FIAની 44મી ઈન્ડિયા ડે ઉજવણીમાં ભારતની 80મી સ્વતંત્રતા વર્ષગાંઠ અને અમેરિકાની 250મી વર્ષગાંઠની એકસાથે ઉજવણી
ન્યૂયોર્કમાં 14 ઓગસ્ટે ઐતિહાસિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ભારતના તિરંગા—કેસરી, સફેદ અને લીલા રંગોથી ઝળહળી ઊઠ્યું. ફેડરેશન ઑફ ઈન્ડિયન એસોસિએશન્સ (FIA NY-NJ-CT-NE) દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં 44મી વાર્ષિક ઈન્ડિયા ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષની ઉજવણીની થીમ ‘Harmony in Heritage’ રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારતની 80મી સ્વતંત્રતા વર્ષગાંઠ સાથે અમેરિકાની 250મી વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત કલાશ્રી સ્કૂલ ઑફ આર્ટ્સના સાંસ્કૃતિક નૃત્યથી થઈ હતી. FIAના જોઈન્ટ સેક્રેટરી સૃજલ પરીખે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. FIAના ચેરમેન અંકુર વૈદ્ય અને પ્રમુખ શ્રીકાંત અક્કાપલ્લીએ પણ ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા.
એડિસનના મેયર સેમ જોશીએ ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે હેલ્થકેર, બિઝનેસ, ટેક્નોલોજી અને મનોરંજન ક્ષેત્રે ભારતીય સમુદાયની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો દિલીપ જોશી, મુનમુન દત્તા, મંદાર ચાંદવડકર, સોનાલિકા જોશી, બલવિંદર સિંહ અને નિતેશ ભલુની સહિતના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સેશને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને તિરંગાના રંગોમાં પ્રકાશિત કરવા માટેનું ઔપચારિક લિવર ખેંચવાનું સન્માન મળ્યું હતું. આ ભવ્ય ક્ષણને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જ્યારે FIAના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વિશ્વભરના લાખો લોકોએ તેનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.