WWE એલિમિનેશન ચેમ્બર 2026: શિકાગોમાં રચાશે ઈતિહાસ, ટ્રિપલ એચ આ ત્રણ સુપરસ્ટાર્સ પર લગાવી શકે છે દાવ
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) ના ચાહકો માટે વર્ષ 2026નો સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ શિકાગોના આંગણે ‘એલિમિનેશન ચેમ્બર’ યોજાશે, જે રેસલમેનિયા 42નો માર્ગ નક્કી કરશે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં જે વિજેતા બનશે તેને રેસલમેનિયાના મુખ્ય મંચ પર વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયન ડ્રૂ મેકઈન્ટાયર સામે ટાઈટલ મેચ રમવાની સુવર્ણ તક મળશે. WWE ના ક્રિએટિવ હેડ ટ્રિપલ એચ (Triple H) આ વખતે કયા ત્રણ સ્ટાર્સને પુશ આપીને ઈતિહાસ રચશે, તે અંગે અત્યારે રેસલિંગ જગતમાં ભારે ચર્ચાઓ જામી છે.
એલ.એ. નાઈટ (L.A. Knight): ફેન્સનો ફેવરિટ અને કરિયરનો ટર્નિંગ પોઈન્ટ
એલ.એ. નાઈટ અત્યારે WWE ના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર્સમાંથી એક છે. રિંગમાં તેની બોલવાની શૈલી અને ‘યેહ!’ (Yeah!) ના નારાઓએ તેને ઘર-ઘરમાં જાણીતો બનાવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રિપલ એચે અત્યાર સુધી નાઈટને મોટી તક આપવામાં થોડી વિલંબ કર્યો છે, પરંતુ એલિમિનેશન ચેમ્બર 2026 તેના માટે શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. જો નાઈટ આ ચેમ્બર મેચ જીતીને રેસલમેનિયામાં જાય છે, તો તે માત્ર તેના કરિયરની સૌથી મોટી સિદ્ધિ નહીં હોય, પરંતુ ફેન્સ માટે પણ ન્યાય સમાન હશે.
રૅન્ડી ઓર્ટન (Randy Orton): ‘ધ વાઈપર’ નું પુનરાગમન અને ટાઈટલની ભૂખ
‘ધ વાઈપર’ અને ‘લેજન્ડ કિલર’ તરીકે ઓળખાતા રૅન્ડી ઓર્ટન માટે 2025નું વર્ષ મિશ્ર રહ્યું હતું. જોકે, ઓર્ટન જેવો અનુભવી ખેલાડી જ્યારે ચેમ્બરમાં ઉતરે છે ત્યારે વિરોધીઓ માટે જોખમ વધી જાય છે. ટ્રિપલ એચ પોતાના જૂના સાથીદાર અને લેજન્ડ રૅન્ડી ઓર્ટનને ફરી એકવાર ચેમ્પિયનશિપ પિક્ચરમાં લાવી શકે છે. રૅન્ડી ઓર્ટન વિરુદ્ધ ડ્રૂ મેકઈન્ટાયરનો મુકાબલો બિઝનેસની દ્રષ્ટિએ પણ WWE માટે જેકપોટ સાબિત થઈ શકે છે, કારણ કે આ બંને દિગ્ગજો વચ્ચેની દુશ્મનાવટ હંમેશા પ્રેક્ષકોને જકડી રાખે છે.
ટ્રિક વિલિયમ્સ (Trick Williams): નવી પેઢીનો ઉભરતો સિતારો
જો ટ્રિપલ એચ કોઈ આશ્ચર્યજનક નિર્ણય લેવા માંગતા હોય, તો ટ્રિક વિલિયમ્સ તેનું સૌથી મોટું ઉદાહરણ બની શકે છે. NXT માં ધૂમ મચાવ્યા બાદ મેઈન રોસ્ટરમાં સામેલ થયેલા આ યુવા સ્ટારે ટૂંકા સમયમાં જ પોતાની પ્રતિભા સાબિત કરી છે. ટ્રિક વિલિયમ્સને એલિમિનેશન ચેમ્બરમાં જીત અપાવીને સીધો રેસલમેનિયાના મેઈન ઈવેન્ટ સ્પોટ પર મોકલવો એ WWE માં નવા યુગની શરૂઆત ગણાશે. યુવા ફેન્સમાં ટ્રિકનો ક્રેઝ જોતા તેની પસંદગી માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.
LA KNIGHT HAS QUALIFIED FOR THE ELIMINATION CHAMBER MATCH.
THE MASKED MAN TOOK OUT AUSTIN THEORY 🔥#WWERaw pic.twitter.com/5tFscrNCXX
— Tribal Wrestling (@TribalMegastar) February 10, 2026
કેમ ખાસ છે આ વખતનું એલિમિનેશન ચેમ્બર?
એલિમિનેશન ચેમ્બર એ WWE ની સૌથી ક્રૂર અને ખતરનાક મેચોમાંની એક છે. છ સુપરસ્ટાર્સ જ્યારે લોખંડના પાંજરામાં કેદ થાય છે અને એક પછી એક બહાર આવે છે, ત્યારે રોમાંચની કોઈ સીમા નથી રહેતી.
BROOO THIS IS ONE OF THE GREATEST RKOS OUTTA NOWHERE
RANDY ORTON QUALIFIES FOR THE ELIMINATION CHAMBER!!!#Smackdown pic.twitter.com/a313QIxrcT
— Wrestling Pics & Clips (@WrestleClips) February 7, 2026
રેસલમેનિયા 42 ની ટિકિટ: આ મેચનો વિજેતા સીધો વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે દાવો ઠોકશે.
શિકાગોનું ક્રાઉડ: શિકાગોના ફેન્સ હંમેશા તેમના અવાજ અને ઉત્સાહ માટે જાણીતા છે, જે મેચના વાતાવરણને વધુ પ્રચંડ બનાવશે.
