Kutch કચ્છમાં ખનીજ માફિયાઓનું તાંડવ: ભાજપના નેતાઓના આશીર્વાદ અને તંત્રની ઘોર નિદ્રા

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read

Kutch  કચ્છમાં ખનીજ માફિયાઓનું તાંડવ: ભાજપના નેતાઓના આશીર્વાદ અને તંત્રની ઘોર નિદ્રા

Kutch કચ્છની રત્નગર્ભા ધરા આજે ખનીજ માફિયાઓ માટે લૂંટનું મેદાન બની ગઈ છે. ભચાઉ, સામખીયાળી, મુંદ્રા અને ગાંધીધામની સાથે હવે અબડાસા તાલુકો ખનીજ ચોરીનું એપીસેન્ટર બની ગયું છે. અહીં જે રીતે બેફામ લૂંટ ચાલે છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે ખાણ-ખનીજ વિભાગે માફિયાઓ સામે હથિયાર હેઠા મૂકી દીધા છે. આ બધું જ કદાચ ‘ગાંધીછાપ’ના જોરે અને સત્તાધારી પક્ષ ભાજપના મોટા ગજાના રાજકારણીઓના સીધા ઇનવોલમેન્ટથી ચાલી રહ્યું છે.

કચ્છ જેડી પવિત્ર ધરતી કે હીન ખનીજ ચોર કોરી ખાયંતા. ભાજપ જા વડા નેતા અંઈ જેકે ‘મોટા માડુ’ ચોવાંતા, ઈ જ ઈન ખનીજ ચોરી જા અસલી ખેલાડી આયન. ખાણ-ખનીજ ડિપાર્ટમેન્ટ તો ખાલી નાલે જા આય, અસલી વહીવટ તો ગાંધીછાપ જે જોરે નેતાજી જા માણસો કરેતા. અબડાસા થી ઘેની ને મુંદ્રા સુધી જેકા લૂંટ હાલેતી, ઈ નેતાજી જે ખીસે મેં વજેતી. કાયદો તો ગરીબ લા આય, હીન માફિયા લાય તો સત્તા જ કાયદો આય!

- Advertisement -

Mine kutch

અબડાસામાં સત્તાના જોરે લૂંટ:

અબડાસા તાલુકામાં બોક્સાઈટ, બેન્ટોનાઈટ અને રેતીની ચોરીએ માઝા મૂકી છે. અહીંના સ્થાનિક ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓએ ખાણ-ખનીજ વિભાગને રિતસરનો બાનમાં લીધો છે. જ્યારે પણ કોઈ ગ્રામજન અવાજ ઉઠાવે છે, ત્યારે સત્તાના જોરે તેને દબાવી દેવામાં આવે છે. અબડાસાના સીમાવર્તી વિસ્તારોમાં રાતના અંધારામાં હજારો ટન ખનીજ ગેરકાયદેસર રીતે વહન થાય છે, શું આ સરકારી બાબુઓની જાણ બહાર હોય શકે? ના, આ તો હપ્તાખોરી અને રાજકીય ભાગીદારીનો જીવતો જાગતો પુરાવો છે.

- Advertisement -

રાજકીય આશરો અને ભ્રષ્ટાચાર:

ગાંધીધામ અને મુંદ્રા જેવા ઔદ્યોગિક હબમાં તો વહીવટ ફિક્સ છે, પણ હવે અબડાસા જેવા શાંત વિસ્તારોમાં પણ રાજકીય રાક્ષસોએ પંજો ફેલાવ્યો છે. ભાજપના નેતાઓ સ્ટેજ પરથી વિકાસની ગુલબાંગો પોકારે છે અને પડદા પાછળ તેમના જ માણસો જેસીબી લઈને ધરતીના ચીરા પાડે છે. જો કોઈ ઈમાનદાર અધિકારી તપાસની ફાઈલ ખોલે, તો ગાંધીનગરથી સીધો ‘મોટા સાહેબ’નો ફોન આવી જાય છે કે “આ તો આપણા ખાસ માણસ છે, ફાઈલ બંધ કરી દો.

કડક શબ્દોમાં ચેતવણી:

આ કોઈ સામાન્ય ચોરી નથી, આ કચ્છના પર્યાવરણ અને ભવિષ્યનું ખૂન છે. ‘ગાંધીછાપ’ના જોરે કાયદાને ખિસ્સામાં લઈને ફરતા નેતાઓએ યાદ રાખવું જોઈએ કે જનતા બધું જોઈ રહી છે. ખાણ-ખનીજ વિભાગની આ મીઠી નજર અને ભાજપના નેતાઓની ભાગીદારી કચ્છને બરબાદી તરફ ધકેલી રહી છે.

“કચ્છ જી ધરતી કે વેચનારા નેતાજી અંઈ ભ્રષ્ટ અધિકારીયું ખે કચ્છ જી જનતા કદી માફ ન કંદી. હાણે તો હદ થી વઈ આય!”

- Advertisement -
Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.