સુરતમાં યોજાયેલા 52મા એથ્લેટિક રમોત્સવમાં ભીલાડની સરકારી કોલેજના ખેલાડીઓનો દમદાર દેખાવ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ગોળાફેંક, બરછી ફેંક અને લાંબીકુદમાં મેડલની વરસાદ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા સુરત ખાતે આયોજિત ૫૨માં એથ્લેટિક ખેલકૂદ રમતોત્સવમાં વલસાડ જિલ્લાની ભીલાડ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ૨૮ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન ચાલેલા આ રમતોત્સવમાં કોલેજના ૧૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી તેજસ્વી તારલાઓએ વિવિધ સ્પર્ધાઓમાં કુલ ૬ મેડલ મેળવી કોલેજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

દામિની અને રોહિતની મેડલ વિજયી કૂચ

કોલેજની હોનહાર વિદ્યાર્થિની માલકરી દામિનીએ પોતાની શક્તિનું પ્રદર્શન કરતા ગોળા ફેંકમાં ૭.૫૯ મીટર અને બરછી ફેંક (Javelin Throw) માં ૨૫.૦૨ મીટરનું અંતર કાપી યુનિવર્સિટી કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવી બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. બીજી તરફ, ભાઈઓની લાંબી કુદની સ્પર્ધામાં રાઠોડ રોહિતે ૬.૨૫ મીટરનો લાંબો કૂદકો લગાવી ગોલ્ડ મેડલ જીતી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

bhilad government college university athletic meet medals 1.png

- Advertisement -

દિવ્યાંગ ખેલાડી નીલુ રવિદાસની પ્રેરણાદાયી સિદ્ધિ

આ રમતોત્સવમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર કોલેજની દિવ્યાંગ વિદ્યાર્થિની રવિદાસ નીલુ રહી હતી. જીવનમાં પ્રથમવાર રમતગમત સ્પર્ધામાં ભાગ લેવા છતાં નીલુએ અદભૂત જુસ્સો બતાવ્યો હતો. તેણે ૫૦ મીટર દોડ અને લાંબી કુદમાં પ્રથમ ક્રમે રહી ૨ ગોલ્ડ મેડલ તથા ગોળા ફેંકમાં દ્વિતીય ક્રમે રહી ૧ સિલ્વર મેડલ, એમ કુલ ૩ મેડલ જીતીને સાબિત કર્યું કે મજબૂત મનોબળ આગળ શારીરિક મર્યાદાઓ નડતી નથી.

bhilad government college university athletic meet medals 2.png

- Advertisement -

કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ

વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કે. એ. ભોયે અને સમગ્ર સ્ટાફે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓને મેદાન પર તૈયાર કરવામાં શારીરિક શિક્ષણ વિભાગના ડૉ. ભગીરથ પટેલનું માર્ગદર્શન મહત્વનું રહ્યું હતું. આ જીતથી ભીલાડ પંથકના અન્ય વિદ્યાર્થીઓમાં પણ રમતગમત પ્રત્યે ઉત્સાહ અને રુચિ વધશે તે ચોક્કસ છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.