શું ઉનાળામાં ઉકાળો પીવો સુરક્ષિત છે? આયુર્વેદિક ડોક્ટર પાસેથી જાણો ગરમીમાં ઉકાળો પીવાના ફાયદા અને નુકસાન

3 Min Read

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉકાળો પીવો હિતાવહ છે? જાણો આયુર્વેદિક ડોક્ટરનો અભિપ્રાય અને બનાવવાની સાચી રીત

આપણા દેશમાં ઉકાળો એટલે કે ‘કાઢો’ એ પરંપરાગત ઔષધિ માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે ઉકાળો માત્ર શિયાળામાં અથવા તો કોઈ ચેપ (Infection) લાગે ત્યારે જ પીવો જોઈએ. ખાસ કરીને જ્યારે ઉનાળો શરૂ થાય ત્યારે માતા-પિતા મૂંઝવણમાં હોય છે કે શું ગરમ તાસીર ધરાવતો ઉકાળો બાળકો કે વડીલોને આપી શકાય?

આયુર્વેદિક નિષ્ણાતો અને ‘આશા આયુર્વેદ’ના ડાયરેક્ટર ડો. ચંચલ શર્માના જણાવ્યા અનુસાર, ઉકાળો દરેક ઋતુમાં પી શકાય છે, પરંતુ શરત એટલી કે તેમાં વપરાતી સામગ્રી ઋતુ પ્રમાણે બદલાવી જોઈએ. ચાલો સમજીએ ઉનાળામાં ઉકાળાનું ગણિત.

- Advertisement -

 kada.jpg

આયુર્વેદમાં ઉકાળાનું મહત્વ

આયુર્વેદમાં સદીઓથી ઉકાળાનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવા અને પાચનતંત્ર મજબૂત કરવા માટે થાય છે. ઉકાળો બનાવવાની રીત એટલે કેટલીક ચોક્કસ જડીબુટ્ટીઓને પાણીમાં ઉકાળી, તેને ગાળીને પીવું. તે શરીરમાં રહેલા હોર્મોન્સને સંતુલિત રાખે છે અને વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે. જોકે, ઉનાળામાં આપણા શરીરમાં ‘પિત્ત દોષ’ વધી જાય છે, તેથી ગરમ તાસીરની વસ્તુઓનો ઉકાળો નુકસાન કરી શકે છે.

- Advertisement -

ઉનાળામાં ગરમ ઉકાળો પીવાના ગેરફાયદા

જો તમે ઉનાળામાં મરી, લવિંગ કે વધુ પડતા આદુવાળો ઉકાળો પીવો છો, તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે:

  • પેટની સમસ્યાઓ: એસિડિટી, પેટમાં બળતરા કે ઝાડા થવાની શક્યતા રહે છે.
  • મોઢામાં ચાંદા: ગરમ તાસીરને કારણે જીભ કે મોઢામાં ચાંદા પડી શકે છે.
  • સ્વભાવમાં ફેરફાર: વધુ પડતી ગરમીને કારણે વ્યક્તિ ચિડચિડિયો બની શકે છે અને તેને અસ્વસ્થતા અનુભવાય છે.

ઉનાળા માટે ‘સ્પેશિયલ’ ઠંડો ઉકાળો કેવી રીતે બનાવવો?

ઉનાળામાં એવો ઉકાળો પીવો જોઈએ જે શરીરને ઠંડક આપે અને પિત્તનું શમન કરે. તમે તમારા ઉકાળામાં નીચેની વસ્તુઓનો સમાવેશ કરી શકો છો:

  1. ૧.તુલસીના પાન: ૩-૪ તાજા તુલસીના પાન ઈમ્યુનિટી માટે બેસ્ટ છે.
  2. જેઠીમધ (મુલેઠી): જો ગળામાં ખરાશ કે તકલીફ હોય, તો જેઠીમધનો ઉપયોગ કરો, જે ગળાને ઠંડક આપશે.
  3. વરિયાળી: પાચન સુધારવા અને શરીરની આંતરિક ગરમી ઘટાડવા વરિયાળી ઉત્તમ છે.
  4. ધાણાના બીજ: સુકા ધાણા પિત્ત દોષને શાંત કરવામાં મદદ કરે છે અને શરીરને હળવાશ આપે છે.

kada1.jpg

ઉનાળામાં ઉકાળો પીતી વખતે રાખવાની સાવચેતી:

  1. ઓછી માત્રા: ઉનાળામાં ઉકાળો ખૂબ જ ઓછી માત્રામાં પીવો જોઈએ (અડધો કપ પૂરતો છે).
  2. બાળકો માટે: બાળકોને ઉકાળો ત્યારે જ આપો જ્યારે તેમને શરદી કે ઇન્ફેક્શન જેવું લાગે, નિયમિત આપવાનું ટાળો.
  3. ગરમ મસાલા ટાળો: મરી, લવિંગ અને તજ જેવા ગરમ મસાલાઓનો ઉપયોગ નહિવત્ અથવા બિલકુલ ન કરવો.
Share This Article