ભારત બન્યું ચેમ્પિયન અને વૈભવ સૂર્યવંશી બન્યો ‘રેકોર્ડ બ્રેકર’, જાણો કયા 2 મોટા એવોર્ડ જીતી રચ્યો ઈતિહાસ

4 Min Read

વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક કારનામું U-19 વર્લ્ડ કપમાં બે મોટા એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો વૈભવ

ICC U-19 વર્લ્ડ કપ 2026માં ભારતીય અંડર-19 ટીમે ઇતિહાસ રચ્યો છે. ઇંગ્લેન્ડને ફાઇનલમાં 100 રને હરાવી ભારતે છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી પર કબ્જો કર્યો. આ યાદગાર વિજય વચ્ચે એક નામ સૌથી વધુ ચમક્યું વૈભવ સૂર્યવંશી. ફાઇનલ મેચમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે તેણે બે મોટા એવોર્ડ જીતીને એવો ઇતિહાસ રચ્યો, જે અત્યાર સુધી કોઈ પણ ખેલાડી કરી શક્યો નહોતો.

ટૂર્નામેન્ટ પહેલા જ ભારતનો મજબૂત દાવેદાર

ICC U-19 વર્લ્ડ કપ 2026 શરૂ થવાના પહેલા જ ભારતીય ટીમને ખિતાબની સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી. તેની પાછળનું મુખ્ય કારણ હતું ટીમનો ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી. ટૂર્નામેન્ટ દરમિયાન વૈભવે અનેક મેચોમાં પોતાની ક્ષમતા દેખાડી હતી, પરંતુ મોટી અને યાદગાર ઇનિંગ્સની ખામી જણાતી હતી.પરંતુ જ્યારે સૌથી મોટો મુકાબલો ફાઇનલ આવ્યો, ત્યારે વૈભવે પોતાના બેટથી તોફાન મચાવી દીધું.

- Advertisement -

vaibav.jpg

ફાઇનલમાં વૈભવની તોફાની 175 રનની ઇનિંગ્સ

ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી. તેની આ ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને 15 ગગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડના બોલરો માટે વૈભવનું બેટ સંપૂર્ણ દુસ્વપ્ન સાબિત થયું.વૈભવની આ વિસ્ફોટક ઇનિંગ્સના કારણે ભારતે 50 ઓવરમાં 411 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો, જે પછી ઇંગ્લેન્ડ માટે અશક્ય સાબિત થયો.

- Advertisement -

બે મોટા એવોર્ડ અને અનોખો રેકોર્ડ

ફાઇનલ મેચમાં શાનદાર ઇનિંગ્સ માટે વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. સાથે જ સમગ્ર ટૂર્નામેન્ટમાં તેની સતત અસરકારક બેટિંગને ધ્યાનમાં રાખીને તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો.આ સાથે વૈભવ સૂર્યવંશી U-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં એવો પ્રથમ ખેલાડી બન્યો, જેણે ફાઇનલ મેચમાં જ પ્લેયર ઓફ ધ મેચ અને સમગ્ર ટૂર્નામેન્ટ માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બંને એવોર્ડ જીત્યા.

આંકડાઓમાં વૈભવનું શાસન

વૈભવ સૂર્યવંશીએ આખા ટૂર્નામેન્ટ દરમિયાન 7 મેચોમાં 439 રન બનાવ્યા, જેમાં તેની સરેરાશ 62.71 રહી. તેની ઇનિંગ્સમાં 41 ચોગ્ગા અને 30 ગગ્ગાનો સમાવેશ થાય છે. તેણે ટૂર્નામેન્ટમાં 3 અર્ધસદી અને 1 સદી ફટકારી.આ આંકડાઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે વૈભવ માત્ર ફાઇનલનો નહીં, પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટનો સુપરસ્ટાર રહ્યો.

વૈભવનું નિવેદન: “મને વિશ્વાસ હતો કે હું દબાણમાં પણ કરી શકું છું”

એવોર્ડ જીત્યા બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ ક્ષણ તેના માટે ખૂબ ખાસ છે. તેણે કહ્યું:

- Advertisement -

“આ એવોર્ડ જીતવાથી મને ખૂબ આનંદ થાય છે. આ બધું સપોર્ટ સ્ટાફની મહેનત અને તૈયારીનું પરિણામ છે. અમે એશિયા કપ અને તેના પહેલા રમાયેલી શ્રેણીઓમાંથી ઘણું શીખ્યા.”

તેણે આગળ કહ્યું કે તે આ એવોર્ડ સમગ્ર સપોર્ટ સ્ટાફને સમર્પિત કરે છે.

vaibav11.jpg

તૈયારી અને આત્મવિશ્વાસે બદલી તસવીર

વૈભવે કહ્યું કે ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ટીમે પોતામાં વિશ્વાસ રાખ્યો અને જે પ્રક્રિયા અપનાવી હતી, તેને અંત સુધી અનુસરી. તૈયારી એશિયા કપથી જ શરૂ થઈ હતી અને છેલ્લા 8–9 મહિનાથી ટીમ અને સપોર્ટ સ્ટાફ સાથે મળીને સતત મહેનત કરવામાં આવી હતી.

“મને મારી ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું જાણું છું કે મોટા મુકાબલામાં અને દબાણની પરિસ્થિતિમાં પણ હું પ્રદર્શન કરી શકું છું. એ વિશ્વાસ જ મને આગળ વધારતો રહ્યો.”

ભારતીય ક્રિકેટનું ઉજ્જવળ ભવિષ્ય

વૈભવ સૂર્યવંશીનું આ પ્રદર્શન માત્ર એક ટૂર્નામેન્ટ સુધી સીમિત નથી, પરંતુ તે ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિબિંબ છે. તેની આત્મવિશ્વાસભર્યું બેટિંગ અને દબાણમાં પણ શાંત રહેવાની ક્ષમતા એ સાબિત કરે છે કે ભારતને ભવિષ્યમાં એક મોટો ક્રિકેટ સ્ટાર મળ્યો છે.વૈભવ સૂર્યવંશી નામ જે હવે U-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે.

Share This Article