મગજની તંદુરસ્તી તમારા હાથમાં: ગંભીર બીમારીઓથી બચવા માટેની ૬ પાયાની આદતો

3 Min Read

જીવનશૈલીમાં ફેરફારથી મગજના ગંભીર રોગોથી બચાવ શક્ય

મસાચુસેટ્સ જનરલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ અભ્યાસ મુજબ, જો વ્યક્તિ પોતાની દિનચર્યા અને જીવનશૈલીમાં યોગ્ય અને સ્વસ્થ ફેરફાર કરે, તો મગજ સંબંધિત અનેક ગંભીર બીમારીઓથી બચી શકાય છે. અભ્યાસ કહે છે કે યોગ્ય જીવનશૈલી અપનાવવાથી:

  • લગભગ ૬૦% સ્ટ્રોક
  • ૪૦% ડિમેન્શિયા (સ્મૃતિભ્રંશ)
  • અને ૩૫% ડિપ્રેશન (નિરાશા / નતાશા)

ને અટકાવી શકાય છે. આથી સ્પષ્ટ થાય છે કે આપણું દૈનિક જીવન, આહાર અને આદતો મગજના સ્વાસ્થ્ય પર ખૂબ જ ઊંડી અસર કરે છે.

- Advertisement -

images 1.jpeg

મગજને સ્વસ્થ રાખવા માટેની ૬ મહત્વપૂર્ણ આદતો

અભ્યાસમાં મગજને લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય રાખવા માટે નીચેની છ મહત્વપૂર્ણ આદતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે

- Advertisement -

૧. બૌદ્ધિક પ્રવૃત્તિ (Cognitive Activity)

મગજને સક્રિય રાખવું ખૂબ જરૂરી છે. રોજિંદા જીવનમાં કોયડા ઉકેલવા વાંચન કરવું નવી ભાષા શીખવી લેખન કે ગણિત જેવી પ્રવૃત્તિઓ કરવી આ બધાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને સ્મૃતિ શક્તિ મજબૂત બને છે.

૨. દારૂનું સેવન ટાળવું

- Advertisement -

વધારે પ્રમાણમાં દારૂ પીવાથી મગજની કોષિકાઓને નુકસાન થાય છે. તેથી દારૂનું સેવન મર્યાદિત કરો અથવા શક્ય હોય તો સંપૂર્ણપણે ટાળો આ મગજ અને સમગ્ર શરીર માટે લાભદાયી છે.

૩. સંતુલિત અને પૌષ્ટિક આહાર

મગજને યોગ્ય પોષણ મળવું જરૂરી છે. આ માટે:

  • ફળો અને લીલા શાકભાજી
  • દૂધ અને ડેરી ઉત્પાદનો
  • માછલી, બદામ, અખરોટ
  • ઓછું તેલ અને ઓછું મીઠું

વાળો આહાર લેવો જોઈએ. આવો ખોરાક મગજની રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે.

૪. શારીરિક પ્રવૃત્તિ

નિયમિત કસરત માત્ર શરીર નહીં પરંતુ મગજ માટે પણ જરૂરી છે. જેમ કે

  • રોજ ચાલવું
  • યોગ અને પ્રાણાયામ
  • સાયકલ ચલાવવી
  • હળવી કસરતો

આ બધાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મગજ સુધી પૂરતું ઓક્સિજન પહોંચે છે.

૫. જીવનમાં હેતુ અને લક્ષ્ય

જેનાં જીવનમાં કોઈ હેતુ, સપનું કે લક્ષ્ય હોય છે, તેઓ માનસિક રીતે વધુ મજબૂત હોય છે. જીવનમાં:કંઈક હાંસલ કરવાની ઈચ્છા શીખતા રહેવાની ભાવના માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે અને ડિપ્રેશનથી બચાવે છે.

૬. સામાજિક જોડાણ

એકલતા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તેથી પરિવાર સાથે સમય વિતાવો મિત્રો સાથે વાતચીત રાખો. સમાજિક પ્રવૃત્તિમાં જોડાઓ.મજબૂત સામાજિક સંબંધો મગજને ખુશ અને સક્રિય રાખે છે.

close up running shoes fitness women training jogging scaled.jpg

મગજના સ્વાસ્થ્ય માટે જોખમી પરિબળો

અભ્યાસ મુજબ કેટલીક આદતો અને પરિસ્થિતિઓ મગજની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેમ કે

  • હાઈ બ્લડ પ્રેશર
  • વધારે વજન અથવા મેદસ્વીપણું (High BMI)
  • હાઈ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ
  • ધૂમ્રપાનનો ઇતિહાસ
  • કિડનીના રોગો
  • ઊંઘની સમસ્યા
  • લાંબા સમયથી રહેતો દુખાવો
  • એકલતા અને સતત માનસિક તણાવ

આ પરિબળો સ્ટ્રોક, સ્મૃતિભ્રંશ અને ડિપ્રેશનનું જોખમ વધારે છે.

ક્યાંથી શરૂઆત કરવી?

હાઈ બ્લડ પ્રેશર મગજના રોગો માટે સૌથી મોટું જોખમ છે. તેથી શરૂઆત માટે

  • મીઠાનું સેવન ઓછું કરવું
  • નિયમિત કસરત કરવી
  • બ્લડ પ્રેશર નિયમિત ચેક કરાવવું
  • તણાવ ઓછો રાખવો

આ નાની પરંતુ મહત્વપૂર્ણ શરૂઆત તમારા મગજ તેમજ સમગ્ર શરીર માટે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે.

 

Share This Article