IPL ઈતિહાસમાં ક્રુણાલ પંડ્યાનો દબદબો! બે ફાઈનલ મેચમાં કરી બતાવી આ અનોખી સિદ્ધિ

2 Min Read

IPL ફાઈનલના ‘કિંગ’ બન્યા કૃણાલ પંડ્યા: RCBને ચેમ્પિયન બનાવવામાં ભજવી મોટી ભૂમિકા

IPL 2026 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ની ટીમ મેદાનમાં ઉતરવા માટે સજ્જ છે. ગત સીઝનમાં 18 વર્ષનો લાંબો ઈન્તજાર ખતમ કરીને RCBએ આખરે આઈપીએલનું ટાઈટલ જીત્યું હતું. આ ઐતિહાસિક જીતમાં આખી ટીમનો ફાળો હતો, પરંતુ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા એક એવા ખેલાડી તરીકે ઉભરી આવ્યા જેમણે ફાઈનલ મેચમાં પાસું પલટી નાખ્યું હતું. કૃણાલ પંડ્યાના નામે હવે આઈપીએલનો એક એવો રેકોર્ડ નોંધાયો છે જે આજ સુધી અન્ય કોઈ ખેલાડી કરી શક્યો નથી.

kunal1.jpg

- Advertisement -

બે અલગ-અલગ IPL ફાઈનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’

કૃણાલ પંડ્યા આઈપીએલના ઈતિહાસમાં એકમાત્ર એવા ખેલાડી બની ગયા છે જેમણે બે અલગ-અલગ ફાઈનલ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ (POTM) નો એવોર્ડ જીત્યો હોય. રસપ્રદ વાત એ છે કે તેમણે આ પરાક્રમ બે અલગ-અલગ ટીમો માટે કર્યું છે. વર્ષ 2017માં જ્યારે તેઓ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતા ત્યારે તેમણે પ્રથમ વખત આ એવોર્ડ મેળવ્યો હતો, અને હવે 2025ની ફાઈનલમાં RCB માટે શાનદાર પ્રદર્શન કરીને ફરી આ સિદ્ધિ મેળવી છે.

2017ની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સંકટમોચક

વર્ષ 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામેની ફાઈનલ અત્યંત રોમાંચક અને લો-સ્કોરિંગ રહી હતી. મુંબઈની ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 129 રન બનાવ્યા હતા. આ મુશ્કેલ સ્થિતિમાં કૃણાલ પંડ્યાએ 38 બોલમાં 47 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. મુંબઈએ આ મેચ માત્ર 1 રનથી જીતી લીધી હતી અને કૃણાલને તેમના સાહસિક બેટિંગ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

kunal.jpg

RCB માટે 2025માં બોલિંગથી મચાવ્યો કહેર

IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ સામે કૃણાલ પંડ્યાએ પોતાની બોલિંગની ધાર બતાવી હતી. જોકે બેટિંગમાં તેઓ માત્ર 4 રન જ કરી શક્યા હતા, પરંતુ બોલિંગમાં તેમણે શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. RCBએ 190 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબની ટીમ 184 રન જ કરી શકી હતી. 6 રનની આ જીત સાથે RCB ચેમ્પિયન બન્યું અને કૃણાલ પંડ્યા ફરી એકવાર ફાઈનલના હીરો સાબિત થયા.

Share This Article