ધનતેરસને ‘ધન ત્રયોદશી’ કેમ કહેવાય છે? જાણો તેની પાછળની પૌરાણિક કથા

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
4 Min Read

ધનતેરસના દિવસે જ કેમ થાય છે ધનની પૂજા? જાણો પૌરાણિક માન્યતા

દિવાળીનો પાંચ દિવસીય ભવ્ય તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. દર વર્ષે કાર્તિક મહિનામાં કૃષ્ણ પક્ષની તેરમી તિથિએ (ત્રયોદશીના દિવસે) સમગ્ર દેશમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. લોકો આ દિવસે સોના-ચાંદીના ઘરેણાં, નવા વાસણો, વાહનો અને સાવરણી જેવી વસ્તુઓની ખરીદી કરવી અત્યંત શુભ માને છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દિવસને ‘ધન ત્રયોદશી’ કેમ કહેવામાં આવે છે?

ઘણા લોકો માને છે કે તેને ‘ધનતેરસ’ કે ‘ધન ત્રયોદશી’ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે ‘ધન’ (સંપત્તિ) અને ખરીદી સાથે જોડાયેલું છે. જો કે, જ્યારે તમે તેની પાછળનો પૌરાણિક અને આધ્યાત્મિક ઇતિહાસ જાણશો, ત્યારે કદાચ તમે પણ કહેશો, “મને તો આ ખબર જ નહોતી!” ચાલો, આ પવિત્ર દિવસ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ વિશે જાણીએ.

- Advertisement -

Dhanteras

‘ધન ત્રયોદશી’ નામ પડવા પાછળનું અસલી કારણ

હિન્દુ ધર્મગ્રંથો અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, ‘ધનતેરસ’ કે ‘ધન ત્રયોદશી’ નામ પાછળ મુખ્યત્વે બે મહત્વના કારણો છુપાયેલા છે:

- Advertisement -

૧. ભગવાન ધનવંતરિનું પ્રગટ થવું (ધનવંતરિ ત્રયોદશી)

પૌરાણિક કથા મુજબ, જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, ત્યારે કાર્તિક વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધનવંતરિને ભગવાન વિષ્ણુના જ અવતાર અને દેવતાઓના વૈદ્ય (ચિકિત્સક) માનવામાં આવે છે. તેઓ આરોગ્ય અને સ્વાસ્થ્યના દેવતા છે, તેથી તેમના નામ ‘ધનવંતરિ’ અને ‘ત્રયોદશી’ તિથિના મેળાપથી આ દિવસનું નામ ‘ધનવંતરિ ત્રયોદશી’ પડ્યું, જે સમય જતાં બોલચાલમાં ‘ધનતેરસ’ અને ‘ધન ત્રયોદશી’ બની ગયું.

ખાસ વાત: શાસ્ત્રોમાં સાચું ‘ધન’ નિરોગી કાયા અને ઉત્તમ સ્વાસ્થ્યને માનવામાં આવ્યું છે. ભગવાન ધનવંતરિ આપણને સ્વાસ્થ્ય રૂપી ધન પ્રદાન કરે છે.

૨. . દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરનું આગમન

ત્રયોદશી તિથિ પર જ સમુદ્ર મંથનથી ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના કોષાધ્યક્ષ ભગવાન કુબેરે પણ સંબંધિત માનવામાં આવે છે. આ દિવસે સ્વાસ્થ્ય રૂપી ધન (ધનવંતરિ) અને ભૌતિક ધન (લક્ષ્મી-કુબેેર) બંનેના આશીર્વાદ મળે છે, તેથી તેને ‘ધન ત્રયોદશી’ કહેવામાં આવે છે.

Dhanteras

સોના-ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા કેમ છે?

જ્યારે ભગવાન ધનવંતરિ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા, ત્યારે તેમના હાથમાં પીતળનો અમૃત કળશ હતો. આ જ માન્યતાના આધારે ધનતેરસના દિવસે નવા વાસણો (ખાસ કરીને પીતળ, તાંબુ કે ચાંદી) ખરીદવાની પરંપરા શરૂ થઈ.

- Advertisement -

સમય જતાં લોકો આ દિવસે સોનું, ચાંદી, સિક્કા અને નવી ચીજવસ્તુઓ ખરીદવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુમાં ૧૩ ગણો વધારો થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ તથા બરકત જળવાઈ રહે છે.

ધનતેરસ પર ‘યમદીપ દાન’નું મહત્વ

ધનતેરસ માત્ર ખરીદીનો દિવસ નથી, પરંતુ આ દિવસે સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પર યમરાજના નામના દીવા (ચાર મુખવાળો દીવો) પ્રગટાવવામાં આવે છે, જેને ‘યમદીપ દાન’ કહે છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે યમરાજ માટે દીપદાન કરવાથી પરિવારના સભ્યોના અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

ધનતેરસનો તહેવાર આપણને એ શીખવે છે કે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ અને ધન (લક્ષ્મી) ની સાથે-સાથે ઉત્તમ સ્વાસ્થ્ય (ધનવંતરિ) હોવું પણ એટલું જ જરૂરી છે. તેથી આ ધનતેરસ પર ખરીદીની સાથે-સાથે તમારા અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના ચોક્કસ કરો!

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.