વલસાડના મરલા અને કાંપરીયા ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ

1 Min Read

વલસાડ જિલ્લાના મરલા-કાંપરીયામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂત તાલીમ યોજાઈ

વલસાડ તાલુકાના મરલા અને કાંપરીયા ગામ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ ખેડૂતોને આપવામાં આવી હતી. જેમાં કૃષિ સખી નીતાબેન દ્વારા દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત સહિતના પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની માહિતી આપવામાં આવી હતી. જમીનને સમૃદ્ધ અને ઉપજાઉ ક્ષમતા જાળવી રાખવા માટે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી ઘન જીવામૃત અને જીવામૃત બનાવી તેનો ખેતરમાં ઉપયોગ કરી જમીનની ઉપજાઉ શક્તિ જળવાઈ રહે તે માટે લોકોને માહિતી આપવમાં આવી હતી.

IMG 20260205 191829

- Advertisement -

ગોબર અને ગોમૂત્રના ઉપયોગથી તૈયાર થયેલા વિવિધ અસ્ત્રોથી પાકનું સંરક્ષણ થઈ શકે છે તે માટેની માહિતી આપવામાં આવી હતી. જીવામૃતમાં રહેલા સુક્ષ્મ જીવાણુ અને પોષક તત્વોનો ખજાનો છે. આ ઉપરાંત બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃતની ઉપયોગિતા બનાવવાની સામગ્રી અને પદ્ધતિ વિશે સમજાવવામાં આવ્યું હતું.

Share This Article