રણમેદાન બન્યું કોંગ્રેસ મુખ્યાલય! AI સમિટ મુદ્દે ભાજપના કાર્યકરોનો જોરદાર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ અને હોબાળો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

AI સમિટમાં હંગામો: ભાજપ અને કોંગ્રેસ સામસામે, દિલ્હીમાં બેરિકેડ્સ તોડી ભાજપનો વિરોધ પ્રદર્શન

ભારત મંડપમમાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ AI સમિટ 2026 હવે રાજકીય અખાડો બની ગઈ છે. શુક્રવારે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના જવાબમાં આજે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયની બહાર ભાજપના કાર્યકર્તાઓએ ભારે હોબાળો કર્યો હતો અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ પણ તોડી નાખ્યા હતા.

વિવાદની શરૂઆત: યુથ કોંગ્રેસનો વિરોધ

ઘટનાની વિગતો મુજબ, શુક્રવારે (20 ફેબ્રુઆરી) દિલ્હીના ભારત મંડપમ ખાતે જ્યારે AI સમિટ ચાલી રહી હતી, ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રો લખેલી ટી-શર્ટ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડાઈ હોવાનો ભાજપે આરોપ લગાવ્યો છે.

- Advertisement -

BJP1.jpg

ભાજપનો પલટવાર અને દેશવ્યાપી પ્રદર્શન

કોંગ્રેસના આ વિરોધના જવાબમાં શનિવારે ભાજપે મોરચો ખોલ્યો છે. દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. દિલ્હીના અકબર રોડ પર સ્થિત કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ ‘દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે’ તેવા પોસ્ટરો સાથે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દિલ્હી પોલીસે બે લેયરનું બેરિકેડિંગ કર્યું હતું, પરંતુ ગુસ્સે ભરાયેલા કાર્યકર્તાઓએ તેને તોડી નાખ્યું હતું, જેના પરિણામે પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

- Advertisement -

મનોજ તિવારીનો પ્રહાર: “આ દેશદ્રોહ છે”

આ વિરોધ પ્રદર્શનમાં દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને સાંસદ મનોજ તિવારી પણ જોડાયા હતા. મનોજ તિવારીએ આકરા શબ્દોમાં કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે:

“AI સમિટમાં 80થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભારતની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસે ‘ભાડાના ગુંડાઓ’ લાવીને દેશના ગૌરવને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ માત્ર વિરોધ નથી પણ દેશદ્રોહ છે અને જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.”

BJP.jpg

કાનૂની કાર્યવાહી: યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોર્ટમાં

બીજી તરફ, શુક્રવારે ભારત મંડપમ ખાતે હંગામો કરવા બદલ ધરપકડ કરાયેલા યુથ કોંગ્રેસના ચાર પદાધિકારીઓને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કૃષ્ણા હરિ અને અજય કુમાર જેવા નેતાઓનો સમાવેશ થાય છે. બચાવ પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા અને લોકશાહીમાં તેમને વિરોધ કરવાનો અધિકાર છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.