ગુજરાત સરકારની આગવી ઓળખ યોજના અંતર્ગત નવસારી નગરપાલિકા દ્ગારા લુન્સીકુઈ સરબતીયા તળાવ ઉધાન બ્યુટીફિકેશન અંતર્ગત જોગીગ ટ્રેક, દિવાલ ઉપર વર્ટીકલ ગાર્ડન રૂપિયા ૧૬૦ લાખના ખર્ચે નિર્માણ કરી નવસારી ધારાસભ્ય પીયુષ દેસાઈના વરદ હસ્તે તળાવ ઉધાન ખુલ્લુ મુકવામાં આવ્યું ……
ગાયકવાડી રાજાની દીર્ધદ્રષ્ટીનાં કારણે નવ તળાવોનો સમૂહ નવસારીમાં હતો જેનું મુખ્ય કારણ નગરજનોને બારેમાસ પાણી મળી રહે જેથી અહીની મહિલાઓને નળ સુખ સાથે ભૂગર્ભ ગટર યોજના સુખ ભોગવતી હતી. જ્યારે ગુજરાત સરકારની વિવિધ યોજના અંતર્ગત નવસારી શહેરમાં પાંચ કરોડના ખચે લોકાર્પણ અને ખાતમહુર્તવિધીનવસારી ધારાસભ્ય પીયુષ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા જેમાં હાલ ગુજરાત સર્વાંગી વિકાસ તથા આગવી ઓળખ યોજના અંતર્ગત સરબતિયા લેકફ્રંટ માટે અંદાજે ૧ કરોડ ૬૦ લાખ રૂપિયાનો ખર્ચે તળાવ ઉધાન બ્યુટીફિકેશન નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ લેકફ્રંટમાં વોકવે, સિટિંગ, સેલ્ફી પોઈન્ટ, આકર્ષક એન્ટ્રી પોઈન્ટ, ટ્રી પ્લાન્ટેશન, દિવાલ ઉપર વર્ટીકલ ગાર્ડન સાથે અનેક સુવિધા નિર્માણ કરી શહેરિજનો માટે નવલું નજરાણું બનતા આહલાદક મહોલનો આનંદ શેહરીજનો ઉઠાવી શકાશે…