RSS પ્રમુખ મોહન ભાગવત જનરલ ઝેડને સંબોધિત કરશે: વિદ્યાર્થી આંદોલન બાદ આયોજિત કાર્યક્રમ પર આદિત્ય ઠાકરેનો આકરો કટાક્ષ

4 Min Read

મુંબઈમાં RSS ચીફ ભાગવત Gen Z ને સંબોધશે: આદિત્ય ઠાકરેનો તીખો કટાક્ષ “અચાનક જ યુવાનોની યાદ આવી ગઈ?”

IIMUNની 15મી વર્ષગાંઠ નિમિત્તે NMACC ખાતે દેશના 100થી વધુ શહેરોના 2,000 યુવાનો સાથે સંવાદ; આદિત્ય ઠાકરેએ વિરોધ પ્રદર્શન વખતે નેતાઓની ચૂપકીદી સામે સવાલો ઉઠાવ્યા

જંતર-મંતર આંદોલન બાદ મોહન ભાગવતનો યુવાનો સાથે મોટો સંવાદ

દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીક અને શિક્ષણ નીતિઓ સામે યોજાયેલા દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના થોડા જ દિવસો બાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત મુંબઈમાં દેશના ‘જનરલ ઝેડ’ (Gen Z) અને ‘જનરલ આલ્ફા’ યુવાનો સાથે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં સંવાદ સાધવા જઈ રહ્યા છે.

- Advertisement -

ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મુવમેન્ટ યુનાઇટિંગ નેશન્સ (IIMUN) ની 15મી વર્ષગાંઠના ભાગરૂપે ગુરુવારે (6 ઓગસ્ટ) મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે આ વાર્ષિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. 75 વર્ષીય મોહન ભાગવત દેશના 100થી વધુ શહેરોમાંથી આવેલા 15 થી 19 વર્ષની વયના 2,000થી વધુ હાઇસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.

aditya.jpg

- Advertisement -

આદિત્ય ઠાકરેનો ‘અચાનક’ ઉપજેલા પ્રેમ પર કટાક્ષ

આ કાર્યક્રમના સમાચાર સામે આવતા જ શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વિટ અને નિવેદન દ્વારા શાસક પક્ષ અને આરએસએસ નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે તાજેતરમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા આ સંવાદના સમય સામે સવાલો ઉભા કર્યા છે.

આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર આકરો કટાક્ષ કરતા કહ્યું:

“અચાનક જ જે લોકોને જનરલ ઝેડ અને જનરલ આલ્ફા સાથે સંવાદ કરવાનું મન થયું છે, અને જેઓ સોશિયલ મીડિયા પર યુવાનોને ‘સંસ્કૃતિ’નો પાઠ ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને મારો એક સરળ પ્રશ્ન છે… જ્યારે આ જ યુવાનો પર એકે-47, કાટ લાગેલા ખીલાવાળી લાઠીઓ, ઇલેક્ટ્રિક શોક ગન, ટીયર ગેસ અને બેરિકેડ્સથી દમન ગુજારવામાં આવી રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા?”

- Advertisement -

તેમણે વધુમાં ઉમેર્યું કે, કાયદો અને વ્યવસ્થાના નામે જ્યારે મહિલા વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા યુવાનોને ઘરોમાં નજરકેદ કે જેલમાં ધકેલવામાં આવ્યા, ત્યારે કોઈ નેતા કે સંસ્થા તેમની મદદે આવી નહોતી. “ત્યારે તમે શા માટે કોઈ દખલ ન કરી?” તેવો સણસણતો સવાલ ઠાકરેએ પૂછ્યો હતો.

IIMUN પરિષદ અને તેની થીમ

IIMUN દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વાર્ષિક ફ્લેગશિપ ચેમ્પિયનશિપ કોન્ફરન્સનો મુખ્ય વિષય “વિશ્વને એક કરવા, ભારતીય માર્ગમાં યુવાનોની ભૂમિકા” રાખવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની ભાગીદારી: 15 થી 19 વર્ષના વિદ્યાર્થીઓ પોતાની શાળા અને કોલેજોનું પ્રતિનિધિત્વ કરીને દેશના અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરશે.

નેતૃત્વ દ્વારા સાંભળવાની જરૂરિયાત: IIMUN ના સ્થાપક ઋષભ શાહે સંઘ પ્રમુખનું આમંત્રણ સ્વીકારવા બદલ આભાર માનતા જણાવ્યું કે, “આજના સમયમાં નેતૃત્વનું કામ માત્ર નવી પેઢીને માર્ગદર્શન આપવાનું નથી, પરંતુ તેમને સાંભળવાનું પણ છે. ભારતના વિકાસના આ મહત્વના તબક્કે યુવાનો સાથેનો આ સંવાદ પહેલા કરતા વધુ જરૂરી બની ગયો છે.”

IIMUN સંસ્થાનો પરિચય

2011માં ઋષભ શાહ દ્વારા સ્થાપિત IIMUN એ વિશ્વનું સૌથી મોટું યુવા-સંચાલિત પ્લેટફોર્મ છે. આ સંસ્થા મુખ્યત્વે 11 થી 19 વર્ષના વિદ્યાર્થીઓ માટે 15 થી 24 વર્ષના યુવાનો દ્વારા જ ચલાવવામાં આવે છે.

દર વર્ષે દેશ-વિદેશમાં 108થી વધુ પરિષદોનું આયોજન કરવામાં આવે છે.

સંસ્થાના સલાહકાર મંડળમાં દેશની અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે, જેમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, લોકસભા સાંસદ શશી થરૂર, ઉદ્યોગપતિ અજય પીરામલ, નાદિર ગોદરેજ અને રાજ્યસભા સાંસદ પી.ટી. ઉષાનો સમાવેશ થાય છે.

Share This Article