સૌરવ ગાંગુલીએ આ ખેલાડી માટે કરી મોટી ભલામણ! કહ્યું ‘આને ટીમ ઈન્ડિયામાં સામેલ કરો

2 Min Read

સૌરવ ગાંગુલીએ કરી આકિબ નબીની વકીલાત, ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા માટે કરી ખાસ ભલામણ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલીએ જમ્મુ-કાશ્મીરના સ્ટાર ફાસ્ટ બોલર આકિબ નબીના પ્રદર્શન પર મોટું નિવેદન આપ્યું છે. ઘરેલું ક્રિકેટમાં પોતાની બોલિંગથી તરખાટ મચાવનાર આ બોલરે હવે ગાંગુલી જેવા દિગ્ગજનું ધ્યાન ખેંચ્યું છે. ‘દાદા’નું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે આ પ્રતિભાશાળી ખેલાડીને રાષ્ટ્રીય ટીમમાં તક આપવામાં આવે.

ગાંગુલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે કરી હિમાયત

સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પર આકિબ નબીની પ્રશંસા કરતા એક પોસ્ટ શેર કરી છે. ગાંગુલીએ લખ્યું છે કે, “જમ્મુ-કાશ્મીરે દુનિયાને બતાવી દીધું છે કે સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી શું હાંસલ કરી શકાય છે. આકિબ નબીએ પોતાના પ્રદેશનું ગૌરવ વધાર્યું છે. કઠિન પરિસ્થિતિઓ જ મજબૂત માણસોને જન્મ આપે છે. આકિબ હવે નેશનલ ટીમમાં જોડાવા માટે પૂરો તૈયાર છે. આગામી ઉનાળામાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીથી તેની શરૂઆત કરવી શ્રેષ્ઠ રહેશે.”

- Advertisement -

akib.jpg

રણજી ટ્રોફી ફાઇનલમાં મચાવ્યો તરખાટ

રણજી ટ્રોફી 2025-26ની સીઝનમાં આકિબ નબીનું ફોર્મ સાતમા આસમાને રહ્યું છે. કર્ણાટક સામેની ફાઇનલ મેચમાં તેણે પ્રથમ ઇનિંગમાં 23 ઓવર ફેંકીને 5 વિકેટ ઝડપી હતી, જેમાં 7 મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે. આ શાનદાર પ્રદર્શનની મદદથી તે એક રણજી સીઝનમાં 60 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશ સામે 12 અને બંગાળ સામે 9 વિકેટ લઈને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.

- Advertisement -

aki.jpg

આકિબ નબીની શાનદાર કરિયર પર એક નજર

29 વર્ષીય આકિબ નબીએ ઘરેલું ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પ્રભાવશાળી આંકડા નોંધાવ્યા છે:

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ: 40 મેચમાં 151 વિકેટ.

- Advertisement -

લિસ્ટ-A (વનડે): 36 મેચમાં 56 વિકેટ.

T20 ક્રિકેટ: 34 મેચમાં 43 વિકેટ.

Share This Article