Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Saurav Ganguly

નવી દિલ્હી : આખરે શશાંક મનોહરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ના પ્રથમ સ્વતંત્ર અધ્યક્ષ પદ છોડ્યું છે. આ સાથે જ તેમનો કાર્યકાળ પૂરો થયો, જે દરમિયાન ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસીમાં પોતાનો પ્રભાવ ગુમાવ્યો છે. મનોહરે નવેમ્બર 2015 માં આઈસીસીના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. હોંગકોંગના ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજા વચગાળાના અધ્યક્ષ રહેશે. આઇસીસી બોર્ડ આગામી સપ્તાહ સુધીમાં આગામી અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયાને મંજૂરી આપે તેવી સંભાવના છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ના પૂર્વ અધ્યક્ષ કોલિન ગ્રેવ્સ, 72 અને ભારતના સૌરવ ગાંગુલી આઈસીસીના અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર છે. 47 વર્ષીય ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીની દાવેદારી એ વાત પર નિર્ભર છે…

Read More
Ali Fazal

મુંબઈ : ફુક્રે એક્ટર અલી ફઝલ આજકાલ મસ્તીના મૂડમાં છે. કોરોના વાયરસને લીધે, બધા લોકો તેમના ઘરોમાં બંધ છે અને આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા એ લોકો સાથે જોડાવા અને આનંદ માણવા માટે એકમાત્ર આધાર બાકી છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા પ્રકારના મીમ્સ બનાવવામાં આવે છે અને શેર કરવામાં આવે છે, જે બોલીવુડ સ્ટાર્સનું ધ્યાન પણ આકર્ષિત કરે છે. આવું એક મીમ અલી ફઝલને ગમ્યું છે અને તે શેર કર્યું છે. જેમ કે દરેક જાણે છે કે, કોરોના વાયરસથી બચવા માટે પ્રતિરક્ષા (ઇમ્યુનીટી) જરૂરી છે. આવી સ્થિતિમાં, સમગ્ર દેશ અને વિશ્વના લોકો તેમની પ્રતિરક્ષા વધારવા માટે ઘણી વસ્તુઓ કરી રહ્યા…

Read More
Share Market 5

નવી દિલ્હી : દેશ અનલોક -2 માં પ્રવેશી ચુક્યો છે. તે જ સમયે, આર્થિક પ્રવૃત્તિઓ પણ પાટા પર આવી ગઈ છે. આ જ કારણ છે કે કોરોનાના વધતા જતા કેસો હોવા છતાં, શેરબજારમાં રોકાણકારોની રુચિ વધી છે. જોકે, શેરબજારના નિષ્ણાતો કહે છે કે રોકાણકારોની આ રુચિ હંગામી છે. 2 જુલાઈ, ગુરુવારે સેન્સેક્સ 300 પોઇન્ટ વધીને શરૂઆતના કારોબારમાં, 35,6૦૦ ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 100 પોઇન્ટના ઉછાળા સાથે 10,500 ના આંકને પાર કરતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, બીએસઈ ઈન્ડેક્સમાં મારુતિ, રિલાયન્સ, એચયુએલ અને એક્સિસ બેંકના શેર ધીમા હતા, જ્યારે ઓએનજીસી, મહિન્દ્રા, ઈન્ડસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, એચડીએફસી બેંક અને…

Read More
Hansal Mehta

મુંબઈ : કોરોના વાયરસને કારણે પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કરને થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો છે, પરંતુ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા 819 કલાકારોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ એપિસોડમાં બોલિવૂડ સ્ટાર્સ ઋત્વિક રોશન અને આલિયા ભટ્ટને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, ઓસ્કર માટે આલિયા, ઋત્વિક નિષ્ઠા જૈન, અમિત માધેશીયા, ડિઝાઇનર નીતા લુલા, કાસ્ટિંગ ડિરેક્ટર નંદિની શ્રીકાંત, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સુપરવાઈઝર વિશાલ આનંદ અને સંદીપ કમલ જેવા કલાકારોને આમંત્રણ અપાયું છે. જો તે બધા આ આમંત્રણ સ્વીકારે તો તેમને એવોર્ડ શોમાં મત આપવાની તક મળશે. હવે…

Read More
Maruti Suzuki

નવી દિલ્હી : કોવિડ – 19 સંકટને કારણે એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં લોકડાઉન હતું, જેને પગલે ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો હતો. જો કે, 8 જૂન પછી, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે ફરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે કંપનીઓના વેચાણમાં સુધારો થઈ રહ્યો છે. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ સહિત અનેક મોટી ઓટો કંપનીઓએ જૂન મહિનામાં વેચાણના આંકડા જાહેર કર્યા છે. મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) એ જૂનમાં કુલ 57,428 કાર વેચી દીધી છે. જોકે, એક વર્ષ અગાઉની તુલનામાં વેચાણમાં લગભગ 54 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકીએ…

Read More
Sidhdharth

મુંબઈ : જ્યારથી સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારથી સમાચાર બજાર ગરમ છે. આ 59 એપ્લિકેશનમાંથી એક ટિકટોક એપ્લિકેશન શામેલ છે, જેના પર લાખો ભારતીયો દરરોજ પોતાનો વિડીયોઝ બનાવતા જ રહેતા હતા. સામાન્ય લોકોમાંથી બોલિવૂડ અને ટીવી સાથે સંકળાયેલા ઘણા મોટા સ્ટાર્સ પણ ટિકટોક દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. ટિકટોક પર ઘણા સ્ટાર્સના લાખો ફોલોઅર્સ હતા, જેઓ આતુરતાપૂર્વક તેમના પ્રિય સ્ટાર્સના વિડીયોઝની પણ રાહ જોતા હતા. પરંતુ જ્યારે દેશભક્તિની વાત આવી ત્યારે ભારત ના તમામ લોકોએ એક થઈને બધાએ મળીને સરકાર દ્વારા ચીની એપ્સ બંધ કરવાને સમર્થન આપ્યું હતું. જ્યારે ટિકટોક પર પ્રતિબંધ અંગે બિગ બોસના 13…

Read More
Vivo X50 Series

નવી દિલ્હી : વિવો (Vivo) ટૂંક સમયમાં ભારતમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Vivo X50 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેને થોડા સમય પહેલા ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ તેના ભારતીય ટ્વિટર હેન્ડલથી આ સ્માર્ટફોનનું એક ટીઝર પોસ્ટ કર્યું છે. વીવો X50 પ્રો ની વિશેષતા તેમાં આપવામાં આવેલ ગિમ્બલ લેવલ કેમેરો છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સાથે વીડિયો સ્ટેબિલાઇઝેશન ગિમ્બલ લેવલનું રહેશે. એટલે કે, જો ગિમ્બલનો ઉપયોગ ન કરવામાં આવે, તો વિડીયોમાં પણ, આંચકો આવશે નહીં અને સ્થિર રહેશે. વીવો X50 સિરીઝની અંદર ત્રણ સ્માર્ટફોન છે – વિવો X50, વિવો X50 પ્રો અને વિવો X50 પ્રો +. ડિઝાઇનની…

Read More
Sushant Singh Rajput 9

મુંબઈ : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં તપાસ સતત ચાલી રહી છે, પરંતુ આ હોવા છતાં ચાહકો દર થોડા દિવસોમાં નવા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક ટ્વીટ્સ અનિવાર્ય રીતે શેર કરવામાં આવી રહ્યા છે. આ ટ્વીટમાં વિકિપિડિયા પર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમય અંગે પ્રશ્નો ઉભા થયા છે. વાયરલ થતા ટ્વીટ્સમાં ચાહકોએ સુશાંત સિંહ રાજપૂતના વિકિપીડિયા પેજનો રિવિઝન ઇતિહાસ શેર કર્યો છે. ટ્વિટ અનુસાર, તેમના મૃત્યુ અંગેની માહિતી સુશાંતના વિકિપીડિયા પેજ પર 14 જૂન સવારે 8.59 વાગ્યે અપડેટ કરવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીની ઉપલબ્ધ માહિતી અનુસાર સુશાંત સવારે 9.30 વાગ્યે…

Read More
Hindustani Bhau

મુંબઈ : હિન્દુસ્તાની ભાઉ (વિકાસ પાઠક) આ દિવસોમાં ચર્ચામાં છે. એકતા કપૂર અને અનુષ્કા શર્મા પર નિશાન સાધનારા હિન્દુસ્તાની ભાઉએ હવે મોટો દાવો કર્યો છે. તેણે મુંબઈ પોલીસને પણ આ અંગે જાણ કરી દીધી છે. હિન્દુસ્તાની ભાઉનો નવો દાવો હિન્દુસ્તાની ભાઉએ જણાવ્યું કે, તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)ના લેફ્ટનન્ટ કર્નલ દ્વારા ધમકી આપવામાં આવી છે. ભાઉએ ટ્વિટ કરીને લખ્યું કે- આઈએસઆઈ લેફ્ટનન્ટ કર્નલ મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અને કહ્યું કે અમારા લોકો તમારા શહેર પહોંચી ગયા છે. ભાઉએ તે નંબર વિશે પણ જણાવ્યું છે કે જેનાથી તેને ધમકી મળી રહી છે. ભાઉએ તેની પાસે કોલનું સંપૂર્ણ…

Read More
Narendra Modi 6

નવી દિલ્હી : લદ્દાખની ગલવાન ખીણમાં ચીનની કરતૂતોની ભારત આર્થિક મોરચે નુકસાન પહોંચાડી રહ્યું છે. 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો (Weibo)થી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદી વર્ષ 2015 માં વેઈબો સાથે સંકળાયેલા હતા. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, વડાપ્રધાન મોદીએ ચીનમાં 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી આ નિર્ણય લીધો છે. એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, વીઆઈપી ખાતાને કાઢી (ડીલીટ) નાખવાની પ્રક્રિયા જટિલ છે. જો કે, ખાતાને કાઢી નાખવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેને ચીન તરફથી મંજૂરી આપવામાં લાંબો વિલંબ કરવામાં આવી રહ્યો છે…

Read More