અસીમ મુનીરનું મિશન ફેઈલ! હવે અલ થાની સંભાળશે મોરચો, શું કતાર કરાવશે અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી?

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

આસિમ મુનીર નિષ્ફળ, હવે કતારના અલ-થાની સંભાળશે મોરચો: શું અમેરિકા-ઈરાન વચ્ચે ‘ફાઈનલ ડીલ’ થશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવને ડામવા માટે અત્યારે પડદા પાછળ ગંભીર રાજદ્વારી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા એક પાનાના શાંતિ પ્રસ્તાવને ઈરાને ફગાવી દેતા અને ટ્રમ્પે ઈરાનના વળતા પ્રસ્તાવને ‘અસ્વીકાર્ય’ ગણાવતા મડાગાંઠ સર્જાઈ હતી. પાકિસ્તાની સૈન્ય પ્રમુખ આસિમ મુનીર આ મધ્યસ્થીમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે, જે બાદ હવે અમેરિકાએ પોતાના સૌથી ભરોસાપાત્ર મધ્યસ્થી—કતારના વડાપ્રધાન અલ-થાનીને મેદાનમાં ઉતાર્યા છે.

આસિમ મુનીરના પ્રયાસોને મોટો ફટકો

ઈરાને અમેરિકાની શરતો પર સમજૂતી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ઈરાનનું કહેવું છે કે તે પોતાના યુરેનિયમ સંવર્ધનના કેન્દ્રોને ક્યારેય નષ્ટ નહીં કરે, જે અમેરિકાની મુખ્ય શરત હતી. પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીરે આ ડીલ કરાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ ઈરાનના કડક વલણને કારણે તેમનું મિશન નિષ્ફળ ગયું છે.

- Advertisement -

munir.bmp

ઈરાનના જવાબ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ નિષ્ફળતા બાદ અમેરિકા સમજી ગયું છે કે પાકિસ્તાન દ્વારા ઈરાનને મનાવવું શક્ય નથી, તેથી હવે કતારની એન્ટ્રી થઈ છે.

- Advertisement -

કતારના વડાપ્રધાનની એન્ટ્રી: મિયામીમાં ગુપ્ત બેઠકો

શાંતિનો રસ્તો તૈયાર કરવા માટે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ-થાની અત્યારે એક્શન મોડમાં છે. રિપોર્ટ્સ મુજબ, અલ-થાનીએ અમેરિકાના મિયામીમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર સાથે લાંબી મુલાકાત કરી છે. જેડી વેન્સ પોતે આ વાટાઘાટોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ હાઈ-પ્રોફાઈલ બેઠક બાદ હવે અલ-થાની ઈરાની નેતાઓ સાથે મુલાકાત કરવાના છે. અમેરિકા ઈચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના 13 મેથી શરૂ થઈ રહેલા ચીન પ્રવાસ પહેલા આ ‘વન પેજ પીસ ડીલ’ પર કોઈ અંતિમ નિર્ણય લેવાઈ જાય.

શા માટે અમેરિકાએ કતાર પર ભરોસો મૂક્યો?

કતારના વડાપ્રધાન અલ-થાનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ડીલ મેકર’ માનવામાં આવે છે. જટિલ વિવાદો ઉકેલવામાં કતારનો ટ્રેક રેકોર્ડ શાનદાર રહ્યો છે:

- Advertisement -

અફઘાનિસ્તાન સંકટ: જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં ફસાયું હતું, ત્યારે કતારે જ મધ્યસ્થી કરીને 2021માં અમેરિકાની સુરક્ષિત એક્ઝિટ કરાવી હતી.

વેનેઝુએલા વિવાદ: આ મામલે પણ અત્યારે કતાર જ મુખ્ય મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.

ઈરાનનો ભરોસો: ખાડી દેશોમાં કતાર એકમાત્ર એવો દેશ છે જેના પર ઈરાન વિશ્વાસ કરે છે. ઈરાને અત્યાર સુધી કતાર પર કોઈ મોટો હુમલો કર્યો નથી, ભલે ત્યાં અમેરિકાના સૈન્ય મથકો આવેલા હોય.

 

વિવાદના મુખ્ય મુદ્દાઓ: પરમાણુ શસ્ત્રો અને હોર્મુઝ

અમેરિકા અને ઈરાન વચ્ચેની આ લડાઈ અત્યારે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર અટકી છે:

પરમાણુ કાર્યક્રમ: અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પોતાના પરમાણુ હથિયારો બનાવવાની ક્ષમતાને કાયમી ધોરણે ખતમ કરી દે.

હોર્મુઝની સામુદ્રધુની: આ મહત્વના તેલ માર્ગ પર ઈરાન પોતાની સાર્વભૌમત્વ ઈચ્છે છે, જ્યારે અમેરિકા તેને મુક્ત રાખવા માંગે છે.

યુદ્ધનું વળતર: ઈરાને નવી શરત મૂકી છે કે જ્યાં સુધી અમેરિકા તેને અત્યાર સુધી થયેલા નુકસાનનું ‘યુદ્ધ વળતર’ (Reparations) નહીં આપે, ત્યાં સુધી વાત આગળ નહીં વધે.

બીજી તરફ, અમેરિકા પહેલા આર્થિક પ્રતિબંધો હટાવવાને બદલે ઈરાન પાસેથી સુરક્ષાની ખાતરી માંગે છે.

ટ્રમ્પનો ચીન પ્રવાસ અને ડેડલાઇન

અમેરિકા અત્યારે ઉતાવળમાં છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ 13 થી 15 મે દરમિયાન ચીન જવાના છે. અમેરિકા નથી ઈચ્છતું કે જ્યારે ટ્રમ્પ ચીનમાં હોય ત્યારે મધ્ય પૂર્વમાં કોઈ મોટું યુદ્ધ ફાટી નીકળે અથવા તેલના ભાવ કાબૂ બહાર જાય. જો અલ-થાની ઈરાનને મનાવવામાં સફળ રહે છે, તો આ ટ્રમ્પની વિદેશ નીતિની મોટી જીત ગણાશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.