PSL માં બોલ ટેમ્પરિંગનો મોટો વિવાદ: પાકિસ્તાની ખેલાડીઓની કરતૂત કેમેરામાં કેદ, ‘થર્ડ ક્લાસ’ લીગની ખુલી ગઈ પોલ
ક્રિકેટ જગતમાં પાકિસ્તાની બોલરો અને વિવાદોનો જૂનો સંબંધ રહ્યો છે, પરંતુ આ વખતે પાકિસ્તાન સુપર લીગ (PSL) ની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે. પીએસએલની નવી સીઝન શરૂ થયાને હજુ ગણતરીના દિવસો જ થયા છે ત્યાં જ બોલ ટેમ્પરિંગ એટલે કે બોલ સાથે છેડછાડ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા પર આ લીગની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે અને ક્રિકેટ પ્રેમીઓ તેને ‘થર્ડ ક્લાસ’ લીગ ગણાવી રહ્યા છે.
લાહોર કલંદર અને કરાચી કિંગ્સ વચ્ચેની મેચમાં સર્જાયો હંગામો
આ સમગ્ર વિવાદ રવિવારે લાહોર કલંદર અને કરાચી કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સર્જાયો હતો. લાહોર કલંદરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 128 રન બનાવ્યા હતા. 129 રનના નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કરાચી કિંગ્સની ટીમ પણ સંઘર્ષ કરી રહી હતી. મેચ અંતિમ ઓવર સુધી ખેંચાઈ હતી. 19 ઓવરના અંતે કરાચીનો સ્કોર 5 વિકેટે 115 રન હતો અને તેમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 14 રનની જરૂર હતી. મેચ ખૂબ જ રોમાંચક વળાંક પર હતી ત્યારે જ મેદાન પર કંઈક એવું બન્યું જેણે સૌને ચોંકાવી દીધા.
છેલ્લી ઓવર પહેલા બોલની સ્થિતિ બદલવાનો પ્રયાસ
કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ છેલ્લી ઓવર હારિસ રૌફને સોંપી હતી. ઓવર શરૂ થાય તે પહેલા કેપ્ટન શાહીન આફ્રિદી, હારિસ રૌફ અને ફખર ઝમાન એકસાથે ઉભા રહીને લાંબી ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન બોલ તેમના હાથમાં હતો. અમ્પાયરોએ જોયું કે ખેલાડીઓ બોલની સ્થિતિ સાથે કંઈક છેડછાડ કરી રહ્યા છે. જ્યારે અમ્પાયર ફૈઝલ આફ્રિદીએ બોલની તપાસ કરી તો જાણવા મળ્યું કે બોલની કન્ડિશન કુદરતી રીતે નહીં પણ જાણીજોઈને બદલવામાં આવી છે.
🚨 BIGGEST HUMILIATION FOR PSL AND PAKISTANI FANS 🚨
Fakhar Zaman and Shaheen Shah Afridi did the ball tampering on live camera & got penalized by 5 runs
PSL is a league where the ball gets pink and now the ball gets tempered on live cam 😆#MIvsKKR pic.twitter.com/U9MtHxmLOz
— Ajay Jadeja (@AjayJadeja171) March 29, 2026
આ ગંભીર શિસ્તભંગ બદલ અમ્પાયરોએ લાહોર કલંદરની ટીમ પર 5 રનનો દંડ (Penalty) ફટકાર્યો હતો. આ દંડને કારણે કરાચી કિંગ્સનું કામ સરળ થઈ ગયું અને તેમણે છેલ્લી ઓવરમાં જરૂરી રન બનાવીને જીત મેળવી લીધી.
શાહીન આફ્રિદીનો બચાવ અને ઉઠતા સવાલો
મેચ પૂરી થયા બાદ જ્યારે કેપ્ટન શાહીન આફ્રિદીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે અજાણ હોવાનો ડોળ કર્યો હતો. આફ્રિદીએ નિવેદન આપ્યું કે તેને બોલ ટેમ્પરિંગ વિશે કંઈ ખબર નથી અને તે જોશે કે કેમેરામાં શું કેદ થયું છે. તેણે 5 રનની પેનલ્ટી કેમ લગાવવામાં આવી તે બાબતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જોકે, મેદાન પર હાજર અમ્પાયરોએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે.
