નવસારી: નવસારી શહેર નજીક આવેલ નેશનલ હાઇવે- ૪૮ના નવસારી-બારડોલી રોડ પર આવેલ મહાવીર મારબલ ગ્રેનાઈટ સેનેટરી શોરૂમ સાથે ફેક્ટરીની ઓફીસમાં આગ લગતા આગ બેકાબુ બની ગઈ હતી અને ભીષણરૂપ ધારણ કરી લીધું હતું.
[slideshow_deploy id=’18839′]
આગ પર કાબુ મેળવવા નવસારી નગરપાલિકાના અને વિજલપોર પાલિકાના ૭ જેટલા ફાયરબ્રિગેડ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવતા પોલીસ અને દુકાન દારે હાશકારો મેળવ્યો હતો .આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી તેમજ આગ દરમ્યાન કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ આગમાં ઓફીસ ખાખ થતા લાખોનું નુકશાન થયાનું અંદાજવામાં આવી રહ્યું છે…