આગામી 7મી જુલાઈના રોજ ચીખલી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં એક મહાસંમેલન યોજાવા જઇ રહ્યું છે…જેના ભાગરૂપે આજ રોજ સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું….
પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પ્રદેશ ના મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે હાલ પંડિત દીનદયાળ જન્મ શતાબ્દી ની ઉજવણીઓ ચાલી રહી છે,ત્યારે આગામી 7મી જુલાઈના રોજ નવસારીના ચીખલી નજીક આવેલ પાંચ કાકડા ગામે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપલબ્ધી માં બુથ પ્રમુખ સહિત ના કાર્યકર્તાઓનું મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે…મોદી સરકારે કરેલા વિકાશના કાર્યો અંગેની સમજ પ્રજા સુધી પોહચાડવા ના પ્રયાસ કરવામાં આવશે….દેશને કોંગ્રેસમુક્ત બનાવવાની દિશામાં પ્રયાસ કરાશે….. કાર્યક્રમમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના નવ હજાર ત્રણસો બુથના કાર્યકર્તાઓ હાજર રહશે…જેમાં કુલ એક લાખથી પણ વધુ કાર્યકર્તાઓની સંખ્યા જોવા મળશે….ચૂંટણી દરમ્યાન પાર્ટીનો કાર્યકર્તા પ્રજા સુધી પોહચી મતદાર અંગેની સમજણ પુરી પાડે તે માટે પેજ પ્રમુખની રચના કરવામાં આવી છે…મતદાર યાદીમાં રહેલ તમામ મતદારની જવાબદારી જે તે પેજ પ્રમુખની નક્કી કરવામાં આવશે…વધુમાં ઉમેર્યું હતું કે સંમેલનમાં હાજર તમામ બુથના કાર્યકર્તાઓને રાષ્ટ્રીય અધ્યક્ષ ના હસ્તે મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવશે…ચીખલી ખાતે યોજાનાર આ સંમેલન એક ઐતિહાસિક સંમેલન બની રહેશે…