વાપીના ચણોદથી ૩૧ વર્ષીય સોનીદેવી સિંગ ગુમ

1 Min Read

વાપીના ચણોદ વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય સોનીદેવી ઘરેથી નીકળ્યા બાદ ગુમ

વાપીના ચણોદ કોલોની ખાતે અંબામાતા મંદિર રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીમાં રૂમ નં. સી- ૩૦૧માં રહેતા ત્રિપુરારી રામસાગર સિંગ (મૂળ રહે. ગામ.સુલતાનપુર, થાના. સીરારી, જિ.શેખપુરા, બિહાર)ની ૩૧ વર્ષીય પત્ની સોનીદેવી તા. ૩૧/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૯ કલાકે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. ગુમ થનાર સોનીદેવી શરીરે મજબૂત બાંધો, ઘઉવર્ણ અને પાંચ ફૂટ બે ઈંચ ઉંચાઈ ધરાવે છે. જે હિન્દી અને ભોજપુરી ભાષા જાણે છે. શરીરે બ્રાઉન કલરનું સલવાર અને શુટ પહેર્યુ હતું. જે કોઈને પણ આ ગુમ થનાર મહિલાની ભાળ મળે તો ડુંગરા પોલીસ સ્ટેશન નં. ૦૨૬૦- ૨૪૫૨૧૦૦, પોલીસ કંટ્રોલરૂમ વલસાડ ફોન નં. ૦૨૬૩૨ – ૨૫૩૩૩૩/ ૨૪૨૯૦૦ અથવા એએસઆઈ હિતેન્દ્રસિંહ ગોવિંદસિંહનો મો.નં. ૯૯૯૮૪ ૬૦૪૯૯ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું હતુ.

 

- Advertisement -

IMG 20260210 WA0002

Share This Article