આયુર્વેદ નિષ્ણાતની સલાહ: શિયાળાની રાત્રે શેકેલી ખજૂર ખાવાથી શરીરને મળે છે આ અદ્ભુત ફાયદા
શિયાળાની ગુલાબી ઠંડીમાં આપણા આહારમાં પણ ફેરફાર થાય છે. આ ઋતુમાં શરીરને અંદરથી ગરમ રાખવા માટે ડ્રાય ફ્રૂટ્સનું સેવન વધારી દેવામાં આવે છે. આ તમામ ડ્રાય ફ્રૂટ્સમાં ખજૂરનું મહત્વ અનેરું છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, જો તમે શિયાળામાં રોજ રાત્રે શેકેલી ખજૂર (Roasted Dates) ખાઓ છો, તો તેનાથી સ્વાસ્થ્યને અદભૂત ફાયદા થાય છે.
દિલ્હીના જાણીતા આયુર્વેદ એક્સપર્ટ ડો. ચંચલ શર્માએ શેકેલી ખજૂર ખાવાના ફાયદા અને તેની સાચી રીત વિશે વિગતવાર માહિતી આપી છે.
શિયાળામાં રાત્રે શેકેલી ખજૂર ખાવાના ચમત્કારિક ફાયદા
1. ફર્ટિલિટી (પ્રજનન ક્ષમતા) માં સુધારો
ડો. ચંચલ જણાવે છે કે ખજૂર આયર્ન અને મિનરલ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે શરીરમાં હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.
- મહિલાઓ માટે: તે ઓવ્યુલેશનની પ્રક્રિયાને સમયસર કરવામાં મદદરૂપ છે, જેનાથી ગર્ભધારણ કરવામાં સરળતા રહે છે.
- પુરુષો માટે: શેકેલી ખજૂર ખાવાથી પુરુષોમાં સ્પર્મની ગુણવત્તા (Sperm Quality) સુધરે છે અને વંધ્યત્વનું જોખમ ઘટે છે.
2. વાત દોષનું સંતુલન અને ગરમાવો
આયુર્વેદ મુજબ ખજૂર ખાવાથી શરીરમાં ‘વાત દોષ’ સંતુલિત રહે છે. શિયાળામાં સાંધાના દુખાવા અને જડતા જેવી સમસ્યાઓમાં આનાથી રાહત મળે છે. આ ઉપરાંત, શેકેલી ખજૂર શરીરને અંદરથી ગરમ રાખીને ઠંડી સામે રક્ષણ આપે છે.
3. રાત્રે સૂતા પહેલા જ કેમ ખાવી જોઈએ?
નિષ્ણાતોના મતે રાત્રે સૂતા પહેલા શેકેલી ખજૂર ખાવી સૌથી વધુ ફાયદાકારક છે. તેનું કારણ એ છે કે રાત્રિ દરમિયાન આપણું શરીર પોતાને ‘રિપેર’ કરતું હોય છે. આ સમયે ખજૂરના પોષક તત્વોનું શોષણ (Absorption) શ્રેષ્ઠ રીતે થાય છે. તમે તેને હળવા ગરમ દૂધ સાથે પણ લઈ શકો છો.
કોણે સાવચેતી રાખવી જોઈએ?
ભલે ખજૂર ગુણકારી હોય, પણ ડો. ચંચલ શર્મા નીચે મુજબની વ્યક્તિઓને ખજૂર ન ખાવાની સલાહ આપે છે:
- ડાયાબિટીસ: જે લોકોનું શુગર લેવલ કંટ્રોલમાં નથી.
- પેટની ગરમી: જેમને વારંવાર એસિડિટી કે પેટમાં ગરમીની સમસ્યા રહેતી હોય.
- લિવરની બીમારી: લિવર સંબંધિત ગંભીર તકલીફ હોય તેવા દર્દીઓ.
શિયાળામાં જો તમને કોઈ ગંભીર બીમારી નથી, તો રાત્રે ૨ શેકેલી ખજૂર ખાવી એ તમારા સ્નાયુઓ, હોર્મોન્સ અને એકંદર એનર્જી માટે વરદાન સાબિત થઈ શકે છે.

