હળવદના સુંદરીભવાની નજીકથી દારૂ ઝડપાયો, પોલીસને જોઈ આરોપી ફરાર
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામથી સરંભડા જવાના રસ્તે કેનાલ પાસેથી બાઈકમાં દારૂ લઇ જતો ઇસમ પોલીસને જોઇને નાસી ગયો હતો જયારે પોલીસે ઈંગ્લીશ દારૂ અને બાઈક સહીતનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુંદરીભવાનીથી સરંભડા જવાના રસ્તે આરોપી સુરેશ ભાવસિંગ વાસણે પોતાના બાઈકમાં દારૂ લઈને નીકળવાનો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી જેમાં હોન્ડા સાઈન પર આરોપીઓ નીકળતા પોલીસને જોઇને બાઈક સહિતનો મુદામાલ કેનાલ પાસે મૂકી આરોપી નાસી ગયો હતો પોલીસે સ્થળ પરથી હોન્ડા સાઈન બાઈક અને દારૂની ૩૦ બોટલ મળીને કુલ રૂ ૨૯,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સુરેશ ભાવસીંગ વાસણે (ઉ.વ.૧૯) રહે ચરાડવા તા. હળવદ વાળા વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
જે કામગીરીમાં હળવદ પીઆઈ એમ વી પટેલ, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, પંકજભાઈ જસમતભાઈ પીપળીયા, મનોજભાઈ ગોપાલભાઈ પટેલ અને રણજીતસિંહ રાઠોડ સહિતની ટીમ જોડાયેલ હતી