દિલ્હી પોલીસની કાર્યવાહી અને અયોધ્યા મંદિર વિવાદ પર સંસદમાં ઘમાસાણ: કેન્દ્ર સરકાર પર વિપક્ષના પ્રહારો
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર થયેલી પોલીસ કાર્યવાહી અને અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા કથિત અનિયમિતતાના મુદ્દાઓએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષી ગઠબંધને આ બંને મુદ્દાઓ પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં દાવો કર્યો હતો કે સરકાર વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ચર્ચા કરવા તૈયાર છે અને ગૃહમંત્રી અમિત શાહ આ અંગે જવાબ આપશે. જોકે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ સરકારના આ પગલાને વિપક્ષી એકતા તોડવાનો પ્રયાસ ગણાવીને ફગાવી દીધો છે.
જયરામ રમેશનો સરકાર પર પલટવાર
Right from when Parliament began on July 20, the Opposition parties have been consistent, persistent, and insistent while demanding the following –
1. A statement from the Union Home Minister on the brutalities perpetrated on protesting youth by the Delhi Police which operates…
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 10, 2026
રાજ્યસભાના અધ્યક્ષનો મહત્વનો નિર્દેશ
VIDEO | Delhi: On Day 16 of the Parliament Monsoon Session, CPI MP P Sandosh says, "It was a big achievement for the Opposition. We were continuously demanding that Home Minister Amit Shah come (to the House) and make a statement. It was a very simple, sincere and genuine demand.… pic.twitter.com/790nYWUoW1
— Press Trust of India (@PTI_News) August 10, 2026
અંતે, રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. અધ્યક્ષે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને ગૃહમંત્રીની ગેરહાજરી પાછળનું કારણ દર્શાવવા અને વિપક્ષની ચિંતાઓને દૂર કરવા માટે બે વાર સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. સીપીઆઈ સાંસદે જણાવ્યું કે આ નિર્દેશ સંસદીય કાર્યવાહીનો ભાગ બની ગયો છે, જેથી સરકારે હવે આ બાબતે જવાબ આપવો જ પડશે.