IPL 2026 પહેલા RCBને મોટો ફટકો: યશ દયાલ આખી સિઝનમાંથી બહાર

3 Min Read

મોટો ફટકો! IPL 2026માંથી બહાર થયો યશ દયાલ, RCBની મુશ્કેલીઓમાં વધારો

IPL 2026ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર યશ દયાલ અંગત કારણોસર આગામી આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ડાયરેક્ટરે સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરી છે, જે RCB માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

yas.jpg

- Advertisement -

ડાયરેક્ટર મો બોબાટે આપી માહિતી

IPLની 19મી સિઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ તે પહેલા જ RCBની બોલિંગ લાઇન-અપ વેરવિખેર થતી જોવા મળી રહી છે. ટીમના ડાયરેક્ટર મો બોબાટે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, યશ દયાલ આ સિઝનમાં ઉપલબ્ધ રહેશે નહીં. બોબાટે સ્પષ્ટતા કરી હતી કે યશ હાલમાં કેટલીક અંગત સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને ફ્રેન્ચાઇઝી તેના આ નિર્ણયમાં તેની સાથે ઉભી છે. નોંધનીય છે કે અગાઉ જોશ હેઝલવુડ પણ શરૂઆતની કેટલીક મેચો ગુમાવવાનો હોવાથી ટીમ પહેલેથી જ દબાણમાં હતી.

ટીમ બસના પોસ્ટરથી જ મળી રહ્યો હતો સંકેત

છેલ્લા કેટલાક દિવસોથી યશ દયાલના રમવા પર સસ્પેન્સ જળવાયેલું હતું. તે હજુ સુધી RCBના ટ્રેનિંગ કેમ્પમાં પણ જોડાયો નહોતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી RCBની નવી ટીમ બસની તસવીરોએ આ શંકાને વધુ મજબૂત બનાવી હતી, કારણ કે તે પોસ્ટરમાં ટીમના અન્ય ખેલાડીઓના ફોટા હતા પરંતુ યશ દયાલ ગાયબ હતો. હવે ટૂર્નામેન્ટ શરૂ થવાના માત્ર ચાર દિવસ પહેલા આ સમાચાર પર સત્તાવાર મહોર મારી દેવામાં આવી છે.

- Advertisement -

yas1.jpg

ગઈ સિઝનનો શાનદાર દેખાવ

યશ દયાલનું બહાર થવું RCB માટે એટલા માટે ચિંતાનો વિષય છે કારણ કે ગત સિઝનમાં તેણે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ગત વર્ષે કુલ 13 વિકેટ ઝડપી હતી અને ટીમની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેની ચોકસાઈ અને ડેથ ઓવરોમાં બોલિંગ કરવાની ક્ષમતાને કારણે જ RCBએ તેને રિટેન કરવાનો નિર્ણય લીધો હતો.

રિપ્લેસમેન્ટ અંગે અટકળો

હાલમાં RCBએ યશ દયાલના બદલે કયા ખેલાડીનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે તેની કોઈ જાહેરાત કરી નથી. ટીમ મેનેજમેન્ટ અત્યારે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે યશની જગ્યાએ કોઈ અનુભવી ભારતીય બોલરને તક મળે છે કે પછી ટીમ કોઈ નવા યુવા ચહેરા પર દાવ લગાવે છે.

- Advertisement -
TAGGED:
Share This Article