નવસારી: સ્વચ્છ ભારત મિશન અંતર્ગતન સમગ્ર રાષ્ટ્રમાં 400 ઉપરાંત શહેરમાં ઘનકચરાના વર્ગીકરણ સાથે નિકાલ કરવાનું આયોજન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યુ હતું.
બીલીમોરામાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ને અનુસંધાને 16 હજાર મિલકત ધારકોને 2 ડસ્ટબિન તેમજ 1600 ઉપરાંત વૃક્ષો વાવવામાંઆવ્યા હતા.
આ પ્રસંગે પર્યાવરણવિદ નીલ દેસાઈએ જણાવ્યુ હતું કે, “વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. ઉપરાંત સુકા તથા ભીના કચરાનું અલગ-અલગ વર્ગીકરણ કરી સાયન્ટીફીક રીતે કચરાના નિકાલ અંગેની સમજુતી આપવામાં આવી હતી. સાથોસાથ જ્યોતિનગરના સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.”
ચીફ ઓફિસર વસાવાએ જણાવ્યું હતું કે, “ભીના કચરાના નિકાલ માટે કમ્પોષ્ટ મશીનો મુકવાનું પણ આયોજન કરવામાં આવશે.”