ્મનોની જરૂર નથી પડતી. ઘર ફૂટે ઘર જાય એવા હાલ કોંગ્રેસના થાય છે. બીજેપી આરએસએસની ભગીની સંસ્થા હોવાને લીધે અહી થોડા ડીસીપ્લીનમાં રહેવું પડે છે, પરંતુ હાર્યો જુગારી બમણું રમે એમ એક વાર ચુટણીમાં ઉતરેલા ઉમેદવારો ફરી જીતવાની ઉમ્મીદ સાથે ચુંટણી તો લડવા ઈચ્છે જ છે. ભાજપમાં…

Read More
vidya balan laugh 70402010202012124734AM

બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલને શનિવારે સાંજે થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવા પર આપવામાં આવેલા નિર્ણય પર કહ્યું કે, દેશભક્તિની ભાવનાને કોઇ પર થોપી ના શકાય. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે ફિલ્મો પહેલા રાષ્ટ્રગીત વગાડવું જોઇએ. આપણે શાળામાં નથી ભણતા કે દિવસની શરૂઆત રાષ્ટ્રગીતથી કરીએ. તેથી મારું વ્યક્તિગત માનવું છે કે, ફિલ્મો પહેલા રાષ્ટ્રગીત ન વગાડવું જોઇએ. તમે કોઇપણ વ્યક્તિ પર દેશ ભક્તિ થોપી ન શકો. સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશનની મેમ્બર વિદ્યા બાલને કહ્યું કે, જ્યારે તેને આ બોર્ડ સાથે જોડાવાનો મોકો મળ્યો તો તેણે વિચાર્યું કે, તેની પાસે પરિવર્તન લાવવાનો મોકો મળશે. વિદ્યાએ જણાવ્યું કે, ગત સેન્સર બોર્ડ વિશે…

Read More
2018 Yamaha Niken 005

ટોક્યો શહેરમાં યોજાયેલા મોટર શો 2017માં Yamahaએ પોતાનું બેસ્ટ મોડેલ  સ્પોર્ટ્સ બાઈક Yamaha Niken લોન્ચ કર્યું  છે. આ સ્પોર્ટ્સ બાઈકની ખાસિયત છે કે તેમાં ત્રણ પૈડાં છે. LMW  ટેક્નોલોજીથી સજ્જ આ બાઈક પોતાના બેલેન્સને કારણે ખાસ છે.જે લોકો સ્પીડના શોખીન છે તેવા લોકો માટે ખાસ તો આ બાઇક બનવવામાં આવી છે. આ બાઇકના ફ્રન્ટમાં બે પૈડાં અને પાછળ એક પૈડું આપવામાં આવ્યું છે આમ આ બાઈક કંઈક અલગ જ લાગે છે. ત્રણ પૈડાં વાળા આ બાઈકમાં ફ્રન્ટમાં રહેલા બે પૈડાં 15 ઇંચના છે જે સારું બેલેન્સ બનાવી શકશે। બાઈકની લંબાઈ 2150 mm છે. પહોળાઈ 885 mm છે. ઊંચાઈ 1250 mm છે. આ…

Read More
WhatsApp Image 2017 10 28 at 4.50.23 PM

વલસાડ જિલ્લા માં ચૂંટણી ના ચેકીંગ દરમિયાન એસ ઓ જી એ બિન પરવાનગી હથિયાર અને બોગસ લાયસન્સ શાથે ત્રણ આરોપી ને ઝડપી પાડ્યા છે મહત્વ નું એ છે કે જમ્મુ કાશ્મીર બ હોવાથી વલસાડ પોલિસ ના ઉચ્ચ અધિકારીઓ એ તેઓ ની પુછ પરછ ચાલુ કરી છે એસઓજીની ટીમ દ્વારા કોપરલી રોડ સ્થિત શાહ વીરચંદ ગોવનજી જ્વેલર્સના શો રૂમના ગેટ પર ગનમેન તરીકે ફરજ બજાવતો કાશ્મીરી નાગરિક મોહમ્મદ અક્સર મોહમ્મદ હુસેન ગુજ્જર મૂળ રહે. નારસીંગરપુરા પોસ્ટ-ગુન્ની, જિલ્લા- રજૌરી, જમ્મુકાશ્મીરની અટક કરી તો સાથે અન્ય બે આરોપી ને પણ પોલિસ એ ઝાડપયા છે જેઓ બંને પણ જમ્મુ કાશ્મીર ના છે અને તો…

Read More
smart phone

ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર સેમસંગ મોબાઈલ ફેસ્ટિવલની શરુઆત થઈ ગઈ છે. 27 ઓક્ટોબરના રોજ શરુ થયેલા પાંચ દિવસ ચાલનારા આ સેલમાં સ્માર્ટફોન્સ પર 4700 રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો, કયા સ્માર્ટફોન પર કેટલી છુટ મળી રહી છે. Samsung Galaxy A 9 Pro પર 2300 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 25,200 રુપિયા કિંમત ધરાવતો આ સ્માર્ટફોન 22,900માં ઉપલબ્ધ છે. Samsung Galaxy A 5ના 3 GB/32 GB વાળા મૉડલ પર 4510 રુપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી આ સ્માર્ટફોન 19,990 રુપિયામાં ઉપલબ્ધ છે. Samsung Galaxy A 7આ સ્માર્ટફોન 4710 રુપિયા ડિસ્કાઉન્ટ સાથે 22,900 રુપિયામાં ઉપલબ્ધ છે. આ ફોનની કિંમત…

Read More
maxresdefault 2 e1509188924837

રીના બ્રહ્મભટ્ટ જી હા, ચુંટણી નજીક આવતા જ મોટાપાયે તોડફોડનો મહાવરો ધરાવનારા વિવિધ જ્ઞાતિઓના આગેવાનો સહિતના વિવિધ ક્ષેત્રે મોરચો સંભાળવાની  મોટી લેવાલી નીકળી છે, ઇલેકશનનો સમય જ એવો છે કે આવા પંચાતિઆઓનો મોટો ભાવ બોલાય છે. પાંચમાં પુછાતા આવા પંચાતીયાઓ પોતાના હાથમાં આટલા મત છે ને પોતાની સાથે આટલા લોકો તેમ ગાઈ વગાડીને કહીને નબળા ઉમેદવારોને પોતાની લપેટમાં લેતા હોય છે. કેટલાક તો જાતે જ ઉમેદવાર બનીને જ તે પક્ષના ઉમેદવાર પાસે સોદાબાજી કરવા પહોચી જાય છે, જો ભાઈ હું અપક્ષ તરીકે ઉભો રહીશ તો સામેવાળા ઉમેદવારના આટલા મત તોડી નાખીશ અને તેની હારની શક્યતા વધારી દઈને તમને મોટો…

Read More
foreign trip

વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યા વધી રહી છે. જો તમે પણ ફોરેન ટ્રિપ પ્લાન કરી છે તો અહીં તમારા માટે અમુક અગત્યની ટિપ્સ છે.  અહીં તમને અમુક એવી ટિપ્સ આપવામાં આવી છે જે તમને તમારા પ્રવાસ દરમિયાન ઘણી મદદરુપ સાબિત થશે. તમે ગમે તેટલો પર્ફેક્ટ પ્લાન તૈયાર કર્યો હશે, તમારા પ્લાન બદલાઈ પણ શકે છે. ફ્લાઈટ લેટ થાય, વેધર બદલાઈ જાય, કંઈ પણ થઈ શકે છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આવી સ્થિતિ પ્રવાસ દરમિયાન આવવી સ્વાભાવિક છે, તેના કારણે તમારે મૂડ ખરાબ કરવાની જરુર નથી. બહાર વરસાદ છે તો લોકલ કેફેમાં બેસો, લોકલ કલ્ચરને સમજવાનો પ્રયત્ન કરો.…

Read More
deepika padukone

એ વાત જગજાહેર છે કે સંજલ લીલા ભણશાલી એ પરફેક્શનિસ્ટ છે અને તેમના કલાકારો પાસે ખૂબ જ મહેનત કરાવે છે. તેમની સાથે કામ કરવું કંઈ આસાન નથી. પરંતુ લાગે છે કે દીપિકા પાદુકોણને સંજય લીલા ભણશાલી સાથે ફાવી ગયું છે. રામ લીલા અને બાજીરાવ મસ્તાની પછી પદ્માવતીમાં દીપિકા ત્રીજી વાર ભણશાલી સાથે કામ કરી રહી છે. હાલમાં જ ફિલ્મનું પ્રથમ ગીત ઘૂમર રીલીઝ થયું છે. રિપોર્ટ્સ મુજબ દીપિકાએ આ ગીત માટે ખૂબ જ મહેનત કરી હતી. દીપિકાએ પોતે પણ ટ્વીટ કરીને કહ્યું હતુ કે આ તેની કારકિર્દીનું સૌથી અઘરુ ગીત હતુ. પરંતુ લાગે છે કે દીપિકાએ તેના પરફોર્મન્સથી ફિલ્મના ડિરેક્ટર…

Read More
ahmed patel and vijay rupani

સુરતમાં બુધવારના રોજ બે  આતંકવાદીઓની ATS દ્વારા ધરપકડ થયા પછી ભાજપે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પર ગંભીર આરોપ મુક્યા હતા. ગુજરાતમાં એકબાજુ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારના આરોપ-પ્રત્યારોપથી રાજકીય વાતાવરણ ગરમાણું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે, પકડાયેલા બે યુવકોમાંથી એક તે હોસ્પિટલમાં કામ કરતો હતો જેની સાથે અહમદ પટેલ જોડાયેલા છે. ભાજપે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સમક્ષ માંગ મુકી કે તે અહમદ પટેલનું રાજીનામું માંગે. અહેમદ પટેલે ટ્વિટ કરીને આ આરોપો ફગાવ્યા છે અને ભાજપને રાષ્ટ્રીય સુરક્ષા બાબતે રાજનીતિ ન કરવાની સલાહ આપી છે. તેમણે લખ્યું કે, આતંકવાદ…

Read More
rohingya ghu

બાંગ્લાદેશે ત્યાં રહેલા શરણાર્થી રોહિંગ્યાઓની નસબંધી કરાવવાની યોજના બનાવી છે. કેહવાઈ રહ્યું છે કે રોહિંગ્યાઓની વધતી જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે તમામ પ્રયાસો નિષ્ફળ થઈ ગયા છે. તેથી જ આ યોજના ઘડવામાં આવી છે. ગયા મહિને બાંગ્લાદેશે રોહિંગ્યાઓના કેંપમાં કોન્ડમ વિતરણ કર્યા હતા. પરંતુ તેની કોઈ ખાસ અસર દેખાઈ નહીં.  મ્યાનમારમાં હિંસા બાદ લગભગ 6 લાખ રોહિંગ્યા બાંગ્લાદેશમાં શરણાર્થીઓ તરીકે રહેવા લાગ્યાં છે. મ્યાનમારથી આવેલા શરણાર્થીઓને ભોજન અને સ્વચ્છ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખાં મારવા પડી રહ્યા છે. કેટલાંક અધિકારીઓને ડર છે કે આવી સ્થિતિમાં જો જનસંખ્યા પર નિયંત્રણ ન મૂકવામાં આવ્યા તો સ્થિતિ હજુ વધારે ખતરનાક બની શકે છે. જે…

Read More