કોરોના ના કેસ વધતા જ પોલીસે માસ્ક અભિયાન ફરી ચાલુ કરી દીધું છે ત્યારે ભાવનગર ના તળાજા માં ઘર્ષણ નો બનાવ બન્યો છે અહીં પોલીસ ની ટીમ આજે સાંજના અરસામાં તળાજા શહેરના તિલક ચોકી ખાતે ફરજ ઉપર હતી તે સમયે એક મહિલા નાની બાળકીને લઈ દેવડી ચોકથી તિલક ચોક તરફ મોઢે માસ્ક પહેર્યા વિના નીકળ્યા હતા. જેને માસ્કના દંડની પાવતી પકડાવતા મહિલાએ પિત્તો ગુમાવી દઇ ઉશ્કેરાઈ જઈ ‘ શેનો દંડ ભરવાનો, મારે કોઈ દંડ ભરવાનો ન હોય, તમે મને ઓળખતા નથી, હું તમને જોઈ લઈશ’ તેમ કહેતા પોલીસ સાથે ઘર્ષણ થતા તેણે પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન ઘનેશ્વરભાઈ જાની અને હિરલબેન સોલંકી ને પકડી ઝપાઝપી કરી વાળ પકડી બન્નેને ખેંચી ચપ્પલ વડે મુંઢ માર મારી મોઢાના ભાગે નખ મારી દઈ મોઢા પર બચકું ભરી બન્ને મહિલા પોલીસને ઈજા પહોંચાડી નોકરીમાં હાની પહોંચાડવાની ધમકી આપતા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન જાનીએ વનિતાબેન ભરતભાઈ બારૈયા (રહે, ટોકીઝનો ઢાળ, તળાજા) વિરૂધ્ધ આઈપીસી ૩૩૨, ૨૬૯, ૧૮૯, ૫૦૪ મુજબ ગુનો નોંધાવતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
મંગળવાર, મે 6
Breaking
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો