ખાનગી એજન્સી અને નિષ્ણાતોની તપાસ વચ્ચે સુભાષબ્રિજ ત્રણ મહિના બંધ રહેવાની શક્યતા

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

વાડજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ, સુભાષબ્રિજ સમારકામે શહેરની ગતિ ધીમી કરી

અમદાવાદના વ્યસ્ત સુભાષબ્રિજ પર અચાનક મોટી તિરાડો દેખાતા તાત્કાલિક અસરથી બ્રિજ પરથી તમામ પ્રકારના વાહન વ્યવહારમાં રોક લગાવવામાં આવી છે. બ્રિજ પર વધતી તિરાડોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે અને એજન્સીઓએ સ્થળ પર પહોંચીને પ્રાથમિક નિરીક્ષણ કર્યું છે. અચાનક બંધના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે દૈનિક મુસાફરો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. હાલમાં મનાઈનો હુકમ એના સમારકામ પૂરું ન થાય ત્યાં સુધી યથાવત રહેશે.

ખાનગી એજન્સીઓ દ્વારા સ્પાનની પાણી પરથી તપાસ

બ્રિજની સ્થિતિને સમજવા માટે નિમણૂક કરાયેલા ખાનગી એજન્સીના નિષ્ણાતોએ બોટ મારફતે સ્પાનની નીચે જઈને વિગતવાર તપાસ હાથ ધરી છે. સ્પાનમાંથી કેટલાક મહત્વપૂર્ણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તે આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડૉ. રવિ કિરણની એજન્સી પૂરક નિરીક્ષણ કરી રહી છે અને તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પોતાનો અભિપ્રાય આપશે, જેથી રિપેરિંગની દિશા નક્કી થઈ શકે. શક્યતા છે કે બ્રિજનું કામ પૂરૂં થવામાં બે થી ત્રણ મહિના લાગી શકે.

subhash bridge inspection 2.png

- Advertisement -

ટ્રાફિક જામથી વાડજ સર્કલમાં અવ્યવસ્થા

બ્રિજ બંધ થતા વાહન વ્યવહાર દાધીચી બ્રિજ તરફ વળી ગયો છે, જેના કારણે વાડજ સર્કલ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. શહેર પોલીસ કમિશ્નરે સ્થળની મુલાકાત લઈને ટ્રાફિકની સ્થિતિની સમીક્ષા કરી હતી. ટ્રાફિક પોલીસ તેમજ મનપાના અધિકારીઓને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે, જેથી વાહનચાલકોને રાહત મળી શકે. દિવસભર લંબાયેલી લાઈનોથી વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

બિનજરૂરી બેરીકેટ દૂર, 250 પોલીસકર્મીઓની બદલી

વાડજ વિસ્તારમાં ગતિ ધીમી ન પડે તે માટે કમિશ્નરે દધીચી બ્રિજના છેડે લગાડવામાં આવેલા બિનજરૂરી બેરીકેટ દૂર કરાવવા જણાવ્યું છે. તે સાથે જ ટ્રાફિક નિયંત્રણ મજબૂત બને તે માટે તાત્કાલિક અસરથી લગભગ 250 પોલીસકર્મીઓને ટ્રાફિક વિભાગમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો છે. આ વધારાના કર્મચારીઓથી સંભવિત દબાણ ઓછું થશે અને ટ્રાફિકની ગતિ સુધરશે એવી આશા છે.

- Advertisement -

subhash bridge inspection 1.png

વાહનચાલકોની માંગ – સમારકામ ઝડપી થાય

સુભાષબ્રિજ બંધ થતા શહેરના ઉત્તર ઝોનમાં વાહનચાલકોને રોજબરોજ લાંબી રાહ જોવી પડી રહી છે. દાદીચી બ્રિજ પર વધેલા વાહનોના ભારને કારણે ટ્રાફિક વારંવાર અટવાઈ જાય છે. વાડજમાં ચાલી રહેલા અન્ય બ્રિજના કામને કારણે સ્થિતિ વધુ જટિલ બની છે. લોકોની માંગ છે કે સમારકામ તાત્કાલિક પૂર્ણ થાય અને બ્રિજ વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે, જેથી દૈનિક મુસાફરી સરળ બને.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.