વલસાડ શહેરમાં વધતી જતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થી જનતા પરેશાન થઈ ઉઠતા આ અંગે એસપી ની સૂચના બાદ પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા,સિટી ઇજનેર હિતેશ પટેલ,એન્ક્રોચમેન્ટ વિભાગ અને ટ્રાફિક પોલીસના પીઆઇ જાડેજાની મળેલી સંયુક્ત બેઠક માં વલસાડ ના મુખ્યમાર્ગો એમજી રોડ,નાની ખત્રીવાડ જતો રોડ,શાકભાજી માર્કેટ રોડ પર પીક અવર્સમાં થઈ જતા ટ્રાફિક માટે ચર્ચા કર્યા બાદ દબાણો દૂર કરવા સંયુક્ત અભિયાન હાથ ધરાયુ હતું.
વલસાડ સીટી પોલીસ અને પાલિકા ના સંયુક્ત અભિયાન માં શાકભાજી માર્કેટ ખાતે આવેલા પાર્કિગ પ્લોર્ટ ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી અને માર્કેટની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફિકને નડતર રૂપ થતા દબાણો હટાવી લેવા તેમજ દબાણો ન કરવા વેપારીઓ ને પણ સૂચના આપવામાં આવી હતી.