ગુજરાતમાં ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર (GCC) ક્રાંતિ: રોકાણકારો માટે સુવર્ણ તક

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
3 Min Read

ગુજરાત બનશે ગ્લોબલ કૅપેબિલિટી હબ: GCC પૉલિસી 2025-30ની ઑપરેશનલ ગાઇડલાઇન્સ જાહેર

ગુજરાત સરકારે રાજ્યને ગ્લોબલ કૅપેબિલિટી હબ તરીકે વિકસાવવા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને દૂરગામી પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વિજ્ઞાન-ટેક્નોલૉજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ‘Gujarat Global Capability Center (GCC) પૉલિસી 2025-30’ ની ઑપરેશનલ ગાઇડલાઇન્સ 1.0 જાહેર કરવામાં આવી છે. આ નવી પહેલથી રાજ્યમાં હાઇ-ટેક રોકાણ વધશે અને યુવાનો માટે રોજગારીની નવી તવાઓ ખુલશે.

Weekly Top Jobs

- Advertisement -

ડિજિટલ પ્લેટફૉર્મ પર સરળ પ્રક્રિયા

આ નવી માર્ગદર્શિકાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે ઇન્સેન્ટિવ માટે અરજી કરવાથી લઈને ક્લેમની ચકાસણી અને ચુકવણી સુધીની તમામ પ્રક્રિયા હવે એક જ ડિજિટલ પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ રહેશે. ડાયરેક્ટરેટ ઑફ આઈસીટી એન્ડ ઈ-ગવર્નન્સ દ્વારા વિકસિત ‘ઇન્ટિગ્રેટેડ ઇન્સેન્ટિવ મૅનેજમેન્ટ પૉર્ટલ’ મારફતે અરજદારો બહુ જ સરળતાથી અરજી કરી શકશે. એટલું જ નહીં, આ પોર્ટલ પર સ્કીલ ડેવલપમેન્ટ કૉર્સ માટે પણ અરજી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

પાત્રતા નક્કી કરવાના સ્પષ્ટ અને પારદર્શક માપદંડ

રોકાણકારો માટે સ્પષ્ટતા રહે તે માટે પૉલિસીમાં ‘મંથ ઑફ એલિજિબિલિટી’ની જોગવાઈ કરવામાં આવી છે. વ્યવસાયિક કામગીરી શરૂ થવાની તારીખ, સિદ્ધાંતિક મંજૂરી અથવા પાત્ર કર્મચારીઓની સંખ્યા પૂરી થવાની તારીખ—આ ત્રણેયમાંથી જે તારીખ સૌથી મોડી હોય, તેને પાત્રતાનો પ્રારંભિક મહિનો ગણવામાં આવશે. આ સમયથી જ ઇન્સેન્ટિવની ચુકવણીની ગણતરી શરૂ થશે. GCCની ઓળખ માટે બોર્ડ રેઝોલ્યુશન, એસ.એલ.એ., માલિકીનું માળખું, ડી.પી.આર., જી.એસ.ટી. પ્રમાણપત્ર અને સી.એ. દ્વારા પ્રમાણિત રોકાણ વિગતો રજૂ કરવી ફરજિયાત રહેશે.

- Advertisement -

UPSC Job

કેપેક્સ અને ઓપેક્સ ખર્ચ માટે ઉત્તમ પ્રોત્સાહક સહાય

નવા જીસીસી માટે બિલ્ડિંગનું બાંધકામ કે ખરીદી, કમ્પ્યુટર, સૉફ્ટવેર, નેટવર્કિંગ હાર્ડવેર અને ફિક્સ્ડ એસેટ્સના ખર્ચને પાત્ર ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત જમીન કે ઑફિસ સ્પેસના લીઝ કે સેલ માટે ચૂકવેલી સ્ટેમ્પ ડ્યુટી, રજસ્ટ્રેશન ફી અને કૅપ્ટિવ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટના સાધનો પર થયેલો ખર્ચ પણ સહાય માટે પાત્ર બનશે. ફર્નિચર, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ઇલેક્ટ્રિકલ ફિક્સ્ચર અને એચ.વી.એ.સી. સાધનોનો ખર્ચ પણ દસ્તાવેજોના આધારે ગણતરીમાં લેવાશે. નવા એકમો માટે વ્યવસાયિક કામગીરી શરૂ થયાની તારીખથી અને વિસ્તરણ માટે અરજીની તારીખથી બે વર્ષ સુધીનું રોકાણ આવરી લેવાશે.

દસ્તાવેજી ચકાસણી અને ક્લેમ સબમિટ કરવાની સમયમર્યાદા

ઇન્સેન્ટિવના દાવાઓ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. કૅપેક્સ ક્લેમનો પાત્ર સમય પૂરો થયા બાદ નાણાકીય વર્ષ મુજબ એક વર્ષની અંદર રજૂ કરવાનો રહેશે. ઓપેક્સનો પહેલો દાવો પાત્રતાના મહિનાથી શરૂ થતા આગામી બે ત્રિમાસિક ગાળામાં અને ત્યારપછીના દાવા દરેક ત્રિમાસિક પૂરું થતા પહેલાં આપવાના રહેશે. જો કોઈ વિલંબ થાય તો પ્રો-રાટા ધોરણે ઇન્સેન્ટિવની ગણતરી થશે. કંપનીઓ દ્વારા પેરન્ટ કંપનીને જ સેવાઓ આપવામાં આવે છે કે કેમ તેની ચકાસણી પણ કરવામાં આવશે.

- Advertisement -
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.