નવસારી: ટ્રાન્ઝિટ ડેવલોપર્સને વધુ એક મોટો આંચકો, ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળની લૂન્સીકૂઈ ખાતેની જમીન પર જૈસે-થે સ્થિતિ રાખવાની મુદ્દત 25મી માર્ચ સુધી લંબાવાઈ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
1 Min Read

નવસારી: ટ્રાન્ઝિટ ડેવલોપર્સને મહેસૂલ પંચનો મોટો ઝટકો, લૂન્સીકૂઈ ટાવર મામલે ‘જૈસે-થે’ની સ્થિતિનો હુકમ

નવસારીનાં ટ્રાન્ઝિટ ડેવલોપર્સ અને ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ વચ્ચે ચાલી રહેલી કાયદાકીય જંગમાં ફરી એક વખત મહેસુલ પંચે ટ્રાન્ઝિટ ડેવલોપર્સને ઝટકો આપ્યો છે. 21મી જાન્યુઆરીએ ગુજરાત મહેસુલ પંચે ટ્રાન્ઝિટ ડેવલોપર્સને જૈસે થેની સ્થિતિ રાખવા માટે વચગાળાનો હુકમ કર્યો છે.

WhatsApp Image 2026 01 29 at 11.29.48 AM 1.jpeg

- Advertisement -

ગુજરાત મહેસુલ પંચમાં અરજદાર અમૃત પટેલે (રહે-નવસારી હાઈસ્કુલ પાસે, ગડકરી માર્ગ, નવસારી) પોતાના વકીલ મયુર કિશનચંદાની દ્વારા નવસારીના લૂન્સીકૂઈ ખાતે આવેલા ટ્રાન્ઝિટ ડેવલોપર્સનાં ટાવરમાં જૈસે-થેની સ્થિતિ જાળવી રાખવા અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી દરમિયાન ટ્રાન્ઝિટ ડોવલોપર્સના બન્ને ડિરેક્ટર એવાં માલવ ધ્રુવ અને બાબુ ઉર્ફે રામા પટેલ(રહે-લક્ષ્મીવિલા એપાર્ટમેન્ટ, આશાનગર, નવસારી) અને ઠાકોર પટેલ વતી (રહે-વોર્ડ નં. 9, ધર નં. 609, મોતીરામ મહોલ્લો, નવસારી) એડવોકેટ બી.એમ.શેઠના અને એડવોકેટ એ.એમ.દેસાઈ વકીલ તરીકે સામેલ છે.

ઓર્ડરની લેખિત નકલ મુજબ મહેસુલ પંચમાં અરજદાર અમૃત પટેલે હુકમના અમલની મોકુફી બાબતે અપીલ કરી હતી. અરજદારે સયુંક્ત ચેરીટી કમિશનર(સુરત)ની અરજીની સામે ગુજરાત મહેસુલ પંચ સમક્ષ અપીલ-અરજી કરી હતી. અરજદારે મનાઈ હુકમ લંબાવવાની અરજી કરતાં મહેસુલ પંચે તારીખ 21-04-2026ના રોજ વચગાળાનો ઓર્ડર પાસ કર્યો છે. મહેસુલ પંચનાં સભ્ય બી.એ.દવેએ “Extended till Next Date 25/03/2026” સુધી જૈસે-થે જાળવી રાખવાનો હુકમ કર્યો છે. આ હુકમની નકલ સુરતના ચેરિટી કમિશનરને પણ રવાના કરવામાં આવી છે.

- Advertisement -
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.