પુત્ર માટે પિતાએ તિજોરી ખોલી: ક્રાઉન પ્રિન્સ ખાલિદ બનશે UAE ના આગામી સુપ્રીમ લીડર?

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

UAE માં સત્તા પરિવર્તનની હલચલ તેજ, રાષ્ટ્રપતિએ ક્રાઉન પ્રિન્સને 260 અબજ ડોલરની સંપત્તિ સોંપી

યુનાઇટેડ આરબ અમીરાતમાં સત્તા સંઘર્ષની અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ જાયદે પોતાના પુત્ર અને ક્રાઉન પ્રિન્સ ખાલિદને 260 અબજ ડોલરની સંપત્તિ સોંપી દીધી છે. UAE શાહી પરિવાર પાસે કુલ 335 અબજ ડોલરની સંપત્તિ છે. ખાલિદને નાણાં સોંપાયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ જાયદ સર્વોચ્ચ નેતાની ખુરશી પણ તેમને સોંપી શકે છે.

યુનાઇટેડ આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદે પોતાના પુત્ર શેખ ખાલિદને એક જ રાતમાં 260 બિલિયન ડોલરની સંપત્તિ સોંપી દીધી છે. જાયદે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે UAE મુસીબતોમાં ફસાયેલું છે. એક તરફ UAE નો સાઉદી અરેબિયા સાથે વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ જાયદ અલ નાહયાન પરિવારમાં સત્તા માટેનો સંઘર્ષ છેડાયો છે.

- Advertisement -

વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદે 260 બિલિયન ડોલરની સંપત્તિ પોતાના પુત્રને સોંપીને એ સંકેત આપી દીધો છે કે રાષ્ટ્રપતિની ગાદી હવે તેમને જ મળશે. એવું કહેવાય છે કે UAE માં ટૂંક સમયમાં સત્તાનું હસ્તાંતરણ થઈ શકે છે.

UAE2.jpg

- Advertisement -

શેખ ખાલિદ બિન મોહમ્મદ કોણ છે?

ખાલિદ એ UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદના સૌથી મોટા પુત્ર છે. વર્તમાનમાં ખાલિદ અમીરાત સરકારમાં યુવરાજ તરીકે ઘોષિત છે. ખાલિદનો જન્મ વર્ષ 1982માં થયો હતો. 2016માં તેઓ પ્રથમવાર રાજકારણમાં આવ્યા હતા, તે સમયે તેમને સુરક્ષા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2023માં ખાલિદનું પ્રમોશન થયું અને તેમને UAE ના યુવરાજ જાહેર કરવામાં આવ્યા.

ખાલિદે પ્રાથમિક અભ્યાસ અબુ ધાબીમાં જ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ માસ્ટર્સ કરવા માટે તેઓ જ્યોર્જટાઉન યુનિવર્સિટી વોલ્શ સ્કૂલ ઓફ ફોરેન સર્વિસમાં ગયા હતા. ખાલિદનો અભ્યાસ રાજકીય વિજ્ઞાન વિષયમાં થયો છે.

નાહયાન પરિવાર પાસે કેટલી સંપત્તિ છે?

બ્લૂમબર્ગે વર્ષ 2025માં વિશ્વના સૌથી ધનિક પરિવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં નાહયાન પરિવાર બીજા નંબરે હતો. રિપોર્ટ મુજબ, UAE ના શાહી પરિવારની કુલ સંપત્તિ 335 અબજ અમેરિકી ડોલર છે. સંયુક્ત આરબ અમીરાતના આ શાસક પરિવારની તમામ સંપત્તિનો સ્ત્રોત તેલનો વ્યવસાય છે.

- Advertisement -

આ પરિવારના વડા શેખ મોહમ્મદ બિન જાયદ UAE ના રાષ્ટ્રપતિ પણ છે. હવે જાયદે પોતાની કુલ 335 અબજ ડોલરની સંપત્તિમાંથી 260 અબજ ડોલરની સંપત્તિ પોતાના પુત્રને ટ્રાન્સફર કરી દીધી છે.

UAE.jpg

નાહયાન પરિવારમાં સત્તાનો સંઘર્ષ ચાલુ

જાયદના નાના ભાઈ તહનૂન જાયદ સુરક્ષા પ્રમુખના પદ પર બિરાજમાન છે. તહનૂનની ઉંમર અંદાજે 45 વર્ષ છે. તહનૂન જાયદને UAE ના ‘સ્પાય (જાસૂસ) શેખ’ કહેવામાં આવે છે. તહનૂન તાજેતરના દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગાઢ સંબંધો બનાવવામાં લાગ્યા છે. આ માટે તેમણે ટ્રમ્પ ફેમિલીના ક્રિપ્ટોકરન્સી ફર્મમાં મોટું રોકાણ પણ કર્યું છે.

UAE ના રાષ્ટ્રપતિને ડર છે કે આગામી સમયમાં સાઉદી સાથે મળીને તહનૂન કોઈ ખેલ પાડી શકે છે. તહનૂનને સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પણ નજીકના માનવામાં આવે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.