પારડીના પરિયાના કૃષિ પ્રાયોગિક કેન્દ્ર ખાતે ઈ- માર્કેટીંગ વિષય ઉપર ખેડૂત સેમિનાર યોજાયો

3 Min Read

સોશિયલ મીડિયાના માધ્યમથી ઇ-માર્કેટિંગ કેવી રીતે કરી શકાય તે વિષે ઉદાહરણો સાથે સમજણ અપાઈ

કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, ન. કૃ. યુ., પરીયા ખાતે “ફળ પાકો માટે ઇ-માર્કેટિંગ:ખેડૂતો માટે સ્માર્ટ બજારની નવી પહેલ” વિષય ઉપર એક દિવસીય ખેડૂત સેમિનાર યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં આયોજક તથા પ્રાધ્યાપક અને વડા, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, ન. કૃ. યુનિવર્સિટી, નવસારી, ડો. નરેન્દ્ર સિંઘએ ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂતોનું સ્વાગત કર્યું હતું. ડો. અલ્પેશ લેવા, પ્રાધ્યાપક, એ. સી. એચ., ન. કૃ. યુનિવર્સિટી, નવસારી દ્વારા નવસારી ખાતે એક્સપોર્ટ અંગે ચાલતી યોજના વિષે માહિતગાર કર્યા હતા.

- Advertisement -

IMG 20260211 WA0001

કાર્યક્રમના અતિથિ વિશેષ, ડો. આર.એફ. ઠાકોર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કે.વી.કે., અંભેટી દ્વારા બદલાતા હવામાનમાં ફળ પાકો માટે ઇ-માર્કેટિંગ કેવી રીતે ખેડૂતોને ઉપયોગી થશે એ વિષય ઉપર ભાર મૂક્યો હતો. વલસાડ જિલ્લામાં કાર્યરત એફપીઑ તથા નાબાર્ડના સહયોગથી એફપીઑની રચના વિષેની માહિતી શ્રીમતી સોનાલી ભોગાલે બાંદેકર, ડીડીએમ, નાબાર્ડ, વલસાડ દ્વારા આપવામાં આવી હતી. એક્સપર્ટ તરીકે ડો. વી.એમ. ઠુમ્મર, નિવૃત્ત પ્લાનિંગ ઓફીસર, ન.કૃ.યુ., નવસારી તથા સી.ઇ.ઑ., એફ.પી.ઑ., જામલપાડા, વઘઇ દ્વારા ખેડૂતોના સંગઠન થકી એફપીઑની રચના કરી માર્કેટિંગ વિષે પ્રકાશ પાડ્યો હતો. એફપીઓની રચનાથી તેના સંપૂર્ણ સંચાલન સુધીની માહિતી આપી હતી. મોબાઈલ તથા સોશિયલ મિડિયાના માધ્યમ થકી ઇ-માર્કેટિંગ કેવી રીતે કરી શકાય તે વિષેની વિસ્તૃત માહિતી સફળ દાખલાઓ થકી ડો. પરાગ પંડિત, સહ-પ્રાધ્યાપક, ન. કૃ. યુ., નવસારી દ્વારા આપવામાં આવી હતી.

- Advertisement -

કાર્યક્રમના અધ્યક્ષ ડો. હેમંત શર્મા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું કે, આજની પરિસ્થિતિમાં ઇ-માર્કેટિંગ ખેડૂતોની જરૂરિયાત છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા શરૂ કરેલ ઇ-શોપ ટેકનોલોજીનું ડો શર્મા એ ઉદાહરણ આપી ખેડૂતોને મહત્વ સમજાવ્યું હતું અને ઇ-માર્કેટિંગ અપનાવવા વિષે હાકલ કરી હતી. ખેડૂતની દીકરીથી ‘એક એક્સપોર્ટર’ તરીકેના સફળ પ્રવાસની છણાવટ મેઘના પટેલ, એક્સપોર્ટર, હરી એગ્રીટેક દ્વારા કરવામાં આવી હતી.

 

હાલમાં વાતાવરણીય પરિસ્થિતિ ધ્યાનમાં રાખી આંબામાં રોગ-જીવાત નિયંત્રણ વિષે ડો. એસ. એમ. ચવ્હાણ, સહ-સંશોધન વૈજ્ઞાનિક (કિટકશાસ્ત્ર), કૃ.પ્રા.કે.,પરિયા એ માહિતી આપી હતી. ડો. સાગર પાટીલ, પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, ન. કૃ. યુ., નવસારી અને ડો. ચિરાગ પટેલ, સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત), કૃ.પ્રા.કે.,પરિયા દ્વારા આંબામાં “ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ” વિષેની માહિતી તથા ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરેલ હતુ. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતમાંથી કુલ ૧૬૦ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- Advertisement -
Share This Article