અમેરિકાના ટોચના નેતાઓ પર ઈરાનનું નિશાન? વિદેશ મંત્રી માર્કો રુબિયો અને પીટ હેગસેથના ઘર ઉપર ડ્રોન દેખાતા ફફડાટ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

અમેરિકી નેતાઓ પર ઈરાનનો ખતરો? માર્કો રુબિયો અને પીટ હેગસેથના ઘર પર દેખાયા ડ્રોન

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં હાઈ-પ્રોફાઈલ સુરક્ષા ભંગની ઘટના સામે આવી છે. વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના ઘરની ઉપર અજ્ઞાત ડ્રોન ઉડતા જોવા મળ્યા છે. આ ઘટના બાદ માત્ર નેતાઓના નિવાસસ્થાન જ નહીં, પરંતુ નજીકના લશ્કરી મથકો પર પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા અધિકારીઓ હવે આ ડ્રોન પાછળ કોનો હાથ છે તેની તપાસમાં લાગી ગયા છે.

us.jpg

લશ્કરી મથકો પર લોકડાઉન અને સુરક્ષામાં વધારો

‘વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલ મુજબ, આ ડ્રોન ગતિવિધિઓને કારણે અમેરિકાના અનેક મહત્વના લશ્કરી મથકો પર લોકડાઉન લાદવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવને જોતા એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાન અમેરિકી ધરતી પર રહેલા ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવી શકે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને પગલે અમેરિકાના તમામ સરકારી અને સૈન્ય પ્રતિષ્ઠાનોની સુરક્ષા અભેદ્ય બનાવી દેવામાં આવી છે.

- Advertisement -

FBI ની અગાઉની ચેતવણી અને વધતો તણાવ

નોંધનીય છે કે, અમેરિકી તપાસ એજન્સી FBI એ ફેબ્રુઆરી મહિનામાં જ કેલિફોર્નિયા પોલીસને સંભવિત ડ્રોન હુમલા અંગે ચેતવણી આપી હતી. જોકે, તે સમયે કોઈ ચોક્કસ સ્થળ કે સમયની જાણકારી મળી નહોતી. હવે જ્યારે સીધા ટોચના મંત્રીઓના ઘર પર ડ્રોન દેખાયા છે, ત્યારે આ ચેતવણી સાચી પડતી દેખાઈ રહી છે. આ ઘટનાએ અમેરિકી ગુપ્તચર એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

us1.jpg

- Advertisement -

20 દિવસથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 20 દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ છે. ફેબ્રુઆરીના અંતમાં તેહરાન પર થયેલા હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ અને અન્ય ટોચના નેતાઓના મોતના સમાચાર બાદ ઈરાન ઉશ્કેરાયેલું છે. બદલાની ભાવના સાથે ઈરાને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી એરબેઝ પર પણ હુમલા કર્યા છે. હિઝબુલ્લાહ પણ આ જંગમાં કૂદી પડ્યું છે, જેના કારણે આ સંઘર્ષ હવે સીધો અમેરિકાની ધરતી સુધી પહોંચી રહ્યો હોય તેમ જણાય છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.