ભીલાડથી ૧૩ વર્ષીય ઈરમ અને ૯ વર્ષીય અલસીફા ખાતુન ગુમ

1 Min Read

ઉમરગામના ભીલાડમાંથી ૯ વર્ષીય અલસીફા અને ૧૩ વર્ષીય ઈરમ ગુમ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે ટાવર વિસ્તારમાં રામચંદ્ર યાદવની ચાલીમાં રૂમ નં. ૦૨ માં રહેતા ૩૦ વર્ષીય ઈકલાક અહમદ સલીમ કુરેશી (મૂળ રહે. ગામ-ભવરીગંજ, પોસ્ટ. કર્નેલગંજ, થાના. પરસપુર, તા. કર્નેલગંજ, જિ.ગૌડા, ઉત્તરપ્રદેશ)ની ૯ વર્ષીય દીકરી અલસીફા ખાતુન અને તેમની ૧૩ વર્ષીય ભાણેજ ઈરમ શાહ તા.૨૦/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યા સુમારે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયેલ હોય અથવા તેમનું કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્યકારણસર ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોવાની જાણ ઈકલાક કુરેશીએ ભીલાડ પોલીસ મથકે કરી હતી. ગુમ અલસીફા ખાતુન શરીરે પાતળો બાંધો, ઘઉવર્ણ અને સાડા ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવે છે.

IMG 20251226 212934.jpg

- Advertisement -

શરીરે સફેદ કલરની લીલા કલરના ચોકડીવાળુ ફ્રોક અને કાળો પાયજામો પહેર્યો હતો. જે હિન્દી ભાષા જાણે છે. ભાણેજ ઈરમે ગુલાબી કલરની ટીશર્ટ અને સફેદ કલરનો પ્લાજો પહેરેલો છે. જે હિન્દી ભાષા જાણે છે. કપાળ ઉપર જુનુ વાગેલાનું નિશાન છે. જે કોઈને પણ આ બંનેની ભાળ મળે તો ભીલાડ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Share This Article