ભારતના પડોશી દેશોની નવી જુગલબંદી! પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 10 વર્ષનો ડિફેન્સ પેક્ટ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક ‘ડિફેન્સ ડીલ’: હવે એકબીજાને આપશે ગુપ્ત માહિતી, ભારત માટે ચિંતાનો વિષય?

દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશે આગામી 10 વર્ષ માટે એકબીજા સાથે ગુપ્ત માહિતી (Intelligence) શેર કરવા માટેના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષ 1971ના યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદી બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે બંને દેશો સૈન્ય અને સુરક્ષાના સ્તરે આટલી નજીક આવ્યા હોય. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીની ઢાકા મુલાકાત દરમિયાન આ ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

10 મુદ્દાઓ પર સંરક્ષણ સમજૂતી

બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઢાકા અને ઈસ્લામાબાદ વચ્ચે 10 મુદ્દાઓનો સંરક્ષણ કરાર તૈયાર કરવામાં આવ્યો છે. આ કરાર પર પાકિસ્તાન તરફથી ગૃહમંત્રી મોહસિન નકવી અને બાંગ્લાદેશ તરફથી ગૃહમંત્રી સલાઉદ્દીન અહેમદે સહીઓ કરી છે. આ સમજૂતીના ભાગરૂપે બંને દેશોની ગુપ્તચર સંસ્થાઓ હવે આતંકવાદ, સરહદી સુરક્ષા અને સૈન્ય હિલચાલને લગતી સંવેદનશીલ માહિતીની આપ-લે કરશે.

- Advertisement -

bangladesh1.jpg

તાજેતરમાં જ પાકિસ્તાનના ઉચ્ચ ગુપ્તચર અધિકારીઓએ આ ડીલને ફાઈનલ કરવા માટે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો, જે દર્શાવે છે કે બંને દેશો આ મામલે કેટલા ગંભીર છે.

- Advertisement -

આતંકવાદ વિરોધી અભિયાન અને ટેકનિકલ સહયોગ

સંરક્ષણ સંશોધન મંચના જણાવ્યા મુજબ, આ કરારમાં માત્ર માહિતી શેર કરવાની વાત નથી, પરંતુ આતંકવાદ સામે લડવા માટે સંયુક્ત પ્રયાસો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને અત્યારે તહરીક-એ-તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોના વધતા પ્રભાવથી ચિંતિત છે.

આ ઉપરાંત, પાસપોર્ટ અને સરકારી દસ્તાવેજોમાં થતી છેતરપિંડી રોકવા માટે બંને દેશો એકબીજાને ટેકનિકલ ઇન્ફોર્મેશન પણ પૂરી પાડશે. આ માટે બંને દેશો વચ્ચે એક વિશેષ ડેટા શેરિંગ મિકેનિઝમ તૈયાર કરવામાં આવશે.

શેખ હસીનાના પતન બાદ બદલાયું સમીકરણ

બાંગ્લાદેશમાં વર્ષ 2024માં થયેલા સત્તાપલટા અને શેખ હસીનાના દેશ છોડ્યા બાદ ઢાકા અને ઈસ્લામાબાદ વચ્ચેના સંબંધોમાં ગરમાવો આવ્યો છે. શેખ હસીનાના શાસન દરમિયાન ભારત સાથેના સંબંધો ગાઢ હતા અને પાકિસ્તાન સાથે અંતર જાળવવામાં આવતું હતું. પરંતુ હવે તારિક રહેમાનની આગેવાની હેઠળની સરકાર પાકિસ્તાન તરફ નમી રહી છે.

- Advertisement -

તારિક રહેમાનની પાર્ટી (BNP) ઐતિહાસિક રીતે પાકિસ્તાન તરફી વલણ ધરાવે છે. અગાઉ પણ જ્યારે જ્યારે બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર રહી છે, ત્યારે પાકિસ્તાનનો પ્રભાવ વધતો જોવા મળ્યો છે. પરંતુ આ વખતે થયેલી ‘ડિફેન્સ ડીલ’ અગાઉના તમામ રેકોર્ડ તોડી રહી છે.

bangladesh

ભારત માટે કેમ મહત્વનું છે આ પગલું?

ભારત માટે આ કરાર વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત ગંભીર છે. ભારતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તેની પશ્ચિમે પાકિસ્તાન સાથે 3323 કિમી અને પૂર્વે બાંગ્લાદેશ સાથે 4096 કિમી લાંબી સરહદ લાગે છે.

ભારતના બે પડોશી દેશો, જેમના સંબંધો ભારત સાથે ઉતાર-ચઢાવવાળા રહ્યા છે, તેઓ જ્યારે સૈન્ય અને ગુપ્તચર સ્તરે હાથ મિલાવે છે, ત્યારે ભારતની સુરક્ષા એજન્સીઓ માટે તે મોટો પડકાર બની શકે છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે આ ગઠબંધન ભારત પર દબાણ વધારી શકે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.