નવસારીના જલાલપુર તાલુકામાં આવેલ ભાનુનગર સ્થિત એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ 7ના વ્હોટ્સએપ ગ્રુપમાં શાળાના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષક પુરૂષોત્તમ ઉર્ફે પરેશ પુરોહિતે રાત્રે અશ્લીલ વીડિયો અપલોડ કરી દેતા ભારે હંગામો મચી ગયો છે
આ વીડિયો જોતાજ એક વિદ્યાર્થિની ચોંકી ઉઠી હતી અને પોતાના માતા-પિતાને સાહેબે આ ગંદો વિડીયો પોસ્ટ કર્યો અંગે જાણ કરતા વાલીએ વહેલી સવારે 4 વાગ્યે આ સમગ્ર મામલે સ્કૂલનાં મહિલા આચાર્યને ફરિયાદ કરી હતી પરિણામે આચાર્યાએ વિડીયો અપલોડ કરનાર શિક્ષકને ઉધડો લેતા શિક્ષકે પોર્ન વિડીયો ડિલિટ કરી નાખ્યો હતો.
ભારે હોબાળો થતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ખુલાસો કરવામા આવ્યો કે આ શિક્ષક શાળામાં રેગ્યુલર નહિ હોવાથી 15 દિવસ પહેલાજ શાળામાંથી કાઢી મુકાયા હતા પણ ગ્રુપમાં રહી ગયા હતા જોકે,શિક્ષકે આ ગંદો વિડીયો અપલોડ કર્યા બાદ આ મહાશયને ગ્રુપમાંથી પણ રિમુવ કરાયા હતા.