વલસાડ જિલ્લાના 226 ગ્રામ પંચાયતોની ચૂંટણી નો ધમધમાટ શરૂ થયો છે અને ચુંટણીઓ શાંતિપૂર્ણ માહોલ માં યોજાય તે માટે તંત્ર નજર રાખી રહ્યું છે આ બધા વચ્ચે વલસાડ તાલુકાના ભાગડાવાડા ગામ ની ચૂંટણી ઉપર સૌની મીટ મંડાઈ છે. ભાગડાવાડા ગામ માં 15,000ની વસ્તી છે.
10,200 મતદારો ધરાવતા આ
ગામમાં ચાલુ વર્ષે ચૂંટણીમાં ત્રણ પેનલ ઉભી રહી છે. જેમાં હાલના ડેપ્યુટી સરપંચ ગૌરવ આહીર સરપંચ તરીકે પેનલ સાથે ઉભા રહ્યા છે. જ્યારે તેની સામે હાલના સરપંચના પતિ નરેશભાઈ પટેલ ઉભા રહ્યા છે. જ્યારે છેલ્લી એક ટર્મ પહેલા 10 વર્ષ સુધી સરપંચ તરીકે રહી ચૂકેલા ધર્મેશ પટેલે પણ પેનલ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ત્રણેય પેનલના સરપંચ પદના ઉમેદવારો મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે ભાગડાવાડા ગ્રામ પંચાયત માં દર વર્ષે ટેક્સમાંથી 1.15 કરોડની આવક થાય છે. 16 વોર્ડ ધરાવતા ભાગડાવાડા ગામ હદ માં સરદાર હાઇટ્સ અને રામજી મંદિર તેમજ કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ, આર્ટસ કોલેજ, ઈજનેરી, પોલીટેક્નિક સહિતની કોલેજો આવેલી છે.
ભાગડાવડા ગામ માં સરપંચપદ ની ચૂંટણી માં ભારે રસાકસી જોવા મળી રહી છે અને કોણ કોને સપોર્ટ કરે છે તે કળવું મુશ્કેલ જણાઇ રહ્યું છે,બધાજ દરેક ને સપોર્ટ કરતા હોવાનું જણાય છે પણ મતદાન વખતે કોણ કોને વોટ આપશે કે અપાવશે તેતો સમય જ બતાવશે.
Wednesday, May 8