Jioએ લોન્ચ કર્યા 4 નવા સસ્તા Voice-Only પ્લાન, શરૂઆત માત્ર ₹147થી!

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
5 Min Read

ડેટા નહીં, માત્ર કોલિંગ! Jioના નવા પ્લાનથી થશે પૈસાની બચત

આજના સમયમાં જ્યારે ચારેય તરફ ઇન્ટરનેટ ડેટા અને OTT સબ્સ્ક્રિપ્શનવાળા મોંઘા રિચાર્જ પેક્સની હોડ મચેલી છે, ત્યારે એવા લોકો માટે મુશ્કેલીઓ વધી જાય છે જેઓ માત્ર કોલિંગ માટે ફોન વાપરે છે. જો તમારી સાથે પણ આવું જ છે અથવા તમે તમારા ઘરના વડીલો માટે કોઈ એવો પ્લાન શોધી રહ્યા છો જેમાં ફાજલ ઇન્ટરનેટના પૈસા ન દેવા પડે, તો તમારા માટે એક મોટા સમાચાર છે.

એરટેલ અને વોડાફોન આઈડિયા પછી હવે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)એ પણ ભારતમાં પોતાના બિલકુલ નવા ‘વોઈસ-ઓનલી’ (Voice-Only) પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કરી દીધા છે. આવો જાણીએ કે જિયોના આ નવા પ્લાન્સમાં તમને શું ખાસ મળવાનું છે અને તેની કિંમત કેટલી છે.

- Advertisement -

Jio Recharge Plans

કેમ લોન્ચ થયા આ નવા પ્લાન્સ?

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ તાજેતરમાં તમામ ટેલિકોમ કંપનીઓ માટે એક નવો આદેશ જારી કર્યો હતો. આ આદેશ હેઠળ કંપનીઓના રિચાર્જ કેટેલોગમાં માત્ર કોલિંગ વાળા એટલે કે ‘વોઈસ-ઓનલી’ ટેરિફ પ્લાન સામેલ કરવા અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

TRAIના આ જ આદેશનું પાલન કરીને જિયોએ પોતાના ગ્રાહકો માટે બજેટ-ફ્રેન્ડલી કોલિંગ પેક્સની એક નવી સિરીઝ રજૂ કરી છે. આ નવા રિચાર્જ પ્લાન્સ ચાર અલગ-અલગ કેટેગરીમાં આવે છે, જેની વેલિડિટી ૨૨ દિવસથી લઈને એક આખા કેલેન્ડર મહિના સુધીની છે. કંપની પાસે અગાઉથી જ ૪૪૮ રૂપિયા અને ૧,૭૪૮ રૂપિયાવાળા બે વોઈસ-ઓનલી પેક ઉપલબ્ધ હતા, પરંતુ હવે આ નવા નાના પેક્સના આવવાથી યુઝર્સ પાસે વિકલ્પો વધુ વધી ગયા છે.

જિયોના ૪ નવા વોઈસ-ઓનલી રિચાર્જ પ્લાન્સની પૂરી ડિટેલ

જિયો દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ચારેય નવા પ્લાન્સમાં તમને મોબાઈલ ડેટા બિલકુલ મળતો નથી, પરંતુ આ પ્લાન્સ સંપૂર્ણપણે અનલિમિટેડ કોલિંગ અને મેસેજિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે:

૧. ૧૪૭ રૂપિયાવાળો પ્લાન: જિયોનો આ સૌથી સસ્તો નવો વોઈસ પ્લાન ૨૨ દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં તમને આખી અવધિ દરમિયાન અનલિમિટેડ વોઈસ કોલિંગ અને કુલ ૩૦0 SMS મળે છે. જો હિસાબ લગાવવામાં આવે, તો આ રિચાર્જનો રોજનો ખર્ચ માત્ર ૬.૬૮ રૂપિયા બેસે છે.

- Advertisement -

૨. ૧૭૭ રૂપિયાવાળો પ્લાન: જો તમારે થોડા લાંબા દિવસોનો પ્લાન જોઈતો હોય, તો આ પેક ૨૮ દિવસની વેલિડિટી ઓફર કરે છે. તેમાં પણ તમને અનલિમિટેડ કોલિંગ અને ૩૦0 SMS નો ફાયદો મળે છે. આ પ્લાનનો રોજનો ખર્ચ લગભગ ૬.૩૨ રૂપિયા છે.

૩. ૧૯૬ રૂપિયાવાળો પ્લાન: આ રિચાર્જ ૩૦ દિવસની વેલિડિટી સાથે આવે છે, જેમાં આખા મહિના એટલે કે ૩૦ દિવસ સુધી અનલિમિટેડ કોલ્સ અને ૩૦0 SMS ની સુવિધા મળે છે. આ પ્લાનનો ડેલી ખર્ચ આશરે ૬.૫૩ રૂપિયા છે.

૪. ૧૯૭ રૂપિયાવાળો પ્લાન: આ થોડો અલગ અને ખાસ પ્લાન છે જે એક કેલેન્ડર મહિનાની વેલિડિટી સાથે આવે છે. તેમાં પણ અનલિમિટેડ કોલિંગ અને ડેલી ૩૦0 SMS આપવામાં આવે છે. આ પ્લાનનો રોજનો ખર્ચ તે મહિનામાં આવતા દિવસોની સંખ્યા પર આધાર રાખે છે.

Jio Recharge Plans

આ નવા પ્લાન્સ ઉપરાંત કંપની પાસે અગાઉનો ૪૪૮ રૂપિયાવાળો પ્લાન (૮૪ દિવસની વેલિડિટી) અને ૧,૭૪૮ રૂપિયાવાળો પ્લાન (૩૩૬ દિવસની વેલિડિટી) પણ ઉપલબ્ધ છે. આ તમામ પેક્સ સાથે JioTV અને JioAICloud જેવા બંડલ્ડ બેનિફિટ્સ પણ ફ્રી મળે છે.

કોને મળશે આ પ્લાન્સનો સૌથી વધુ ફાયદો?

માર્કેટમાં એવા યુઝર્સની કોઈ કમી નથી જેઓ આજે પણ કીપેડ વાળા ફીચર ફોન વાપરે છે, અથવા જેમની પાસે કોલિંગ માટે અલગ સેકન્ડરી સિમ કાર્ડ હોય છે. આ ઉપરાંત, ઘણા લોકો ઇન્ટરનેટ માટે સંપૂર્ણપણે વાઈ-ફાઈ પર નિર્ભર રહે છે અને તેમને મોબાઈલ ડેટાની કોઈ જરૂર હોતી નથી.

આવા તમામ કન્ઝ્યુમર્સ માટે જિયોના આ નવા વોઈસ-ઓનલી પ્લાન્સ વરદાન સાબિત થઈ શકે છે, કારણ કે હવે તેમને માત્ર કોલિંગ માટે મોંઘા ડેટા પેક્સ ખરીદવાની મજબૂરી નહીં રહે.

જો થોડો ડેટા પણ જોઈતો હોય તો શું કરવું?

જો તમે એવો રિચાર્જ પ્લાન શોધી રહ્યા હોવ જેમાં કોલિંગની સાથે મર્યાદિત માત્રામાં મોબાઈલ ડેટા પણ મળે અને તે પણ ₹200ના બજેટની અંદર તો તમે Jioના ₹189ના પ્લાનને પસંદ કરી શકો છો. આ રિચાર્જ પેક 28 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં અનલિમિટેડ વોઈસ કોલ્સ, 300 SMS અને કુલ 2GB ડેટા મળે છે. આ ઉપરાંત, તેમાં JioTV અને JioAICloudનો એક્સેસ પણ મળે છે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.