ગુજરાત-લક્ઝમબર્ગ નાણાકીય સહકાર તરફ મહત્વપૂર્ણ પગલું, ગ્રીન ફાઇનાન્સિંગ અને ગિફ્ટ સિટીમાં રોકાણ અંગે ચર્ચા

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગિલિસ રોથ વચ્ચે મુલાકાત, વૈશ્વિક નાણાકીય જોડાણ મજબૂત કરવાની દિશામાં પ્રયત્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની લક્ઝમબર્ગના નાણાં મંત્રી ગિલિસ રોથ અને તેમના ડેલિગેશને ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી. લક્ઝમબર્ગ નાણાકીય ક્ષેત્રે વિશ્વમાં મોટું સ્થાન ધરાવે છે, જ્યાં ૧૧૫ બેંકો અને ૮ ટ્રિલિયન યુરોનું રોકાણ મેનેજમેન્ટ હેઠળ છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે નાણાકીય સેવાઓ અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. લક્ઝમબર્ગે ગુજરાતના વિકાસમાં ભાગીદાર થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ગ્રીન એનર્જી અને ગ્રીન બોન્ડ ક્ષેત્રે સહયોગ માટે ચર્ચા

મુખ્યમંત્રીએ બેઠકમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં અગ્રેસર છે. ગુજરાત હવે ગ્રીન એનર્જી અને ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે. લક્ઝમબર્ગ ‘ગ્રીન બોન્ડ’ અને પર્યાવરણને અનુકૂળ રોકાણ (ગ્રીન ફાયનાન્સિંગ)માં નિષ્ણાત હોવાથી ગુજરાત તેના અનુભવનો લાભ લેવા માંગે છે. ખાસ કરીને મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ્સ દ્વારા લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ અને ટકાઉ વિકાસ સાધવા માટે પરસ્પર સહયોગની શક્યતાઓ તપાસવા અનુરોધ કરાયો હતો.

Gujarat Luxembourg Green Finance Partnership 2026 2.png

- Advertisement -

ગિફ્ટ સિટી બનશે ગ્લોબલ ફાયનાન્સનું મુખ્ય કેન્દ્ર

લક્ઝમબર્ગના નાણાં મંત્રી ગિલિસ રોથે ગિફ્ટ સિટીની પ્રશંસા કરતા જણાવ્યું કે અહીં થયેલા એમ.ઓ.યુ. (MoU) થી બંને દેશો વચ્ચેનો સહયોગ વધુ ગાઢ બન્યો છે. ગિફ્ટ સિટી દ્વારા ગુજરાતની કનેક્ટિવિટી હવે આંતરરાષ્ટ્રીય નાણાકીય બજાર સાથે વધી રહી છે. લક્ઝમબર્ગે ગિફ્ટ સિટીમાં વધુ રોકાણ કરવાની અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષેત્રે ભારત સાથે મળીને કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી.

Gujarat Luxembourg Green Finance Partnership 2026 1.png

- Advertisement -

વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને લક્ઝમબર્ગ મુલાકાત માટે આમંત્રણ

મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગના પ્રતિનિધિ મંડળને ૨૦૨૭માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તેમજ ૨૦૨૬માં યોજાનારી રીજનલ કોન્ફરન્સમાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. સામા પક્ષે લક્ઝમબર્ગના મંત્રીએ પણ મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રતિનિધિ મંડળને તેમના દેશની મુલાકાત લેવા માટે નિમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને ગુજરાતના આર્થિક વિકાસને વૈશ્વિક સ્તરે લઈ જવા પર ભાર મૂક્યો હતો.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.