સરકારી ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક! BELમાં 350 એન્જિનિયરોની ભરતી, 18 નવેમ્બર સુધી જ ભરાશે ફોર્મ
જો તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થી છો અને ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતી કોઈ પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક સરસ તક સામે આવી છે. નવરત્ન જાહેર ક્ષેત્રની કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા પ્રોબેશનરી એન્જિનિયર (Probationary Engineer)ની જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
ઈચ્છુક અને લાયક ઉમેદવારો આ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ચાલો આ ભરતી સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો જાણીએ જેમ કે લાયકાત, વય મર્યાદા, પગાર અને અરજી કરવાની પ્રક્રિયા.

કુલ 350 પદો પર થશે ભરતી
BEL ની આ ભરતી દ્વારા કુલ 350 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે મુખ્યત્વે બે એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં વહેંચાયેલી છે:
પ્રોબેશનરી એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ): 200 જગ્યાઓ
પ્રોબેશનરી એન્જિનિયર (મેકેનિકલ): 150 જગ્યાઓ
પસંદગી પામેલા ઉમેદવારોનું પોસ્ટિંગ ભારત સરકારના આ ઉપક્રમની દેશભરમાં આવેલી વિવિધ યુનિટ્સ અને ઓફિસોમાં કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
લાયકાત: અરજદાર પાસે સંબંધિત ટ્રેડ (ઈલેક્ટ્રોનિક્સ અથવા મેકેનિકલ)માં BE, BTech અથવા 4 વર્ષની BSc એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. જનરલ, ઓબીસી (OBC) અને ઈડબલ્યુએસ (EWS) ઉમેદવારો માટે ડિગ્રીમાં ‘ફર્સ્ટ ક્લાસ’ હોવું ફરજિયાત છે, જ્યારે એસસી (SC), એસટી (ST) અને પીડબલ્યુબીડી (PwBD) ઉમેદવારો નિયમો અનુસાર પાસિંગ માર્ક્સ ધરાવતા હશે તો પણ લાયક ગણાશે.
વય મર્યાદા: 1 ઓક્ટોબર 2026 સુધીમાં જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે, સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
શાનદાર પગાર અને વાર્ષિક CTC
આ પદો માટે પસંદ થયેલા ઉમેદવારોને E-2 ગ્રેડમાં નમણૂક આપવામાં આવશે.
પે સ્કેલ: પસંદ થયેલા યુવાનોને ₹40,000 થી લઈને ₹1,40,000 સુધીનો પગાર મળશે.
વાર્ષિક CTC: કંપનીના નિયમો મુજબ, આ પદો પર ઉમેદવારોને વાર્ષિક લગભગ ₹13 લાખની સીટીસી (Cost to Company) મળશે.
પસંદગી પ્રક્રિયા (Selection Process) અને પરીક્ષાની પેટર્ન
ઉમેદવારોની પસંદગી એક પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે, જેમાં મુખ્ય બે તબક્કા છે:
કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT): આ પરીક્ષા 85 માર્ક્સની રહેશે. જેમાં કુલ 125 બહુવિકલ્પ (MCQ) પ્રશ્નો પૂછવામાં આવશે, જેને ઉકેલવા માટે 120 મિનિટ (2 કલાક)નો સમય મળશે.
ઈન્ટરવ્યુ: આ 15 માર્ક્સનું રહેશે.
નેગેટિવ માર્શિંગ: પરીક્ષામાં પ્રત્યેક ખોટા જવાબ માટે 1/4 (0.25) માર્ક્સ કાપવામાં આવશે.
અરજી ફી અને મહત્વની તારીખો
મહત્વની તારીખ: આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 28 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 18 નવેમ્બર 2026 સુધી સત્તાવાર વેબસાઈટ દ્વારા અરજી કરી શકે છે.
અરજી ફી: જનરલ, EWS અને OBC વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹1,180 (₹1000 + GST) છે. જ્યારે SC, ST, PwBD અને પૂર્વ સૈનિક (Ex-Servicemen) ઉમેદવારોને અરજી ફીમાંથી સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
અરજી કેવી રીતે કરવી? (Step-by-Step Guide)
સૌથી પહેલા BEL ની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર જાઓ.
હોમપેજ પર આપેલા ‘Careers’ સેક્શનમાં જઈને ‘પ્રોબેશનરી એન્જિનિયર ભરતી 2026’ નોટિફિકેશન પર ક્લિક કરો.
જાહેરાત ધ્યાનથી વાંચ્યા પછી તમારી અંગત અને શૈક્ષણિક વિગતો ભરો.
માગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો (Documents) યોગ્ય સાઈઝમાં અપલોડ કરો.
ફોર્મ સબમિટ કરતા પહેલાં એકવાર બધી વિગતો ફરીથી ચકાસી લો.
તમારી કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો અને પહોંચ (Receipt) સાચવીને રાખો.
અંતમાં, ફાઈનલ સબમિટ કરીને તમારા અરજી ફોર્મની એક પ્રિન્ટઆઉટ કાઢીને તમારી પાસે રાખી લો.

