Gujarat: લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવાની બાબતને અંતિમ રુપ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હોટ કેક બનેલી ભરુચ લોકસભા સીટ પર ઔવેસીની પાર્ટી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવા જઈ રહી છે.
AIMIMના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાએ જણાવ્યું કે AIMIM ગુજરાતમાં બે સીટ પર ચૂંટણી લડવા જઈ રહી છે. ભરુચ અને ગાંધીનગરની સીટ પર AIMIM ઉમેદવાર ઉભો રાખશે.
તેમણે વધુમાં કહ્યું કે ભરુચની સીટ મુસ્લિમ સીટ છે અને આ સીટ પરથી અહેમદ પટેલ સાંસદ રહી ચૂક્યા છે. ભરુચની સીટ જીતી શકાય છે.
ભરૂચ સંસદ બેઠક પર અનુ.જાતિના મતદારો અંદાજે 61,004 છે જે 2011ની વસ્તી ગણતરી મુજબ લગભગ 3.9 ટકા છે.જ્યારે ST મતદારો આશરે 6,05,347 છે જે 2011ની વસ્તી ગણતરી મુજબ લગભગ 38.7 ટકા છે.
ભરૂચ સંસદ બેઠક પર મુસ્લિમ મતદારો અંદાજે 3,48,454 છે જે મતદાર યાદી વિશ્લેષણ મુજબ લગભગ 9.5 ટકા છે. સાત વિધાનસભાને આવરી લેતી ભરુચ લોકસભાની સીટ પર હવે AIMIMની એન્ટ્રી થતાં આપના ઉમેદવાર ચૈતર વસાવા માટે નવો પડકાર ઉભો થયો છે.
AIMIM મુસ્લિમ વોટર્સમાં મોટું ગાબડું પાડી દેતો ચૈતર વસાવા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. ચૈતર વસાવા હવે આ નવા સમીકરણમાં કેવી રણનીતિ અપનાવે છે તે જોવાનું રહે છે.